જિંદગી બદલતા આટલી વાર લાગે, ફ્લાઇટમાં યુવકનાં પગ પર પડી ગઈ ચા, એરલાઇન્સે ખર્ચના આપ્યાં 58 લાખ રૂપિયા!

આયર્લેન્ડમાં પ્લેનમાં મુસાફરી દરમિયાન એક યુવક સાથે જે બન્યું તે પછી તેની જિંદગી બદલાઈ ગઈ હતી. આયર્લેન્ડનો એક વતની 4 વર્ષ પહેલા ફ્લાઇટમાં ગયો હતો. આ દરમિયાન તેની સાથે એક એવી ઘટના બની હતી કે જે પછી છોકરાની માતાએ એરલાઇન્સમાં કેસ કર્યો હતો. હવે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે અને એરલાઇન્સને આ યુવાનને ઈજાને કારણે મોટી રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના આયર્લેન્ડના રહેવાસી એમર કારક્યા સાથે ડબલિનથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટમાં થઈ હતી. વોટરફોર્ડ શહેરમાં રહેતા એમેરે દાવો કર્યો હતો કે એક ગરમ ચા તેના જમણા પગ પર કેબિન ક્રૂના સભ્ય દ્વારા પડી ગઈ હતી. ચાર વર્ષ પહેલાંની જ્યારે આ ઘટનાં બની ત્યારે એમ તે ખૂબ ગભરાઈ ગયો હતો અને લાંબા સમય સુધી તેની પીડાથી પીડાયો હતો. એ ઘટના જ્યારે બની તે દરમિયાન એમેર ફક્ત 13 વર્ષનો હતો.

આ છોકરાની માતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તુર્કી એરલાઇન્સ પર કેસ દાખલ કર્યો હતો. એમેરની માતાએ કહ્યું કે ફ્લાઇટમાં તેના દીકરા સાથે જે અકસ્માત બન્યો તેમાં તેમના દીકરાને ખુબ જ ગંભીર ઇજા થઇ છે અને તે ઘણી ગંભીર માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે જેથી હવે ન્યાય મેળવવાં માટે તેણે આ કેસ દાખલ કર્યો છે.

તેણે અદાલતને કહ્યું કે ચાના કારણે એમરનો પગ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેના પુત્રના ઘાને સારૂ થવામાં ત્રણથી ચાર અઠવાડિયા થયા હતા. આ સાથે તેણે જણાવ્યું કે સારવાર બાદ પણ તેના પગમાં એક ડાઘ દેખાય છે.

એમેરની માતાએ કોર્ટને જણાવ્યું હતું કે તેની હાલત એટલી બધી ગંભીર હતી કે મારે મારા દીકરાને પ્લાસ્ટિક અને રિસ્ટ્રક્ટીવ સર્જન પાસે લઈ જવું પડ્યું હતું અને ત્યાં ડોકટરે તેને કહ્યું કે એમરના પગ પર કાયમી ડાઘ રહેવાનો ભય છે. હવે આ કેસની પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટના ન્યાયાધીશે ઇજાને કારણે એરલાઇન્સને ટર્કિશ એરલાઇન્સ એમરેને થયેલી આ ઇજા માટે 56 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 58 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "જિંદગી બદલતા આટલી વાર લાગે, ફ્લાઇટમાં યુવકનાં પગ પર પડી ગઈ ચા, એરલાઇન્સે ખર્ચના આપ્યાં 58 લાખ રૂપિયા!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel