આ ગુજરાતી ખેડૂત ઘાસમાંથી તેલ કાઢી કમાયને છે લાખો રૂપિયા, જાણો તમે પણ આ નવા આઇડિયા વિશે…
આપણામાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે ખાતર, પાણી અને મહેનત વગર ખેતી નથી થઈ શકતી અને પાકનું વર્ષમાં બે ત્રણ વાર વાવેતર કરવું પડે છે પણ સૌરાષ્ટ્રના એક ખેડૂત ઘાસની ખેતી કરી રહ્યો છે જેના માટે ખાતર પાણી અને વધારે મહેનતની જરૂર નથી પડતી.
જો કે આ વાત તમને અચરજમાં નાખી દેશે કે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામનો એક ખેડૂત અંકિતભાઈ, ઓછી મહેનત, ઓછું પાણી અને સારા રીટર્નની સાથે સુગંધિત ઘાસની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે

ઉત્તરપ્રદેશના કન્નોજમા ફૂલ અને સુગંધ વિકાસનો અભ્યાસ કર્યા પછી અંકિતભાઈ પામરોજા નામની સુગંધિત ઘાસની ખેતી કરીને પોતાના ખેતરમાં એક બમ્પર પાકની કાપણી કરી રહ્યા છે અંકિત ભાઈ કહે છે કે “મારું લક્ષય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વગર ખેતી કરવાનું છે, હું આમાં જંતુનાશક દવાઓ કે પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતો. હકીકતમાં તો આને જ જૈવિક ખેતી કહી શકાય છે.”
“આ એક પ્રયોગના રૂપે શરૂ થયું હતું પણ જેમ જેમ આ આગળ વધ્યું, આ અન્ય પાકની સરખામણીમાં વધુ સારું દેખાવા લાગ્યું”
અંકિતભાઈના કહેવા અનુસાર જો એક વર્ષ વરસાદ ન પડે તો પણ આવતા વર્ષે પાકની ચિંતા કરવાની જરૂર નથી. પાણીની કમિના કારણે જે ઘાસ સુકાઈ ગયું છે એ આગળના વર્ષે વરસાદ પડશે તો ફરી ફૂટી નીકળશે. એને નવેસરથી વાવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી.
આ ઘાસની ખાસિયત એ છે કે આ ફક્ત ચાર મહિનામાં વધે છે. પછી એને ખાસ મશીનરીની મદદથી કાપવામાં આવે છે. અને પછી એમાંથી તેલ કાઢવામાં આવે છે

આ તેલનો ઉપયોગ અત્તર, આયુર્વેદિક દવાઓ, સૌંદર્ય પ્રસાધનો, સુગંધિત સાબુ, સેનેટાઇઝર વગેરેમાં કરવામાં આવે છે. રકાર આ ઓપરેશનમાં ખેડૂતોને જુદી જુદી સબસીડી પણ આપે છે.
સુગંધિત ઘસના વાવેતરની શરૂઆત વિશે વાત કરતા અંકિત ભાઈએ કહ્યું કે “આ કામમાં ફક્ત છોડનો જ અમને આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચો થયો. વાવેતર વખતે એક વિઘા જમીનમાં આ ઘાસના બે કિલો બિયારણની જરૂર પડે છે. આ બિયારણની કિંમત 1300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
વાવેતર સમયે માત્ર એક વખત બિયારણનો ખર્ચ થાય છે. એક જ વખત બિયારણ વાવીને પાંચ વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે. અમે દસ એકરમાં પાક લઈએ છીએ. આ પાકમાં એક એકરે એક લાખ રૂપિયાની કમાણી અમને થાય છે. આર્થિક દૃષ્ટિએ આ ઘણો સારો પાક છે.”

”
આ ઘસના અમુક અન્ય ગુણો વિશે વાત કરતા અંકિત ભાઈ કહે છે કે કોઈપણ જાનવર કે પક્ષી આ ઘાસને નુકશાન નથી પહોંચાડી શકતા. એ સિવાય એને ખેતરમાં અને આસપાસના ખેતરોમાં કોઈ માખી મચ્છર કે કીટક નથી.
અંકિત ભાઈ કહે હે કે “એકવાર જ્યારે અહીંયા ઘાસનું વાવેતર કરવામાં આવે છે તો પાંચ વર્ષ સુધી અન્ય કોઈ છોડની જરૂર નથી પડતી. દર ત્રણ ચાર મહિનામાં ઘાસ તૈયાર થઈ જાય ક્ષહે. ઘાસને ત્રણ ચાર મહિનામાં કાપવું પડે છે.
જોકે, આ ઘાસની ખેતી બહુ કડાકૂટવાળી નથી, પણ આ સાહસમાં ઝંપલાવતાં પહેલાં કેટલીક મહત્વની માહિતી મેળવવી અનિવાર્ય છે.

આ વિશે વાત કરતા અંકિત ભાઈ કહે છે કે તમારે બંને પક્ષની અભ્યાસ કરવો પડશે. તમારે એ જાણવું પડશે કે ઘાસ કેવી રીતે ઉગાડશો, એને કેવી રીતે તૈયાર કરશો, એનું વિશ્લેષણ કઈ રીતે કરશો. તમારે એ જાણવું પડશે કે એમાંથી તેલ કઈ રીતે કાઢસો. અંકતભાઈએ ભાર દઈને કહ્યું કે આ પાક અન્ય પાક જેવો નથી. બીજો પાક યાર્ડમાં જઈને મૂકી આવો એટલે વેચાય જાય, પણ આ તેલમાં એવું નથી.” “સુગંધી તેલના બિઝનેસ માટે તમારી પાસે પ્રોપર ચેનલ હોય એ જરૂરી છે. આમાં સારી કમાણી કરવા હોય તો સારા વેપારી શોધી, સારા ભાવે વેચવું પડે.”

એટલે આ પ્રકારની ખેતી શરૂ કરતાં પહેલાં એ જાણકારી હોવી જોઇએ કે એની ખેતી કઈ રીતે કરી શકાય અને સાથે તેલ કાઢવાના મશીનનો ખર્ચ, એને કઈ રીતે વેચી શકાય, ક્યાં પ્રકારનું તેલ બનાવવામાં આવે વગેરે જાણકારીના અભાવે ખેતીને નુકશાન થાય એવી શક્યતાઓ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ ગુજરાતી ખેડૂત ઘાસમાંથી તેલ કાઢી કમાયને છે લાખો રૂપિયા, જાણો તમે પણ આ નવા આઇડિયા વિશે…"
ટિપ્પણી પોસ્ટ કરો