હવે આ ડોક્યૂમેન્ટ વગર જ મળી જશે ફ્રીમાં ગેસ સિલિન્ડર, જાણો મોદી સરકારની આ મોટી ભેટમાં તમને શું થશે બીજો મોટો ફાયદો
ઓઈલ સેક્રેટરી તરુણ કપૂરે કહ્યુ કે મોદી સરકાર આવનારા 2 વર્ષમાં 1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે. તેમાં રેસિડન્ટ પ્રૂફ જરૂરી રહેશે નહીં. સરકારે આવનારા 2 વર્ષમાં 1 કરોડથી પણ વધારે ફ્રી એલપીજી કનેક્શન આપવાનું અને લોકોને રસોઈ ગેસ સરળતાથી પહોંચાડવાની યોજના તૈયાર કરી છે. આ યોજના દેશમાં 100 ટકા લોકો સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની તૈયારીના ભાગ રૂપે છે. પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે કહ્યું કે ઓછામાં ઓછા ઓળખ ડોક્યૂમેન્ટની સાથે અને વિના રેસિડન્ટ પ્રૂફ કનેક્શન આપવાની યોજના તૈયાર છે. આ સિવાય ગ્રાહકોને જલ્દી એક વિતરકથી બંધાયેલા રહેવાના બદલે તેમની પડોશના 3 ડીલરથી એક રિફિલ સિલિન્ડર પ્રાપ્ત કરવાનો પણ વિકલ્પ આપવામાં આવશે.
4 વર્ષમાં 8 કરોડ લોકોને અપાયા છે ફ્રી એલપીજી કનેક્શન

કપૂરે કહ્યું કે ફક્ત 4 વર્ષમાં ગરીબ મહિલાના ઘરમાં રેકોર્ડ 8 કરોડ ફ્રી એલપીજી કનેક્શન અપાયા છે. જેનાથી દેશમાં એલપીજી ઉપયોગકર્તાની સંખ્યા 29 કરોડની થઈ છે. બજેટમાં ઉજ્જવલા યોજનાના આધારે 1 કરોડથી વધારે ફ્રી રસોઈ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરાઈ છે. આ સાથે 2 વર્ષમાં 1 કરોડ કનેક્શન આપવાનું લક્ષ્ય છે. તેઓએ કહ્યું કે આ યોજનાના આધારે રસોઈ ગેસના કનેક્શનની સાથે પ્રતિ કનેક્શન 1600 રૂપિયા આપવાની યોજના છે.
29 કરોડ ઘરમાં એલપીજી કનેક્શન

સચિવે કહ્યું કે અમે એ લોકોનું અનુમાન કર્યું છે જે હજુ પણ એલપીજી કનેક્શન વિનાના છે. આ સંખ્યા 1 કરોડ છે. ઉજ્જવલા યોજના બાદ ભારતમાં એલપીજી વિનાના ઘણા ઓછા ઘર છે અમારી પાસે એલપીજી કનેક્શનની સાથે લગભગ 29 કરોડ ઘર છે. એક કરોડ કનેક્શનની સાથે અમે લગભગ 100 ટકા ઘરો સુધી એલપીજી કનેક્શન પહોંચાડી દઈશું.
એપ્રિલ સુધી ઘટી શકે છે પેટ્રોલ ડીઝલની સાથે ગેસની કિંમતો પણ

પેટ્રોલ ડીઝલી વધતી કિંમત પર પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ કે એપ્રિલમાં ઘટી શકે છે. તેઓએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશથી તેલનું ઉત્પાદન વધારવા માટે કહેવાયું છે જેથી ભારતની સામાન્ય જનતાને વધતી કિંમતોથી રાહત મળી શકે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે શિયાળાના કારણે ડીઝલ પેટ્રોલની કિંમતો વધી છે. શિયાળામાં આવું થાય છે. શિયાળો ખતમ થતાં જ ભાવ ઘટી જશે.
ફેબ્રુઆરીમાં 100 રૂપિયા મોંઘો થયો હતો ગેસ સિલિન્ડર

25 ફેબ્રુઆરીએ ફરી રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો થયો હતો. આમ આ મહિને સિલિન્ડર 100 રૂપિયા મોંઘો થયો હતો. કિમતોમાં વધારા બાદ દિલ્હીમાં સબ્સિડી વિનાના 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થયો તો કોલકત્તા 820.50 રૂપિયા, મુંબઈમાં 794 રૂપિયા અને ચેન્નઈમાં 760 રૂપિયા થયો છે.
સરકાર દ્વારા સીધી રૂ. 1,600ની સબસિડી
જ્યારે તમે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન લો ત્યારે સ્ટોવ સાથેનો કુલ ખર્ચ 3,200 રૂપિયા છે. આમાં સરકાર દ્વારા સીધી રૂ. 1,600ની સબસિડી આપવામાં આવે છે અને ઓઇલ કંપનીઓ બાકીની રકમ 1,600 આપે છે. પરંતુ ગ્રાહકોએ EMI તરીકે ઓઇલ કંપનીઓને રૂ. 1,600 ચૂકવવા પડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હવે આ ડોક્યૂમેન્ટ વગર જ મળી જશે ફ્રીમાં ગેસ સિલિન્ડર, જાણો મોદી સરકારની આ મોટી ભેટમાં તમને શું થશે બીજો મોટો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો