પગને સુંદર અને કોમળ બનાવવા ઘરે જ આ સરળ રીતે કરો પેડીક્યોર, મળશે જોરદાર રિઝલ્ટ
દરેક લોકો એવું ઈચ્છે છે કે તે સુંદર દેખાય તેના માટે તે ઘણી મહેનત કરે છે અને તેના માટે તે ઘણા ઉપાય પણ કરે છે. તેનાથી તેનો ચહેરો તો સુંદર દેખાય છે. તેની સાથે દરેક સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેના ચહેરાની સાથે સાથે તેના હાથ પગ પણ ખૂબ સુંદર દેખાય. ત્યારે તે પાર્લરમાં જઈને ઘણા પૈસા ખર્ચ કરે છે ત્યારે તે ફેશિયલ, થ્રેડીંગ, વેક્સિન, મેનોકયોર અને પેડિકયોર કરીને ઘણા પૈસા ખર્ચ કરે છે.

તે આની સાથે તેના ચહેરાની સુંદરતા વધારવા માટે પણ ઘણા પૈસા ખર્ચ કરે છે પરંતુ ચહેરો સુંદર દેખાય અને હાથ પગ સુંદર ન દેખાય ત્યારે તેની સુંદરતામાં ઘટાડો થાય છે. તેના માટે તેને કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ તેનાથી તમારી ત્વચા સુંદર દેખાશે અને તેનાથી તમારા હાથ પગ પણ સુંદર દેખાશે. આપના પગની સુંદરતા પણ આપના ચહેરાની સુંદરતા જેટલી જ જરૂરી છે. તેથી આજે આપણે ઓછા ખર્ચે સુંદર પગ કેવી રીતે મેળવી શકાય તેના વિષે આજે આપણે જાણીએ. તેના માટે તમારે ઘરે જ પેડિકયોર કરવાનું રહેશે. તેમાં તમારે વધારે ખર્ચ નહીં થાય અને તેનાથી તમારા પગ પણ ચહેરાની જેમ ચમકવા લાગશે. તેને તમે ઘરે જ સરળતાથી કરી શકો છો.
તેના માટે જોઈતી સામગ્રી ;

ખાંડ, મધ, બેકિંગ સોડા અને ઓલિવ ઓઇલ.
તેને બનાવવાની રીત :

આને બનાવવા માટે તમારે સૌથી પહેલા એક વાસણમાં આ બધી વસ્તુ લેવી અને તેને સારી રીતે તમારે ભેળવી લેવી. તે સારી રીતે ભળી જાય તે પછી તમારે તેને એક બોટલમાં ભરી દેવું. અને જ્યારે તમે નહાવા જાવ ત્યારે આને તમારે પહેલા તમારા પગ પર ઘસવું અને તેને તમારે ગોવા સર્કુલરમાં ઘસવું જોઈએ આનાથી તમારે તેને ૧૫ મિનિટ માટે મસાજ કરવો જોઈએ તે પછી તમારે તેને પછી તમારે નહીં લેવું. તમારે જ્યારે આનો ઉપયોગ કરવો હોય તે પહેલા આનો ઉપયોગ કરવો જોઈએ આનાથી તમારા પગની ત્વચા સાફ થશે અને તે સુંદર અને મુલાયમ પણ બને છે. આનાથી તમારી સુંદરતામાં વધારો થશે.
પેડિકયોર કરવાની બીજી રીત :

સૌ પ્રથમ પગના નખ સાફ કરો અને પછી નેઇલ ફાઇલરથી નખને શેપ આપો. હવે ટબમાં હુંફાળું ગરમ પાણી નાંખો, તેમાં લીંબુના ટુકડા અને ગુલાબની કળીઓ અથવા મેરીગોલ્ડ ઉમેરો. પછી તેમાં તમારા પગને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખો. જ્યારે પગની ત્વચા નરમ થઈ જાય છે, ત્યારે બ્રશથી નખ સાફ કરો. પગની ઘૂંટી સાફ કરવા અને બધી મૃત ત્વચાને દૂર કરવા માટે પ્યુમિક પથ્થરનો ઉપયોગ કરો.

લીંબુના ટુકડા તમારા પગ પર હળવા હાથથી મસાજ કરો. પછી તમારા પગને નવશેકા પાણીથી ધોઈ લો. મોઈશ્ચરાઇઝર ક્રીમ ૨ ચમચી અને ૨ ચમચી મધ ઉમેરીને સ્ક્રબ કરો. થોડી વાર માટે સ્ક્રબ કર્યા પછી, ફરીથી હળવા પાણીથી પગ સાફ કરો. છેલ્લા પગલામાં, પગને સારી રીતે ધોવા પછી, ટુવાલથી સાફ કરો. પગને યોગ્ય રીતે સૂકવ્યા પછી ક્રીમ લગાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પગને સુંદર અને કોમળ બનાવવા ઘરે જ આ સરળ રીતે કરો પેડીક્યોર, મળશે જોરદાર રિઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો