કરીના કપૂર આવા કપડા પહેરીને બહાર નિકળતા જબરી થઇ ટ્રોલ, યુઝર્સે કહ્યું કે… “મુંબઈમાં દેખાઇ…’

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન થોડા સમય પહેલા જ પોતાના બીજા બાળકની માતા બની છે. પોતાની ડિલિવરીના થોડા જ સમયમાં જ કરીના કપૂર ખાન ફરી એકવાર બેક ટુ નોર્મલ લાઈફમાં આવી ગઈ છે. એક બાજુ જ્યાં કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે તો બીજી બાજુ પોતાની રિયલ લાઈફમાં પણ એ ફરીથી સોશિયલ થઈ ગઈ છે. એવામાં કરીના કપૂર ખાન હાલમાં જ કરણ જોહરના ઘરે જવા રવાના થઈ પણ આ વખતે પોતાના કપડાના કારણે કરીના કપૂર ખાન ખૂબ જ ટ્રોલ થઈ હતી.

image source

વાત જાણે એમ હતી કે ગઈકાલે રાત્રે કરીના કપૂર ખાન પોતાની મિત્ર અમૃતા અરોરા સાથે કરણ જોહરના ઘર માટે રવાના થઈ હતી. એ દરમિયાન કરીના કપૂરે ઝેબ્રા પ્રિન્ટનું આઉટફિટ પહેરેલું હતું, એક બાજુ એમનો આ અવતાર અમુક ફેનને ખૂબ જ ગમ્યો હતો તો બીજી બાજુ કરીના કપૂર ખાનને ટ્રોલ કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઓછા નહોતા. ઘણા લોકોએ તો કરીના કપૂર ખાનની સરખામણી ઝેબ્રા સાથે કરી દીધી અને કરીના કપૂરને ઝેબ્રા કપૂર પણ કહી દીધુ.

image source

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે 21 ફેબ્રુઆરી 2021ના રોજ નાનકડા મહેમાનનું આગમન થયું છે અને આ કપલ બીજીવાર માતા પિતા બન્યું છે. આ ખબરને સામે આવ્યા પછી ફેન્સે સૈફ અને કરીનાની સાથે સાથે તૈમુર અલી ખાનને પણ શુભકામનાઓ પાઠવી હતી. બીજા બાળકના જન્મ પછી કરીના કપૂર અમુક સોશિયલ મીડિયા પોસ્ટ કરી ચુકી છે પણ હજી સુધી બાળકના ફોટા કે નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. જો કે લોકોએ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને પોતાના બીજા બાળકના નામ અંગે ઘણી સલાહ સુચનો પણ આપ્યા છે.

image source

કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એ જલ્દી જ આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફિલ્મમાં કરીના કપૂર ખાન સાથે આમિર ખાન મુખ્ય પાત્ર નિભાવતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગંપની રિમેક છે. તો એ સિવાય કરીના કપૂર ખાન કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે.

જો કે તખ્તને લઈને ઘણી અલગ અલગ ખબરો સામે આવી ચૂકી છે, એવામાં આ ફિલ્મને લઈને શંકાઓ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "કરીના કપૂર આવા કપડા પહેરીને બહાર નિકળતા જબરી થઇ ટ્રોલ, યુઝર્સે કહ્યું કે… “મુંબઈમાં દેખાઇ…’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel