ભાગ્યે જ જાણતા હશો કે મુલ્તાની માટી પણ કરી શકે છે નુકસાન, ઉપયોગ પહેલા જાણો ખાસ વાતો
ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તહેરા પર થતી ફોલ્લીઓ અને ગરમીથી રાહત મેળવવા માટે લોકો ખાસ કરીને ગુલાબજળની સાથે મુલ્તાની માટીનો પ્રયોગ કરતા જોવા મળે છે. આ સિવાય જેમની સ્કીન ઓઈલી હોય છે તેઓ પણ ગરમીની સીઝનમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરે છે.

આ સિવાય લોકો સ્કીનને ગ્લોઈંગ બનાવવા અને ફેસ પર નિખાર લાવવા માટે મુલ્તાની માટીનો સરળતાથી ઉપયોગ કરી લેતા હોય છે. તેમને લાગે છે કે આ બેસ્ટ અને સરળ ઉપાય છે. પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે મુલ્તાની માટીનો પ્રયોગ કરવાનું નુકસાનકારક પણ હોઈ શકે છે.

સ્કીન સંબંધી તકલીફોમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરવાનું કારગર માનવામાં આવ્યું છે. લોકો સ્કીનને ગ્લોઈંગ બનાવવા અને ફેસ પર નિખાર લાવવા માટે મુલ્તાની માટીનો લેપ ફેસ પર લગાવી લે છે. કેટલાક લોકો આ માટે મુલ્તાની માટીનો લેપ લગાવવાનું નુકસાનદાયી બની શકે છે. તો જાણો શા માટે અને કોણે આ મુલ્તાની માટીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
જો તમારી સ્કીન સંવેદનશીલ છે તો તમારે મુલ્તાની માટીનો ઉપયોગ ઓછો કરવો. તેના વધારે ઉપયોગથી ફેસ પર દાણા થાય છે અને સ્કીન ડલ થઈ જાય છે.
જે લોકોની સ્કીન ડ્રાય છે તેઓએ મુલ્તાની માટીનો ઉપયોગ કરવો નહીં. મુલ્તાની માટી સ્કીનને વધારે સૂકી બનાવે છે. તેનાથી સ્કીન બેજાન બને છે અને ફેસ પર કરચલીઓ દેખાય છે.
જો તમને શરદી અને ખાંસીની ફરિયાદ છે તો તમે મુલ્તાની માટી ન લગાવો. મુલ્તાની માટી ઠંડી માનવામાં આવે છે અને તેના ઉપયોગથી ખાંસી અને શરદીની સમસ્યા વધે છે.

જો તમારી સ્કીન ઓઈલી છે અને તમે સ્કીન પર નિખાર લાવવા ઈચ્છો છો તો તમે ગુલાબજળ, મલુ્તાની માટી અને હળદર મિક્સ કરીને તેને ફેસ પર એપ્લાય કરો. જ્યાં સુધી સૂકાઈ ન જાય ત્યાં સુધી આ લેપ ફેસ પર રહેવા દો. પછી ફેસ ધોઈ લો.
જો તમારી સ્કીન સૂકી છે તો તમે મુલ્તાની માટી, દૂધની તાજી મલાઈ, હળદર અને મધ મિક્સ કરીને ફેસ પર લગાવો. જ્યારે પેક સૂકાઈ જાય ત્યારે ફેસ વોશ કરી લો.

મુલ્તાની માટીને એક બેસ્ટ બ્યૂટી સપ્લીમેન્ટ માનવામાં આવે છે. તેનાથી તહેરાની રંગત ખીલે છે અને સાથે જ તેમાં નવી ચમક પણ આવે છે. તેના આયર્ન અને મેગ્નેશિયમ કેલ્સિસાઈટ જેવા ઉપયોગી ગુણો સ્કીનને સારી રાખવામાં મદદ કરે છે.
0 Response to "ભાગ્યે જ જાણતા હશો કે મુલ્તાની માટી પણ કરી શકે છે નુકસાન, ઉપયોગ પહેલા જાણો ખાસ વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો