બાળકોને કોરોના નહીં થાય! આ કંપનીનો દાવો… ‘અમારી વેક્સિન લગાવો તો 15 વર્ષ સુધી બાળકો 100% સુરક્ષિત’
BioNTech-Pfizerએ એમની કોવિડ 19 વેકસીન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100% અસરકારક હોવાનો દાવો કર્યો છે. કંપની હવે પછીના સ્કૂલ સેશન પહેલા બાળકો માટે આ વેકસીનેશનની મંજૂરીની પરવાનગી મળી જાય એવી આશા રાખી રહી છે. કંપની તરફથી બુધવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે ફેઝ 3નું ટ્રાયલ અમેરિકામાં 2260 કિશોરો પર કરવામાં આવ્યું હતું અને આ ટ્રાયલ 100% પ્રભાવિત સાબિત થયું અને એને મજબૂત એન્ટીબોડી રિસ્પોન્સ આપ્યો.

Pfizerના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્બર્ટ બાઉલાએ કહ્યું કે અમે આ ડેટા આવનારા થોડા સપ્તાહમાં અમેરિકન નિયામક એફડીએ સમક્ષ રજુ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમે આવતા સ્કૂલ યર શરૂ થતાં પહેલાં 12થી 15 વર્ષ ઉંમરના વર્ગ માટે વેકસીનેશન શરૂ કરવાની આશા રાખી રહ્યા છે. બીજી બાજુ જર્મન કંપની BioNTechના મુખ્ય કાર્યકારીએ કહ્યું કે કિશોરો માટે વધુ સુરક્ષિત વેકસીન દર્શાવનાર આ પરિણામ ખૂબ જ ઉત્સાહજનક છે.

તમને જણાવી દઈએ કે ઘણા દેશોમાં આવા વયસ્કોને કોવિડ 19ની રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે જે કોરોના વાયરસના સંક્રમણની બાબતમાં ખૂબ જ સંવેદનશીલ ગણી શકાય છે. ફાઇઝરની વેકસીન 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને લગાવવાની અનુમતિ છે. પણ મહામારીને રોકવા માટે બધા જ ઉંમરના બાળકોને રસી આપવામાં આવે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સાથે જ એનાથી મોટા ધોરણોમાં ભણતા બાળકોનો શાળાએ જવાનો રસ્તો સાફ થઈ શકે છે. ફાઇઝરે જણાવ્યું કે 12થી 15 વર્ષના 2260 અમેરિકન કિશોરો પર કરવામાં આવેલા અભ્યાસના પ્રારંભિક આંકડાઓ અનુસાર કોરોના વાયરસના બધા જ ડોઝ લઈ ચૂકેલા કોઈપણ બાળકને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો કોઈ જ કેસ સામે નથી આવ્યો. આ એક લઘુ અભ્યાસ છે જેને હજી સુધી પ્રકાશિત કરવામાં નથી આવ્યો.

કંપનીએ કહ્યું છે કે આ અભ્યાસ 2 વર્ષ સુધી ચાલુ રહેશે જેથી લાંબાગાળાની સુરક્ષા વિશે વધુ જાણકારી ભેગી કરી શકાય. બોસ્ટન કોલેજના ડોકટર ફિલિપ જે લેડ્રિગનએ કહ્યું છે કે આ અભ્યાસનું પરિણામ સાહસ વધારનારૂ છે. આ અભ્યાસમાં સામેલ રહેલા ફિલિપ જે લૈડ્રિગને કહ્યું કે બાળકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી રાખવાના નિયમનું પાલન કરવાનું ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ એવી વસ્તુ મળવી જેનાથી એમને અતિ સુરક્ષિત રાખી શકાય, એ આપણા બધા માટે ખૂબ જ સારી વાત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બાળકોને કોરોના નહીં થાય! આ કંપનીનો દાવો… ‘અમારી વેક્સિન લગાવો તો 15 વર્ષ સુધી બાળકો 100% સુરક્ષિત’"
ટિપ્પણી પોસ્ટ કરો