નાસ લેવાથી કોરોના વાયરસ દૂર થાય છે કે નહીં…જાણો આ વિશે શું કહે છે રિસર્ચ
લોકોમાં કોરોનાના વધતા જતા કેસ દરમિયાન ફરી એક ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે. આ ઉપાય દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે. અમે જે ઉપાય વિશે વાત કરી રહ્યા છે એ છે વરાળ લેવી. પરંતુ વરાળ દ્વારા કોરોનાને નાબૂદ કરી શકાય છે કે નહીં ? તો ચાલો અમે તમને જણાવીએ કે આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે.
કોરોનાના વધતા જતા કેસના કારણે સામાન્ય માણસથી લઈને પ્રસાશન સુધી દરેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયા છે. વાયરસના ચેપના કિસ્સામાં, મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોશિયલ મીડિયા પર વરાળ લેવાની કેટલીક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટ્સમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વરાળ દ્વારા કોરોના વાયરસનો અંત શક્ય છે. જો કે આ અંગે હજી સુધી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, તે કહેવું યોગ્ય નથી કે આ વાયરસ વરાળ લેવાથી સમાપ્ત થશે કે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ વિશે નિષ્ણાતો શું કહે છે.
શું વરાળ લેવાથી કોરોના સામે લડી શકાય છે ?

કેટલાક લોકો સલાહ આપી રહ્યા છે કે તમે 15 થી 20 મિનિટ અથવા તમે કરી શકો ત્યાં સુધી વરાળ લો. પરંતુ ન તો રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (સીડીસી) કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ પુષ્ટિ આપી નથી કે વરાળ થેરેપી એ કોરોના વાયરસનો ઉપચાર છે કે નહીં.
કોઈ પુરાવા મળ્યા નથી

જ્યારે સીડીસીએ એક મોટી ન્યૂઝ એજન્સીને કહ્યું છે કે કોરોના દરમિયાન પણ વરાળ લેવાનું જોખમી હોઈ શકે છે. સીડીસીએ એમ પણ કહ્યું છે કે હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે એવું કહેવામાં આવે છે કે સ્ટીમ લેવાની રીત કોરોનાને ખતમ કરી શકે છે કે નહીં.
સીડીસીનું માનવું છે કે વરાળ લેવાથી વ્યક્તિ દાજી શકે છે અથવા તેને કોઈ પ્રકારની ઈજા થઈ શકે છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે કોરોનાને ટાળવા માટે, ડોકટરો સલાહ આપે તે અનુસાર, તમે સામાજિક અંતરને અનુસરો અને માસ્ક લગાવો. ઉપરાંત, સમય સમય પર હાથ ધોઈ લો અને વારંવાર તમારી આંખો, મોં અને નાકને અડશો નહીં.
આ ઉપાય તદ્દન ખોટો છે

નિષ્ણાતો માને છે કે વરાળ લેવાથી તમારા નાક અને શ્વસન સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે. પરંતુ તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે તે કોરોના જેવા વાયરસને સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત આ ઉપાય પર આધાર રાખવો એ એક મૂર્ખતા હોઈ શકે છે.
શું કહે છે નિષ્ણાતો

નિષ્ણાતોના જણાવ્યા મિજબા ફેફસાં નાજુક હોય છે અને ગરમ વરાળ ફેફસાં અને વાયુમાર્ગને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન, એક તબીબી અધિકારીએ પણ અહેવાલ આપ્યો છે કે વરાળ લેવાની પદ્ધતિ શ્વસનના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે વાયરસની સારવાર તરીકે કામ નથી કરતું.
એક સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા એક એહવાલ મુજબ, તેઓ વરાળ લેવાની પ્રક્રિયાને જોખમી હોવાનું જણાવાયું છે. તેઓ કહે છે કે ગરમ પાણીના વાસણની ઉપર ટુવાલ રાખીને બેસવું તમને નુકસાન પહોંચાડે છે અથવા તમે દાજી પણ શકો છો.
આ ઉપરાંત ડોકટરના અહેવાલો અનુસાર, કોરોના માટે વરાળનો ઉપાય બિલકુલ યોગ્ય નથી. નિષ્ણાતો કહે છે કે ગરમ પાણીના ભેજ દ્વારા કોરોના વાયરસને નાબૂદ કરી શકાતા નથી. આ ઉપાય અપનાવતા વખતે, વધુ સાવચેતી રાખવી પણ જરૂરી છે. આના દ્વારા તમે ગરમ પાણીથી દાજી પણ શકો છો.
નિષ્કર્ષ

નિષ્ણાતોના અભિપ્રાય અને કરેલા સંશોધનના આધારે, એમ કહી શકાય કે વરાળ કોરોનાને સમાપ્ત કરવામાં અસરકારક નથી. જો કે, આ ઉપાય તમને થોડા સમય માટે શ્વાસ લેવામાં થતી તકલીફોથી રાહત આપી શકે છે. વળી, આ ઉપાય દ્વારા નાક ખુલી શકે છે અને કફને પણ સરળતાથી સાફ કરી શકાય છે. પરંતુ તે કોરોના વાયરસને નાબૂદ કરવાની પ્રક્રિયામાં અસરકારક ગણી શકાય નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "નાસ લેવાથી કોરોના વાયરસ દૂર થાય છે કે નહીં…જાણો આ વિશે શું કહે છે રિસર્ચ"
ટિપ્પણી પોસ્ટ કરો