કોરોના હોવા છતાં ભારતમાં ઉદ્યોગપતિઓની સંખ્યા 102માંથી વધીને 140 થઈ, જાણો અદાણી અંબાણીની પરિસ્થિતિ
કોરોનાની મહામારીમાં માનવ જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. લોકો આર્થિક અને માનસિક બને તરફથી સંકડામણમાં ઘેરાયા હતાં. આ સાથે સેંકડો લોકોની કરેલી બચત વપરાય ગઈ હતી. આ વચ્ચે ચોકાવનારી માહિતી બહાર આવી છે. આ માહિતી મુજબ જાણવાં મળી રહ્યું છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 102 અબજપતિઓની કુલ સંખ્યા નોંધાઈ હતી જે આ વર્ષે વધીને 140 થઈ ગઈ છે.

છેલ્લા 6 મહિનામાં અબજોપતિઓની યાદીમાં ઘણા નવા નામ જોડાયા છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મુકેશ અંબાણી 84.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવાં મળ્યું છે. આની પાછળનું કારણ કંપનીની માર્કેટ મૂડી વધી અને પરિણામે અંબાણીની સંપત્તિમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રિલાયન્સને ડિજિટલ અને ઇ-કોમર્સ એકમોમાં મોટા રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણથી ફાયદો થયો છે. વર્ષ 2020માં તેની બજારની મૂડી લગભગ બમણી થઈ હોવાની માહિતી મળી છે. રિલાયન્સ માર્કેટ કેપના મામલે 200 અબજ ડોલરનો આંકડો પાર કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ છે. ફેસબુક, ગૂગલ જેવા દિગ્ગજોએ તેના ડિજિટલ એકમમાં નાણાંનું રોકાણ કર્યું હતું જેનાં પરિણામે જ આજે મુકેશ અંબાણીનું નામ વિશ્વની સૌથી વધુ સંપત્તિની દ્રષ્ટિએ ચોથા સ્થાને જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી માત્ર ભારત જ નહીં પણ એશિયામાં પણ સૌથી ધનિક વ્યક્તિ બની ગયાં છે. તે પછી ગૌતમ અદાણી (5૦.5 અબજ ડોલર) અને શિવ નાદર (25.5 અબજ ડોલર) ભારતના ધનિક વ્યક્તિનાં લિસ્ટમાં જોવાં મળે છે. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ફોર્બ્સનાં લિસ્ટમાં આગળ દેખાઈ રહ્યાં છે. ફોર્બ્સનાં લિસ્ટમાં તે 20માં સ્થાને આ વર્ષ દરમિયાન રહ્યાં છે.
આ સાથે વાત કરવામાં આવે છૂટક બજારના દિગ્ગજ ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી ચોથા સ્થાને છે. જાણવાં મળી રહ્યું છે કે, તાજેતરમાં તેમણે 1 હજાર કરોડનો બંગલો ખરીદ્યો છે. દમાણીનો આ બંગલો ભારતના આલીશાન બંગલાઓમાંનો એક છે. તે દક્ષિણ મુંબઇના મલાબાર હિલ્સમાં આવેલો છે. રાધાકિશન દમાણી પાસે 16.5 બિલિયન ડોલર સંપત્તિ છે. આ પછી નામ આવે છે કોટક મહિન્દ્રા બેંકના સ્થાપકનું. કોટક મહિન્દ્રા 15.9 બિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે છે.

ત્યારબાદ સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનું નામ આ લિસ્ટમાં શામેલ છે જે 14.9 બિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. આ લ્સ્ટમાં આગળના નામો વિશે વાત કરીએ તો કુમાર મંગલમ બિરલા 12.8 અબજ સાથે સાતમા સ્થાને છે. જાણવાં મળી રહ્યું છે કે સાયરસ પૂનાવાલાને આંચકો લાગ્યો છે. આ ટાટા વિવાદની અસર દર્શાવે છે. સાયરસ પૂનાવાલા 12.7 બિલિયન ડોલર સાથે આઠમા ક્રમે છે.

આ પછી નવમાં નંબર પર દિલીપ સાંઘવી છે. તેની કુલ સંપત્તિ 10.9 બિલિયન ડોલર છે. એરટેલના ડાયરેક્ટર સુનીલ ભારતી મિત્તલ દસમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 10.5 બિલિયન ડોલર છે. 100 અબજ ડોલરથી વધારેવાળા માટે આ ત્રીજું જૂથ છે આમાં અદાણી ગ્રુપનું નામ શામેલ છે. વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું બંદરથી વીજ ક્ષેત્ર સુધીના જૂથમાં 100 અબજ ડોલરથી વધુની માર્કેટ કેપિટલાઈઝેશન પ્રાપ્ત કરનાર દેશનો ત્રીજુમાં નામ છે. આ જૂથની છ લિસ્ટેડ કંપનીઓમાંથી ચારનું માર્કેટ કેપિટલાઈઝેશન મંગળવારે વધારે જોવાં મળ્યું હતું.
શેરબજારમાં ઉપલબ્ધ માહિતી મુજબ મંગળવારે કામકાજ બંધ થયા પછી અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7.84 લાખ કરોડ પર પહોંચ્યુ હતું. ટાટા જૂથ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અદાણીએ 3 નબર પર રહ્યું હતું. જે પછી તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 100 અરબ ડોલરને પાર કરી ગયું છે.

મળતી માહિતી મુજબ ગૌતમ અદાણીએ 1980ના દાયકામાં કોમોડિટી વેપારી તરીકે કામ શરૂ કર્યા પછી બે દાયકામાં મોટા ઉદ્યોગપતિનો દરજ્જો મેળવ્યો હતો. આજે તેમનો વ્યવસાય ખાણો, બંદરો અને પાવર પ્લાન્ટથી માંડીને એરપોર્ટ, ડેટા સેન્ટરો, શહેર ગેસ અને સંરક્ષણ ક્ષેત્રો સુધીનો છે. આ બધાં આંકડાઓ મુજબ ગત વર્ષે 102 અબજપતિઓની કુલ સંખ્યા હતી જેમાં હવે વધારો થઈ ગયો છે. હવે આ આંકડો 140 પહોચી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોના હોવા છતાં ભારતમાં ઉદ્યોગપતિઓની સંખ્યા 102માંથી વધીને 140 થઈ, જાણો અદાણી અંબાણીની પરિસ્થિતિ"
ટિપ્પણી પોસ્ટ કરો