આ અભિનેત્રીની હિમત્તને પણ દાદ આપવી પડે, કોરોનાના કહેર વચ્ચે પુરું કરી નાંખ્યું 3 ફિલ્મનું શૂટિંગ
કોરોનાની સ્થિતિ વચ્ચે ફિલ્મ કે એડનાં શૂટિંગ માટે જઈ રહેલાં અભિનેતાઓ અને અભિનેત્રીઓની તસવીરો હવે અવાર નવાર જોવાં મળી રહી છે. થોડાં દિવસ પહેલાં અનુષ્કા અને કરીનાની આવી તસવીરો સામે આવી હતી.

આ વચ્ચે સમચાર મળી રહ્યાં છે કે ક્રિતી સેનન પણ પોતાની ફિલ્મની શૂટિંગ કરી રહી છે. મળતી માહિતી મુજબ ક્રિતી સેનન થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘નવી યાત્રાની શરૂઆત… આદિપુરુષ. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે.

ક્રિતી સેનને શૂટિંગને નિયત સમયમાં પૂર્ણ કરી છે જેની પાછળનું કારણ છે કે તે અને તેના પ્રોડક્શન હાઉસએ તમામ સાવચેતી પગલાઓ સાથે સલામતીના તમામ પ્રોટોકોલોનું પાલન કર્યું હતું. જો કે આ કોઈ સહેલી વાત નથી પરંતુ તેઓએ આ કરી બતાવ્યું છે.

જાણવા મળ્યું છે કે બોલીવુડ અભિનેત્રી ક્રિતી સેનન તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના ઝીરોમાં હોરર કોમેડી ફિલ્મ ભેડિયાનાં શૂટિંગનું શિડ્યુલ પૂર્ણ કર્યા પછી મુંબઇ પરત ફરી છે. અમર કૌશિક અને વરુણ ધવન સાથે તે લાંબા સમયથી શૂટિંગ કરી રહી હતી.

હવે માહિતી મળી છે કે હાલમાં ચાલી રહેલા કોરોના કાળ વચ્ચે ક્રિતી એ ત્રણ ફિલ્મ્સનું શૂટિંગ પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. અભિનેત્રીના સાથે જોડાયેલાં લોકો દ્વારા જાણવા મળ્યું છે કે ક્રિતીએ ‘બચ્ચન પાંડે’, ‘હમ દો હમારે દો’ અને હવે ‘વુલ્ફ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે જે તેને મહામારી દરમિયાન શૂટિંગ શરૂ કરનારી ત્રીજી ફિલ્મ છે અને હવે તેનું શૂટિંગ લગભગ પૂર્ણ થયું છે. ક્રિતી જ્યારે શૂટિંગ કરતી હતી ત્યારે તે સંપૂર્ણ તાકાતે કામ કરી રહી હતી અને પૂરી તકેદારી રાખી રહી હતી.

હવે તે તેની આગામી ફિલ્મના શૂટિંગની તૈયારી કરી રહી છે જેમાં તે પહેલા આદિપુરસ માટે શૂટિંગ કરશે, જેમાં તે સીતા દેવીની ભૂમિકા ભજવશે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ‘આદિપુરુષ’ સ્ટાર પૈન ઇન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય ફિલ્મ ‘મીમી’માં સોલો લીડ રોલ કરતી જોવા મળશે.

આ પછી ટાઇગર શ્રોફ સાથે એક્શન એન્ટરટેઇનર મૂવી ‘ગણપત’ પણ સાઇન કરી છે જે આવનારા સમયમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા ક્રિતીએ ફિલ્મને લઈને તેણે એક પોસ્ટ કરી હતી. ક્રિતીએ આ પોસ્ટ કરતાં લખ્યું હતું કે યાત્રાની શરૂઆત… આદિપુરુષ. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. હું આ જાદુઈ દુનિયામાં જોડાવા માટે હું રોમાંચિત અને ગર્વ અનુભવું છું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ અભિનેત્રીની હિમત્તને પણ દાદ આપવી પડે, કોરોનાના કહેર વચ્ચે પુરું કરી નાંખ્યું 3 ફિલ્મનું શૂટિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો