FSSAIએ બદલી દીધો આ નિયમ, હવે એપ્રિલ મહિનાથી પાણીની બોટલ વેચવા માટે કરવાનું રહેશે આ કામ
માર્કેટમાં પાણીની બોટલને એમ જ વેચી શકાશે નહીં. કોઈ પણ બોટલ પર બીઆઈએસનો માર્ક હોવો જરૂરી રહેશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ નવા નિયમ લાગૂ કર્યા છે. જે પણ મેન્યુફેક્ટરિંગ કંપની પેકેજ્ડ પાણી કે મિનરલ પાણી વેચે છે તેમને પહેલા BIS લાયસન્સ લેવું પડશે, નવા આદેશ 1 એપ્રિલ 2021થી લાગુ થશે.
પાણીની બોટલ પર નવા આદેશ

FSS એક્ટ 2006 ના સેક્શન 31ના આધારે દેશમાં કોઈ પણ ફૂડ બિઝનેસને શરૂ કરતા પહેલાં ફૂડ બિઝનેસ ઓપરેટર્સને લાઈસન્સ કે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. કેમાં નવા રેગ્યુલેશન જોડવામા આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ જો તેમાં બીઆઈએસ માર્ક નહીં હોય તો પેકેજ્ડ પાણી, મિનરલ પાણીનું મેન્યુફેક્ટરિંગ, વેચાણ કે વેચાણનું પ્રદર્શન કરી શકશે નહીં.
FSSAI લાઈસન્સ લેવું છે તો

આ મેન્યુફેક્ચર્સ જો બિઝનેસ માટે FSSAIથી સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન ઈચ્છે છે તો સૌથી પહેલાં બીઆઈએસ સર્ટિફિકેટ લેવાનું રહે છે. FSSAIએ કહ્યું છે કે દરેક ફઊડ બિઝનેસ ઓપરેટર્સ, જે પેકેજ્ડ પીવાનું પાણી અને મિનરલ પાણીને માટે નવા લાયસન્સની કોપી કે પછી FoSCoSના ઓનલાઈન સિસ્ટમ પર તેને લેટરની કોપી આપવાની રહે છે જેમા બીઆઈએસ લાઈસન્સ એપ્લીકેશનનું રેકોર્ડિંગની વાત હોય.
FSSAI લાઈસન્સને માટે છે નવી શરત

FSSAIનું કહેવું છે કે જોવા મળ્યું છે કે પેકેજ્ડ પાણી બનાવનારી કંપનીઓ FSSAIની સાથે જોડાઈને કામ કરી રહી છે. પણ બીઆઈએસ માર્કની સાથે, FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે હવે બીઆઈએસ લાઈસન્સ કે એપ્લીકેશનને FSSAIનું લાઈસન્સ મેળવ્યા પહેલા બચાવવાની શરત રહેશે. એટલે કે પહેલા બીઆઈએસ લાઈસન્સ બતાવવાની રહેશે તેના બાદ જ FSSAI લાઈસન્સ બની શકશે.
FSSAI રીન્યુઅલ માટે પણ બીઆઈએસ જરૂરી

એટલું જ નહીં લાઈસન્સના રીન્યુઅલ માટે પણ બીઆઈએસ જરૂરી રહેશે, બીઆઈએસ વિના કંપનીનું લાઈસન્સ રીન્યુ થશે નહીં. સાથે જ બીઆઈએસ મળ્યા બાદ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ ઓનલાઈન વાર્ષિક રિટર્ન ભરી શકશે. આ આદેશ 1 એપ્રિલથી લાગૂ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "FSSAIએ બદલી દીધો આ નિયમ, હવે એપ્રિલ મહિનાથી પાણીની બોટલ વેચવા માટે કરવાનું રહેશે આ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો