મોરારીબાપુએ કહ્યું, ‘અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશું’,
હાલમાં ભારત ભરમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આવા સમયે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હાથે મંદિરના શિલાન્યાસ થાય એવા સમાચાર પણ આવી રહ્યા છે. જો કે પાછળના દિવસોમાં રામ મંદિરના ભુમીપુજન માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. મંદિર નિર્માણના ભવ્ય પ્રારંભનો સમય પણ ઘણો નજીક આવી રહ્યો છે. નિર્ધારિત મુહુર્ત પ્રમાણે ૫ ઓગસ્ટના દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે.

આવા સમયે અયોધ્યા રામ મંદિરના ભૂમી પૂજનને લઈને મોરારી બાપુએ તલગાજરડામાં પોતાની ચાલુ કથાએ જાહેરાત કરી છે કે રામ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા સૌથી પહેલા અહીથી મોકલીશું. ઉલ્લેખનીય છે કે હાલમાં તલગાજડામાં મોરારિ બાપુની ઓનલાઈન રામ કથા ચાલી રહી છે
સૌથી પહેલા ૫ કરોડ અહીંથી જાય એવી જાહેરાત

અમરેલીથી આ અંગે બાપુએ જ્યારે જાહેરાત કરી છે ત્યારે, આપને જણાવી દઈએ કે એમણે પોતાની ઓનલાઈન રામકથા દરમિયાન આ બાબતે દરેક શ્રોતાગણને હાકલ કરી છે. રામ મંદિરનું ભૂમિ પૂજન અયોધ્યામાં જયારે નિર્માણ પામવા જઈ રહ્યું છે,

ત્યારે એમાં યોગદાન માટે બાપુએ સૌથી પહેલા ૫ કરોડ અહીંથી જાય એવી જાહેરાત કરી છે. આ અંગે મોરારી બાપુ કહે છે કે સૌથી પહેલા ૫ કરોડ અહીંથી મોકલીશું, ઠાકોરજી આપણા બધાયની મનોકામના પૂર્ણ કરે. આ રકમ તુલસીપત્રના રૂપમાં અહીંથી મોકલવામાં આવશે.
શ્રોતાગણ પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે

આ બાબતે વધુમાં મોરારી બાપુએ જણાવ્યું છે કે ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે હું ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. આમ મારા ભાગ સાથે શ્રોતાગણ પાસેથી જે કાઈ પણ આવશે એ બધા જ રૂપિયા એકત્ર કરીને કુલ ૫ કરોડ રૂપિયા રામ મંદિરના નિર્માણ માટે મોકલવામાં આવશે.

વધુમાં એમણે જણાવ્યું હતું કે હું કોઈ એક વ્યક્તિને સંકેત કરું તો એ એકલા હાથે પણ આ રકમ આપી શકે છે. પણ એમ કરવું નથી, મારે આ કાર્ય માટે તમામ શ્રોતાગણ પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. આ સાથે એમણે પ્રભુની પ્રાથના કરતા ઉમેર્યું હતું કે ઠાકોરજી અમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે એ માટે અહીંથી ૫ કરોડ રૂપિયા મોકલીશું.
મોરારી બાપુ નહિ, પણ દરેક શ્રોતાગણ નિમિત બનશે

વધુમાં મોરારી બાપુએ આ રકમ અંગે જણાવ્યું હતું કે મારી કથાને જે પણ શ્રોતાગણ સાંભળે છે, તેની પાસેથી આ માટે જે પણ રૂપિયા આવશે એ બધા જ રૂપિયા મળીને 5 કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણ માટે મોકલવામાં આવશે. આ માટે કોઇ એક વ્યક્તિ પાસેથી નહિ પણ પણ દરેક શ્રોતાગણને આમાં ભાગ લેવા માટેનો આગ્રહ કરવામાં આવશે. ભગવાન પણ આ રકમ કબૂલ કરશે કારણ કે આ તુલસી દ્વારા દેવામાં આવી રહ્યા છે. જેમાં માત્ર મોરારી બાપુ નહિ, પણ દરેક શ્રોતાગણ નિમિત બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મોરારીબાપુએ કહ્યું, ‘અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશું’,"
ટિપ્પણી પોસ્ટ કરો