માટીના ઘડાનું પાણી પીશો તો થશે આ ગજબના ફાયદાઓ…

ઉનાળાની સીઝન આવી ગઈ છે. ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સળગતી ગરમીમાં ઠંડુ પાણી પીતાની સાથે જ શરીર સંતુષ્ટ થઈ જાય છે. સામાન્ય રીતે લોકો ફ્રિજમાં રાખેલું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી. કેટલીકવાર તેનું સેવન કરવાથી ગળું ખરાબ પણ થઈ જાય છે. ફ્રિજના પાણીથી ગેસની સમસ્યા પણ ઉભી થાય છે આવી સ્થિતિમાં ‘દેશી ફ્રિજ’ એટલે કે માટીનો ઘડો શ્રેષ્ઠ છે.
ફ્રિજ આવતા પહેલા દરેક માટીના ઘડામાં રાખેલું પાણી પીતા હતા. ગામડાઓમાં તો આજે પણ ફ્રિજ કરતા વધુ માટીના ઘડાને મહત્વ આપવામાં આવે છે. તેમાં સંગ્રહિત પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડતું નથી. પરંતુ માટીના ઘડામાં રાખેલું પાણી પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેનાથી ન તો ગળું ખરાબ થાય છે કે ન તો પેટ. આટલું જ નહીં, તે તમારા થાકને દૂર કરવામાં પણ ઉપયોગી છે.
માટીના ઘડામાં પાણી સંગ્રહિત કરવાની પણ એક રીત છે. જો તમે આ ખાસ રીતે તેમાં પાણીનો સંગ્રહ કરશો, તો પાણી લાંબા સમય સુધી ઠંડુ રહેશે. આ ઉપરાંત તે તાજું અને સ્વચ્છ પણ રહેશે. તો ચાલો આપણે માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાની ટ્રિક્સ જાણીએ.
જ્યારે પણ તમે માટલું ખરીદો છો ત્યારે આ વાતનું ધ્યાન રાખો તે બરોબર પાકેલું હોવું જોઈએ. જ્યારે તમે માટલું ખરીદીને લાવો ત્યારે તેને ઠડા પાણીમાં ડૂબાડીને રાખી દો. જો તમે ઇચ્છતા હોય કે માટલાનું પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે, તો તેમાં પાણી ભરતા પહેલા તેને ભીના કપડથી લપેટો. માટલાને કોઈ છાયા વાળી જગ્યા પર રાખવું જોઈએ. આ રીતે આખો દિવસ તેનું પાણી ઠંડું રહે છે.
માટલાને હંમેશા ઠાંકીને રાખવું જોઈએ. તેની સફાઈ પણ સમયસર કરવી જોઈએ. માટલાને સાફ કર્યા પછી થોડી વાર માટે તેને તડકામાં રાખવું જોઈએ. જેથી તેમાં રહેલા જેરી પદાર્થોનો નાશ થાય.
0 Response to "માટીના ઘડાનું પાણી પીશો તો થશે આ ગજબના ફાયદાઓ…"
ટિપ્પણી પોસ્ટ કરો