ઇમરાન હાશ્મીને દરેક કિસિંગ સીન માટે વાઇફને આપવી પડતી ગિફ્ટ અને ખાવો પડતો માર, અને પછી જે થાય એ…
બોલીવુડમાં સિરિયલ કિસરના નામે જાણીતા ઇમરાન હાસમીને તો તમે ઓળખો જ છો. પણ શું તમે જાણો છો કે બોલિવુડના કિસિંગ સીન ટ્રેન્ડ શરૂ કરનાર ઇમરાન હાસમીને ઓનસ્ક્રીન કિસ કરતા જોઈ એમની વાઈફ પરવીનનું શુ રિએક્શન હોતું હરુ અને એ કઈ રીતે ઇમરાનને મારતી હતી?? નથી જાણતા ને…તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એમની લાઈફને આ ઇન્ટરેસ્ટિંગ કિસ્સા વિશે.
વાઇફને નથી ગમતું ઇમરાનનું ઓનસ્ક્રીન કિસ કરવું.

એ તો બધા જ જાણે છે કે ઇમરાને પોતાની ફિલ્મ મર્ડરમાં બોલ્ડ કિસિંગ સીન આપીને હાહાકાર મચાવી દીધો હતો. એ પછી તો ઇમરાન દરેક ફિલ્મમાં કિસિંગ સીન આપવા લાગ્યા અને એમને બોલિવુડના કિલર કિસર અને સિરિયલ કિસરનું ટેગ આપી દેવામાં આવ્યું. આ બધું ઓડિયન્સને ગમતું હતું પણ બહુ ઓછા લોકો જાણે છે કે ઇમરાનની પત્ની પરવીન હાસમી જ્યારે એમને ફિલ્મમાં કિસ કરતા જોતી હતી તો ખૂબ જ ભડકી જતી હતી.
પહેલા વાઈફ મને બેગથી મારતી હતી, હવે હાથથી મારે છે.

એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન હાશમીએ જાતે જ કહ્યું હતું કે સિરિયલ કિસરના ટેગથી એ ખુદ પણ ખુશ નથી અને એમની પત્નીને તો એમનું કિસ કરવું બિલકુલ જ પસંદ નથી. એમને કિસ કરતા જોઈને એ ખૂબ જ ગુસ્સે થઈ જતી હતી. ઘણીવાર તો એટલી ભડકી જતી હતી કે બેગથી મારતી હતી. ઇમરાને ઇન્ટરવ્યૂમાં મજકિયા અંદાજમાં કહ્યું કે ” પણ હવે એ મને એટલું જોરથી નથી મારતી. પહેલા એ મને બેગથી મારતી હતી પણ હવે હાથથી મારે છે. તમે કહી શકો છો કે આટલા વર્ષોમાં હવે એ થોડી શાંત થઈ ગઈ છે”
મર્ડર ફિલ્મ જોયા પછી નખથી ઇમરાનને ખોતરી નાખ્યા હતા.

વર્ષ 2014માં કોફી વિથ કરણમાં ઇમરાન હાસમી3 આ કિસ્સા વિશે જણાવ્યું હતું કે જ્યારે એમની ફિલ્મ મર્ડર રિલીઝ થઈ હતી ત્યારે એ પોતાની વાઈફ સાથે ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મમાં એમના લવ મેકિંગ સીન જોઈને એમની વાઈફ નખથી ઇમરાનના હાથને ખોતરી નાખ્યો હતો. જ્યારે ફિલ્મ ખતમ થઈ તો ઇમરાનના હાથ પર નખના ઘણા નિશાન હતા. જો કે આ વાત ઇમરાને હસતા હસતા કહી હતી.
પત્નીને મનાવવા માટે દરેક કિસ માટે આપવું પડતું હતું ગિફ્ટ.

હવે ઇમરાનને તો ફિલ્મોમાં કિસિંગ સીન આપવા જ પડતા હતા, એ બાબતમાં એ કઈ નહોતા કરી શકતા. તો આખરે એમને વાઇફને મનાવવા માટે એક રસપ્રદ રીત શોધી લીધી અને આ વાતનો ખુલાસો પણ ખુદ ઇમરાને કર્યો હતો. એમને જણાવ્યું હતું કે પરવીનને બેગ્સનો ઘણો જ શોખ છે. એટલે દરેક ફિલ્મ અને દરેક કિસિંગ સીન માટે હું એને બેગ ખરીદીને આપી દેતો હતો. એનું એક કપબોર્ડ બેગથી જ ભરેલું છે”
રિયલ લાઈફમાં કમ્પ્લીટ ફેમીલી મેન છે ઇમરાન હાસમી.

તમને જણાવી દઈએ કે સ્ક્રીન પર બોલ્ડ સીન્સ આપનાર ઇમરાન હાસમી રિયલ લાઈફમાં કમ્પ્લીટ ફેમીલી મેન છે.પરવીન હાસમી સાથે એમના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે અને એમનો એક દીકરો છે. ઇમરાન પોતાની પત્ની અને દીકરાને ખૂબ જ પ્રેમ કરે છે અને એમની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ ઇમરાન હાસમીની ફિલ્મ મુંબઈ સાગા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એમના સિવાય જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે અને એ જલ્દી જ એમની ફિલ્મ ચેહરે પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં એમની સાથે રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડીસુઝા, અમિતાભ બચ્ચન અને અનુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ઇમરાન હાશ્મીને દરેક કિસિંગ સીન માટે વાઇફને આપવી પડતી ગિફ્ટ અને ખાવો પડતો માર, અને પછી જે થાય એ…"
ટિપ્પણી પોસ્ટ કરો