સલમાને ખાને ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મમાંથી કપાવી નાખ્યો હતો મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રાનો રોલ, કારણકે…
બોલિવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે ઘણા ચાઈલ્ડ આર્ટિસ્ટે કામ કર્યું છે પણ જેવો પ્રેમ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની મુન્નીને મળ્યો એવો પ્રેમ કદાચ જ કોઈ અન્ય ચાઈલ્ડ આર્ટિસ્ટને મળ્યો હશે. આ ફિલ્મમાં મુન્નીનું પાત્ર હર્ષાલી મલ્હોત્રાએ ભજવ્યો હતો અને એ પછી એ રાતો રાત સ્ટાર બની ગઈ હતી. હર્ષાલી મલ્હોત્રાએ બજરંગી ભાઈજાન પછી બીજી કોઈ જ ફિલ્મ સાઈન નથી કરી જેના કારણે એમના ફેન્સને આજ સુધી નવાઈ લાગી રહી છે. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ કલાકાર ફેમસ થઈ જાય છે તો એમની પાસે ફિલ્મોની લાઇન લાગી જાય છે

હર્ષાલી મલ્હોત્રાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એ હાલના દિવસોમાં પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. હર્ષાલી મલ્હોત્રાએ કહ્યું હતું કે સાચું કહું તો મારી પાસે બજરંગી ભાઈજાન ફિલ્મ પછી ઘણી ઓફર આવી પણ એ બધી ઓફરનો અસ્વીકાર કરી દીધો કારણ કે હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. એ સાથે સાથે એ પાત્રોમાં મુન્ની જેવો દમ પણ નહોતો.”

હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની સાથે સાથે પ્રેમ રતન ધન પાયો માટે પણ શૂટિંગ કર્યું હતું. હર્ષાલી મલ્હોત્રાના કહેવા અનુસાર એમને પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સ્વરા ભાસ્કરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું જેને પછીથી સલમાન ખાને કપાવી નાખ્યું હતું. સલમાન ખાન નહોતા ઈચ્છતા કે હર્ષાલી આવા નાના નાના રોલ કરીને પોતાની લોકપ્રિયતા ખોઇ દે.

હર્ષાલી મલ્હોત્રાએ આ વિશે કહ્યું કે મેં પ્રેન રતન ધન પાયોને બજરંગી ભાઈજાન પહેલા સાઈન કરી હતી. મેં આ ફિલ્મ માટે એક કેમિયો પણ શૂટ કરી લીધો હતો પણ સલમાન અંકલે સૂરજ અંકલને કહ્યું કે મને રિપ્લેસ કરી દે. એ ઈચ્છતા હતા કે હું ફિલ્મોમાં મોટા પાત્રો ભજવ્યું”
હર્ષાલી મલ્હોત્રાએ જણાવ્યું કે એ મોટી થઈને ફિલ્મોમાં જ કરિયર બનાવવા માંગે છે. સલમાન ખાને એમની માતાને કહ્યું છે કે એ હર્ષાલીને ગ્રુમ કરે અને સાચા સમયની રાહ જોવે.

તમને જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 2008 માં થયો હતો. બજરંગી ભાઈજાનની રજૂઆત સમયે તે માત્ર 7 વર્ષની હતી. હવે હર્ષાલી 13 વર્ષની થઈ ગઈ છે.બજરંગી ભાઈજાન’ પછી હર્ષાલી ટીવી સિરિયલો ‘કુબૂલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રિશા’ માં પણ કામ કરી ચૂકી
0 Response to "સલમાને ખાને ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મમાંથી કપાવી નાખ્યો હતો મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રાનો રોલ, કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો