કોરોનાનો હાહાકાર..ભૂલથી પણ હવે રાત્રે 10 વાગ્યા પછી ના વિચારતા ટ્રાવેલિંગ કરવાનું, નહિં તો…
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 17 માર્ચછી રાતે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ નિયમ 31 માર્ચ સુધી લાગી પડશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ નિયમ રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો હતો.
એસટી વિભાગે લીધો મોટો નિર્ણય
કોરોનાના વધતા કેસ અને રાજ્ય સરકારના કર્ફ્યૂ વધારવાના સમયને લઈને એસટી વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં કહેવાયું છે કે હવેથી આ તમામ 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાતે 10 વાગ્યા પછી એસટી બસો જશે નહીં.
એસટી વિભાગે કર્યું આ કામ પણ
રાજ્ય સરકારના કોરોના મહામારીને અટકાવવાના નિયમમાં ભાગીદારી નોંધાવતા એસટી વિભાગે પણ એડવાન્સમાં બુકિંગ કરાવનારા મુસાફરોને ફોન કરીને સૂચના આપી છે અને કહ્યું છે કે આ તમામ મહાનગરોમાં કર્ફ્યૂ આવી જવાના કારણે બસ 10 વાગ્યા પછી જઈ શકશે નહીં. મહાનગરો સિવાયના પેસેન્જર્સને રિંગરોડથી મુસાફરી કરાવવામાં આવશે.
હાલમાં અમદાવાદની સ્થિતિ બની રહી છે ખરાબ, હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે
ગુજરાતના 4 મહાનગરોમાં જો સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તો તે અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં ગઈકાલે 24 કલાકમાં 200 કેસ આવ્યા છે જે 24 ડિસેમ્બર બાદના સૌથી વધારે કેસ છે. અહીં 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેસ વધી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત
રાજ્યમાં આજે 890 કોરોના કેસ નોંધાયા છે તો સાથે જ અહીંથી 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો રાજ્યમા કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 4717 થઈ છે. આજે કોરોનાથી રાજ્યમાં 1 દર્દીનુ મૃત્યુ થયું છે. કોરોનાથી કુલ 4425 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 269955 દર્દીઓ સાજા થયા છે તો અમદાવાદમાં ગઈકાલે 209 કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં 240, સુરત ગ્રામ્યમાં વધુ 22 કેસ આવ્યા છે. વડોદરા શહેરમાં 76, ગ્રામ્યમાં વધુ 17 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 79 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 16 કેસ આવતા હાહાકાર મચ્યો છે. ભાવનગરમાં 12, ગાંધીનગરમાં વધુ 18 કેસ નોંધાયા છે તો અન્ય તરફ જામનગરમાં 14, જૂનાગઢમાં વધુ 9 કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશમાં સતત વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વધી છે. PM મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તેમજ વેક્સીનેશન અભિયાનને લઈને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા એક બેઠક બોલાવી છે. આ બેઠક 17મી માર્ચે સવારે 11 વાગ્યે બોલાવી છે. જેમાં PM મોદી તમામ રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોનાનો હાહાકાર..ભૂલથી પણ હવે રાત્રે 10 વાગ્યા પછી ના વિચારતા ટ્રાવેલિંગ કરવાનું, નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો