પુરુષો ભલે ગમે દેખાતાં હોય, પણ લગ્ન માટે તો સુંદર છોકરી જ ઇચ્છે છે….શું તમે જાણો છો આ પાછળનું કારણ?

આજની ચાણક્યનીતિમાં વાત કરીશું પુરુષો અને લગ્ન માટે તેઓ કેવી કન્યાની પસંદગી કરે છે. ચાણક્યએ જણાવ્યું છે કે પુરુષો લગ્ન માટે કેવી કન્યા ઈચ્છે છે અને તેની પાછળનું કારણ શું છે. આ ઉપરાંત ચાણક્યએ પુરુષોને એમ પણ સલાહ આપી છે કે કેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. આ ઉપરાંત નસીબદાર પતિ વિશે પણ ચાણક્યએ વાત કરી છે. ચાણક્ય અનુસાર સ્ત્રીઓ માટે પુરુષોને સમજવા મુશ્કેલ કાર્ય હોય છે અને પુરુષો માટે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. પુરુષો હંમેશાં આકર્ષણ પાછળ દોડે છે અને હંમેશા સુંદર વસ્તુઓની ઇચ્છા રાખે છે. આ સમાજે સ્ત્રીને પણ એક સુંદર વસ્તુ બનાવી દીધી છે. તેથી દરેક પુરુષ સુંદર સ્ત્રી સાથે જ લગ્ન કરવા માંગે છે.

image source

ખૂબ ઓછા પુરુષો આંતરિક સુંદરતાને મહત્વ આપે છે. આ ઉપરાંત ચાણક્યએ કહ્યું છે કે પુરુષો પોતે ગમે તેવા દેખાતા હોય છે પરંતુ તેઓ લગ્ન માટે એક સુંદર છોકરી જ ઇચ્છે છે. પછી ભલે તે સ્વભાવથી સારી હોય કે નહીં. પુરુષ એક સુંદર પત્ની વડે સમાજમાં બતાવે છે કે તે કેટલો ભાગ્યશાળી છે. ચાણક્ય અનુસાર કોઈ માણસને લાગે છે કે તેની પત્ની સુંદર નથી તેના મનને ઠેસ પહોંચે છે. આવી સ્થિતિમાં તેણે અરીસામાં જોવું જોઈએ. સુંદરતા ચહેરા પર નહીં પરંતુ હૃદયમાં હોય છે. દરેક માણસે આ સમજવું જોઈએ કે ખામી બધામાં હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ નથી હોતી. આ સાથે ચાણક્યએ કહ્યું છે કે તમે તમારી પત્ની સાથે કરેલી છેતરપિંડીને યાદ કરો. ત્યારપછી પણ જો તમારી પત્ની હંમેશાં તમારો સાથ આપે તો તમે ખરેખર નસીબદાર પતિ છો.

મિત્ર તરીકે રહો, નહિ કે પતિ-પત્ની

image source

એક સાચી મિત્રતામાં ક્યારેય ભેદ પડતો નથી. જેવી રીતે તમારા અને તમારા મિત્રની વચ્ચે કશું ન આવવ દો, એવી જ રીતે પતિ-પત્ની સાથેના વ્યવહાર પણ એવો આદર્શ હોવો જોઈએ. જો તમે તમારા મિત્રની કાળજી ના રાખો તો તમારી મિત્રતા લાંબી ન ટકે. પતિ-પત્નીને મિત્ર તરીકે ગણવામાં આવે છે. તેથી તેઓ બન્નેએ બે મિત્રોની જેમ તેમના ઘરને ચલાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચેનાં વ્યવહારમાં
શાંતિ હોવી જોઈએ. જો એ સંબંધમાં કોઈ દુઃખ હોય તો, એ એક આદર્શ પતિ-પત્નીનો સંબંધ ગણી શકાય નહિ. જો મિત્રો એકબીજાને દુઃખ ન થાય એવું ધ્યાન રાખતા હોય તો પતિ-પત્ની એ એવું ધ્યાન ન રાખવું જોઈએ ? પતિ-પત્ની વચ્ચેની મિત્રતા એ સર્વશ્રેષ્ઠ મિત્રતા છે.

વફાદારી લગ્નજીવનમાં

image source

તમારી પત્ની સિવાય બીજા કોઈની સાથે શારીરિક સંપર્ક કે સંબંધ ન હોવો જોઈએ. સૌથી વધારે જોખમ જો કંઈ હોય તો એ, એ છે કે બીજાના પતિ કે પત્ની પાસેથી સુખ લેવું. તમારી પોતાની પત્નીનો વાંધો નથી. ત્યારપછી જ કહી શકાશે કે તમે તમારી પત્નીને સિન્સિયર છો.

0 Response to "પુરુષો ભલે ગમે દેખાતાં હોય, પણ લગ્ન માટે તો સુંદર છોકરી જ ઇચ્છે છે….શું તમે જાણો છો આ પાછળનું કારણ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel