અનેક લોકો માસ્ક પહેરતા પહેલા અને પછી કરતા હોય છે આ 5 ભૂલો, જાણો અને ચેતો નહિંંતર પડી જશે મોંઘુ
માસ્ક પહેરતા પહેલા અને માસ્ક પહેર્યા પછી મોટાભાગની વ્યક્તિઓ કરી રહ્યા છે આ પાંચ ભૂલો, જાણી લો ક્યાંક આ ભૂલ આપને
મોઘી પડી શકે છે.

કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જેઓ માસ્ક તો પહેરે છે પણ તેમને માસ્ક પહેરવા વિષેનું સાચું જ્ઞાન હોતું નથી. આ જ કારણથી
કેટલાક લોકો એવી ભૂલો કરી ડેટા હોય છે જેના પરિણામે આવી વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે. આજે આ
છે.

-આપે ઘણી વાર એવા વ્યક્તિઓને હશે જેઓ એકવાર માસ્ક પહેર્યા બાદ પોતાના માસ્કને વારંવાર સ્પર્શ કર્યા કરતા હોય છે. આવી
વ્યક્તિ ક્યારેક નાક પરથી કે પછી મોઢા પરથી પોતાના માસ્કને વારંવાર સરખું કર્યા કરતા રહે છે. આવી વ્યક્તિઓ આવી રીતે માસ્કને
સરખું કરવાની આદતએ તેમના માટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે આવું એટલા માટે કેમ કે, માસ્કની બહારની તરફના ભાગ
પર કોરોના વાયરસ સંક્રમણના વાયરસ હોઈ શકે તેવી શક્યતા હોય છે. એટલા માટે વારંવાર માસ્કને સ્પર્શ કરવો જોઈએ નહી. તેમજ
શકે છે અને આ જ માસ્કને આપણે ફરીથી પહેરી લેતા હોવાથી સંક્રમણના વાયરસ નાક અને મોઢા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી
જાય છે.

-આપે કેટલીક એવી વ્યક્તિઓ પણ જોઈ હશે જેઓ માસ્ક પહેરે છે પરંતુ તે માસ્કથી ફક્ત પોતાનું મોઢું જ ઢાંકે છે નાકને ઢાંકતા નથી
અને નાકને ખુલ્લું જ રહેવા દે છે. અમેરિકાની CDCનું માનીએ તો આપે માસ્કને એવી રીતે પહેરવું જોઈએ કે, માસ્કની મદદથી
આપનું નાક, મોઢું અને દાઢીનો ભાગ પણ ઢંકાઈ જાય. આપે એવું માસ્ક પહેરવું જોઈએ જે આપના ચહેરા પર સારી રીતે બંધબેસતું
હોય અને કોઈપણ જગ્યા ખુલ્લી રહેતી હોય નહી. જો આપ આવી રીતે માસ્ક પહેરો છો તો આપ પોતાને કોરોના વાયરસના
સંક્રમણમાં આવતા બચાવી શકો છો.
-આપે ધ્યાન રાખવું જોઈએ કે, માસ્ક પહેર્યા પછી અને માસ્ક ઉતારી લીધા પછી આપે આપના હાથને સાબુની મદદથી સાફ કરી
લેવા જોઈએ કે પછી હાથને સેનેટાઈઝ કરી લેવા જોઈએ. જેથી કરીને ધોયેલા હાથે માસ્કનો સ્પર્શ કરવાથી કોઈપણ પ્રકારના વાયરસ
આપના હાથ દ્વારા માસ્ક પર લાગશે નહી. આપે ફક્ત માસ્ક પહેરવું જ જરૂરી નથી પરંતુ સ્વચ્છ માસ્ક પહેરવું વધારે જરૂરી છે.

-જો આપ એકવાર ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્કનો ઉપયોગ કરો છો તો આપને કોઈ સમસ્યા થશે નહી. પરંતુ જો આપ
રીયુઝેબલ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો આપે માસ્કને ગરમ પાણીમાં ડીટરજન્ટ નાખીને સારી રીતે સાફ કરી લીધા પછી માસ્કને
સૂર્યપ્રકાશમાં જ સૂકવવા દેવું જોઈએ. ત્યાર બાદ આપ આ માસ્કનો ફરીથી ઉપયોગ કરી શકો છો. યોગ્ય રીતે નહી ધોવામાં આવેલ
માસ્ક આપને સંક્રમિત થવાનો ભય વધારી દે છે.
-ઉનાળાની ઋતુમાં વધારે થતી ગરમીના કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી માસ્ક ભીનું થઈ જાય છે. જો આપનું માસ્ક
ભીનું થઈ ગયું છે તો આપે તે માસ્કને તરત જ બદલી દેવું જોઈએ. WHO તરફથી આપવામાં આવતી સલાહમાં પણ આ જ
જણાવવામાં આવ્યું છે કે, ભીનું માસ્ક આપને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકશે નહી. એટલું જ નહી, આપનું માસ્ક ત્રણ
લેયર ધરાવતું હોવું પણ ખુબ જ જરૂરી છે.
0 Response to "અનેક લોકો માસ્ક પહેરતા પહેલા અને પછી કરતા હોય છે આ 5 ભૂલો, જાણો અને ચેતો નહિંંતર પડી જશે મોંઘુ"
ટિપ્પણી પોસ્ટ કરો