પીએફ ખાતા ધારકો માટે આવ્યા સારા સમાચાર, હવે એવી સુવિધા શરૂ કરાઈ કે મળશે ફાયદો
પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે ઈપીએફઓએ કર્મચારીઓ માટે નવી સેવાની શરૂઆત કરી દીધી છે. EPFOએ પોતાના પીએફ ખાતા ધારકો માટે વોટ્સએપની નવી હેલ્પલાઈન સેવાની શરૂઆત કરી છે.

આ સેવાથી હવે પીએફ ખાતાધારકોને તેમના એકાઉન્ટની પીએફ સંબંધિત સેવાની મુશ્કેલીઓનું સમાધાન જલ્દી જ મળી જશે. આ સાથે અન્ય સુવિધામાં કોરોના મહામારીમાં તમારે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં અને તમે ઘરે બેઠા જ તમામ મુશ્કેલીનો ઉપાય મેળવી શકશો. તમારે પીએફના કામ માટે પીએફ ઓફિસ પણ જવું પડશે નહીં.
જાણો શું છે આ નંબર અને મળશે કઈ સુવિધાઓ

ઈપીએફઓની આ વોટ્સએપની હેલ્પલાઈન સેવા 138 ક્ષેત્રીય કાર્યાલયમાં શરૂ થઈ છે. ઈપીએફઓ ખાતાધારક વોટ્સએપ મેસેજ કરીને પોતાના વિસ્તારનો નંબર જાણવા માટે https://ift.tt/3vHsnaf પર ક્લિક કરી શકે છે. આ સિવાય પીએફ વોટ્સએપ નંબર ઈપીએફઓ સિવાય પણ અન્ય ફીચર્સને જોઈ શકે છે જેમાં ઈપીઆઈજીએમએસ સીપીજીઆરએએમએસ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને 24 કલાક કોલ સેન્ટરની સુવિધાનો પણ લાભ આપે છે. આ દરેક પ્રકારની સુવિધા પીએફ ખાતા ધારકો માટે શરૂ કરાઈ છે.

ઈપીએફઓની કોશિશ છે કે લોકો પોતાની મહેનતની કમાણી કાઢતી સમયે કોઈ આંટા ફેરામાં ફસાય નહીં. જ્યારે પણ ખાતેદાર પીએફ કાર્યાલયમાં જાય છે તો કોઈ વચેટિયાના ચક્કરમાં ફસાઈ જાય છે અને તેમને મોટું નુકસાન સહન કરવું પડે છે. સરકારની કોશિશ છે કે ઓનલાઈનની મદદથી ખાતેદારો પોતાની સમસ્યા જાતે જ ઉકેલી શકે અને તેમને તેમની મહનેતની કમાણી મળી રહે. ઓછા સમયમાં રૂપિયા ટ્રાન્સફર થવાથી લોકોની સિસ્ટમ પર ભરોસો કરવાની શક્તિ પણ વધશે અને તેમના રૂપિયા પણ તેમની પાસે જ રહેશે.
કોરોનાએ પીએફ એકાઉન્ટ પર પણ દેખાડી અસર

કોરોના મહામારીની અસર લોકોની આ પીએફની કમાણી પર પણ થઈ છે. 2019-20માં 9 મહિનામાં 66 લાખ એકાઉન્ટ બંધ થયા છે. અત્યારે કુલ એક્ટિવ ઈપીએફ એકાઉન્ટની સંખ્યા 5 કરોડની છે. જ્યારે કોઈની નોકરી જતી રહે કે પછી વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ આ એકાઉન્ટ બંધ કરવામાં આવે છે. છેલ્લા 9 મહિનામાં નોકરી છૂટી જવાના કારણે આજીવિકા ચલાવવા માટે 71 લાખ જેટલા પીએફ એકાઉન્ટ બંધ થયા છે અને તેમાંથી કુલ રકમ અંદાજે 73 કરોડથી પણ વધારે રૂપિયાનો ઉપાડ થયો હોવાનું જાણવા મળી રહ્યું છએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પીએફ ખાતા ધારકો માટે આવ્યા સારા સમાચાર, હવે એવી સુવિધા શરૂ કરાઈ કે મળશે ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો