શું તમે જાણો છો કે Aadhaar નંબર ક્યાં આપવો જરૂરી છે અને ક્યાં નહી, UIDAI એ આપી ખાસ જાણકારી

જ્યાકે કોઈ આધારને સ્ટોર કરવાની માંગ કરે તો તમે આધાર નંબરના શરૂઆતના 8 નંબર માસ્ક કરીને તેને શેર કરો. તમારે હંમેશા આધાર કાર્ડ સાથે રાખીને ચાલવાની જરૂર રહેતી નથી.

જાણો ક્યાં જરૂરી હોય છે આધાર કાર્ડ

image source

બેંકમાં ખાતુ ખોલાવવાથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી રહે છે. પણ શું તમે જાણો છો કે આ સર્વિસનો લાભ લેવા માટે 12 અંકનો આધાર નંબર અનિવાર્ય નથી, યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આ વિશે કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે પણ આધારને સંવૈધાનિક રીતે યોગ્ય ગણાવ્યું છે અને અનેક જગ્યાઓએ તે અનિવાર્ય નથી.

સુપ્રીમ કોર્ટમાં સપ્ટેમ્બર 2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજની બેંચે આધાર કાયદાના સેક્શન 57ને ખારિજ કર્યું હતું. આ રીતે સરકારી અને ખાનગી સંસ્થા ઓળખની પુષ્ટિને માટે આધારની માંગણી કરી શકતા હતા પણ હવે આ અધિકાર ફક્ત સરકારી સંસ્થાની પાસે છે. પ્રાઇવેટ કંપનીઓ જબરદસ્તી આધાર માંગી શકે નહીં.

image source

UIDAIના આધારે બેંક એકાઉન્ટને ખોલવા માટે, નવા સિમ કાર્ડ માટે, શાળામાં એડમિશન માટે તમારી પાસે આધાર કાર્ડ જબરદસ્તી માંગી શકાય નહીં. CBSE, NEET,UGC ની પરીક્ષાઓમાં કે પછી જન્મ કે મૃત્યુના રજિસ્ટ્રેશનને માટે પણ આધાર નંબર આપવો અનિવાર્ય નથી. જો કે આ વૈકલ્પિક હોઈ શકે છે.

UIDAIના જણાવ્યા અનુસાર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે કે નવા પાન કાર્ડને માટે એપ્લાય કરતી સમયે તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે. જો તમે સરકારની કોઈ સબ્સિડીનો ફાયદો લેવા ઈચ્છો છો તો પણ તમારી પાસે આધાર નંબર હોવો જોઈએ.

image source

બેંક આધારને પ્રાથમિકતા આપવા માટે તેને અનિવાર્ય કરી શકાશે નહીં. કેવાયસીને માટે તમે કોઈ પણ સરકારી ઓળખ પત્ર જેમકે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ પણ ઓફિશિયલ વેલિડ ડોક્યૂમેન્ટ્સ છે તેને પણ આપી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આધારને પણ વૈધ ડોક્યૂમેન્ટ માન્યો છે પણ અનિવાર્ય નહીં.

image source

આધાર નંબર માંગવા કરતા પણ જરૂર છે સતર્ક રહેવાની. જ્યારે તમારી પાસે આધારની કોપી માંગવામાં આવે છે. ઓરિયર્સ લો ફર્મના વરિષ્ઠ પાર્ટનર અભિષેક દત્તા કહે છે કે જ્યારે કોઈ આધારને સ્ટોર કરવાની માંગ કરે તો તમે આધાર નંબરના શરૂઆતના 8 નંબર માસ્ક કરીને તેને શેર કરો. તમે હંમેશા આધાર સાથે રાખીને ફરો તે જરૂરી નથી. ઈ -આધાર કે એમ-આધારની સાથે તેને ડાઉનલોડેડ ફોર્મેટની વૈધ્યતા અને કોઈ તેને સ્વીકાર કરવાની ના પાડે તો તેની ફરિયાદ પણ કરી શકાય છે.

Related Posts

0 Response to "શું તમે જાણો છો કે Aadhaar નંબર ક્યાં આપવો જરૂરી છે અને ક્યાં નહી, UIDAI એ આપી ખાસ જાણકારી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel