આ છે આમિરનો લક્ઝુરિયસ બંગલો, જુઓ તેની લાઇફ સ્ટાઇલ…..

Spread the love

બોલીવુડમાં તમે ઘણીવાર સેલેબ્સને તેમના લક્ઝુરિયસ બંગલાને લઈને હેડલાઇન્સમાં જોયા હશે. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર હોય કે પછી શાહરૂખ ખાન, આ બધાના મહેલ જેવા ઘર લોકોને ખૂબ પસંદ આવે છે અને તે આકર્ષણનું કેન્દ્ર બને છે.

હાલમાં જ બોલીવુડ અભિનેતા આમિર ખાન પણ તેના ઘરને લઈને ચર્ચામાં છે. જોકે આવું ખૂબ ઓછું બન્યું હશે જેમાં આમિર ખાન પોતાના ઘરને લઈને ચર્ચામાં રહે છે.

6 વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતા હતા આમિર:

જણાવી દઈએ કે તાજેતરમાં આમિર ખાને પોતાનું ઘર બદલ્યું છે, જેના કારણે આમિર ઘણા દિવસોથી ચર્ચામાં છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આમિર ખાન લગભગ 6 વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતો હતો.

આમિર વર્ષ 2013 થી જ બાન્દ્રાના કાર્ટર રોડ પર બનેલા સી-ફેસિંગ ‘ફ્રિડા વન’ એપાર્ટમેન્ટના ઉપરના માળે રહેતો હતો. આમિરનો આ ફ્લેટ પણ ખૂબ જ લક્ઝુરિયસ હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિરના આ એપાર્ટમેન્ટનું ભાડુ દર મહિને 10 લાખ રૂપિયા હતું. પરંતુ ગયા વર્ષે આમિર ખાનના આ એપાર્ટમેન્ટની લીઝ સમાપ્ત થઈ હતી, ત્યાર પછી આમિર તેના જૂના મકાનમાં શિફ્ટ થયો હતો.

તેના જૂના ઘરમાં શિફ્ટ થયા આમિર:

જણાવી દઈએ કે આમિર ખાનનું જૂનું ઘર પાલી હિલના ‘મરિના એપાર્ટમેન્ટ’ માં છે. આ એપાર્ટમેન્ટમાં આમિર તેના પરિવાર સાથે રહે છે અને આ ઘરને આમિરે પોતાની પસંદગી અનુસાર રિનોવેટ કરાવ્યું છે.

આ એપાર્ટમેન્ટના ડેકોરેશનમાં આમિરે નેચર થીમ આપી છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર આમિર અને કિરણ રાવ દ્વારા શેર કરેલી કેટલીક તસવીરોમાં તેમના ઘરની સુંદર ઝલક જોવા મળી છે.

આમિરના ઘરમાં જોવા મળશે નેચરની ઝલક:

ઘરની સજાવટની વાત કરીએ તો આમિર અને કિરણે તેમના ઘરમાં ખૂબ જ હળવા રંગોનો ઉપયોગ કર્યો છે અને ઘરના ઈંટીરિયરથી લઈને તેના રંગ સુધી ખાસ સફેદ અને ગ્રે કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચાહકો સારી રીતે જાણે છે કે આમિર અને કિરણને નેચર સાથે ખૂબ જ પ્રેમ છે, તેથી તેમણે તેમના ઘરની અંદર પણ ઘણા પ્રકારના છોડ લગાવ્યા છે.

આમિરે તેના ઘરમાં ખાસ કરીને પુસ્તકોને જગ્યા આપી છે. તેમણે તેમના ઘરમાં પુસ્તકોથી એક આખો રેક સજાવ્યો છે.

જણાવી દઈએ કે આમિર ખાનને પોતાના આ એપાર્ટમેંટથી ખૂબ પ્રેમ છે અને તે આ એપાર્ટમેંટને રિનોવેટ કરાવીને બંગલામાં બદલવા ઈચ્છતા હતા પરંતુ આમિર આવું કરી શક્યા નહિં.

કારણ કે એપાર્ટમેન્ટને વિસ્તૃત કરવા માટે આમિરને તેની નજીકમાં વધુ બે-ચાર મકાનોની જરૂર હતી, પરંતુ તેના ઘણા પડોશીઓએ તેમનું મકાન વેચવાની ના પાડી હતી, જેના પછી આમિરે પોતાનો પ્લાન છોડી દીધો હતો.

પંચગનીમાં છે આમિરનો લક્ઝુરિયસ બંગલો:

આટલું જ નહીં આમિર પાસે મરિના એપાર્ટમેન્ટવાળા ઘર ઉપરાંત આમિરનો એક બંગલો હિલ સ્ટેશન પંચગનીમાં પણ છે. એવું કહેવામાં આવે છે કે આમિરનો પંચગની વાળો બંગલો ત્યાંના સૌથી સુંદર બંગલામાંનો એક છે.

2 એકર જમીન પર ફેલાયેલો આમિર ખાનનો આ બંગલો આમિર ખાને હોમી અદઝાનિયા પાસેથી 7 કરોડના ભાવે ખરીદ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે આમિર ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને બંનેના લગ્ન પંચગનીના આ બંગલામાં થયા હતા,

ત્યાર પછી આમિર અને કિરણને તેમનો બંગલો એટલો પસંદ આવ્યો કે બંનેએ તેને થોડા મહિનામાં જ ખરીદી લીધો હતો. આમિર અને કિરણ અવારનવાર પંચગની જાય છે

Related Posts

0 Response to "આ છે આમિરનો લક્ઝુરિયસ બંગલો, જુઓ તેની લાઇફ સ્ટાઇલ….."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel