ગુજરાતના આ શહેરોમાં જાવો તો ખાસ સાચવજો, ત્યાં થાય છે કંઇક એવું કે…જે જાણીને તમે પણ ડરી જશો
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતમાં ૨૧ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે અને ૪૬ હજાર કરતા વધારે વ્યક્તિઓ ઘાયલ થઈ ગયા છે. આ સંખ્યા ગુજરાત રાજ્યની વિધાનસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બુધવારના રોજ વિધાનસભામાં રાજ્યમાં માર્ગ અકસ્માતોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

ગૃહ વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં જ માર્ગ અકસ્માત =માં કુલ ૨૧૫૨૯ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે અને ૪૬૧૪૬ વ્યક્તિઓ જખમી થઈ ગયા છે. ૧૨૭૭ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવાની સાથે સુરત ગ્રામીણ પોલીસના અધિકારક્ષેત્રમાં મહત્તમ મૃત્યુ નોંધવામાં આવ્યા છે.

ત્યાર પછી અમદાવાદ શહેરમાં ૧૦૭૫ વ્યક્તિઓ, વલસાડ ૯૯૮ વ્યક્તિઓ, બનાસકાંઠા ૯૭૧ વ્યક્તિઓ, વડોદરા ગ્રામીણ વિસ્તાર ૯૪૭ વ્યક્તિઓ, ભરૂચ જીલ્લામાં ૯૧૭ વ્યક્તિઓ, અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં ૯૨૩ વ્યક્તિઓ અને સુરત શહેરમાં ૮૦૮ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે.
અકસ્માત રોકવા માટે સરકાર દ્વારા ફ=ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે.: સીએમ.
પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે, ખેડા જીલ્લામાં ઓછામાં ઓછા ૨૩૪૯ વ્યક્તિઓ ઘાયલ થઈ ગયા છે. ત્યાર પછી સુરત શહેરમાં ૨૧૭૫ વ્યક્તિઓ, ભરૂચ શહેરમાં ૧૮૦૧ વ્યક્તિઓ, ગાંધીનગરમાં ૧૭૯૪ વ્યક્તિઓ, ગોધરામાં ૧૭૯૬ વ્યક્તિઓ અને વડોદરામાં ૧૭૨૨ વ્યક્તિઓ જખમી થઈ ગયા છે. એ જ સમયે ગૃહ વિભાગને સંભાળનાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગૃહ વિભાગ દ્વારા અકસ્માતોને ઘટાડવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં રસ્તા પર થતા અતિક્રમણને દુર કરવા માટે, તાલીમ અને જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા, શહેરોમાં સ્કુલ વાન માટે ગતિ મર્યાદા અને નિયમિતપણે ચેક- ઈન કાર્યવાહી વિષે સૂચનાઓ આપવાનું સામેલ કરવામાં આવ્યા છે.
રસ્તાના કિનારે સુઈ રહેલ ૧૫ મજૂરો પર ડમ્પર ફરી વળ્યું હતું.

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં જાન્યુઆરી, ૨૦૨૧માં જ એક ડમ્પર દ્વારા ૧૫ જેટલા મજુરોને કચડી નાખવામાં આવ્યા હતા. સુરત જીલ્લાના કોસંબામાં ૧૫ મજૂરોના મૃત્યુ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૧૨ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા, જયારે જખમી થયેલ ૮ મજૂરો માંથી ૩ મજુરોના મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મજૂરો રાજસ્થાન રાજ્યના નિવાસી હતા. જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતના આ શહેરોમાં જાવો તો ખાસ સાચવજો, ત્યાં થાય છે કંઇક એવું કે…જે જાણીને તમે પણ ડરી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો