આ છોકરીને પેટમાં થતો હતો ભયંકર દુખાવો, X-Rayમાં જોવા મળ્યુ ઇંડા આકારનું કંઇક એવું કે..તમને પણ આ ચા પીવાની આદત હોય તો કરી દેજો બંધ
આ છોકરીના પેટમાં થઈ રહી હતી અસહ્ય પીડા – ડોક્ટરે એક્સ-રે કરાવ્યો તો ચોંકાવનારું દ્રશ્ય આવ્યું સામે
આપણી તબિયતની સ્વસ્થતા અસ્વસ્થતા આપણા ખોરાક સાથે તેમજ આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. પણ આપણા શરીરની સ્વસ્થતાનો વધારે પડતો આધાર તો આપણી ખાણીપીણી પર જ રહેલો છે. જો કોઈ વસ્તુ ખાવામાં ખરાબઆવી જાય અથવા તો તે શરીરને અનુકુળ ન આવે તો તરત જ આપણું શરીર તે પ્રત્યે રિએક્ટ કરે છે અને આપણે બિમાર પડીએ છીએ અથવા તો આપણા શરીરમાં કોઈ નાની-મોટી સમસ્યા ઉભી થઈ જાય છે. ક્યારેક તે સમસ્યા ઘરમેળે જ દૂર થઈ જાય છે તો વળી ક્યારેક સમસ્યા મોટી હોય તો ડોક્ટરનો સહારો લેવો પડે છે.

ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત ચાથી કરતા હોય છે અને કેટલાક લોકો તો જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી તેમનો દીવસ જ નથી ઉગતો હોતો. ઘણા લોકોને તો ચાની એવી તે લત લાગેલી હોય છે કે તેઓ સાંજ પડતા સુધીમાં તો ચાના 5-6 કપ તો પી જ લેતા હોય છે. માર્કેટમાં કેટલાએ પ્રકારની ચા મળતી હોય છે જેમાં ગ્રીન ટી, બ્લેક ટી, અને હર્બલ ટીનો પણ સમાવેશ થાય છે, પણ હવે ચાની એક નવી વેરાયટી સામે આવી છે. જેને લોકો બબલ ટી કહે છે. તમને જણાવી દઈએ કે બબલ ટી બનાવવા માટે તેમાં ગોળ-ગોળ ટેપિઓકા બોલ નાખવામા આવે છે, સાથે સાથે તેમાં મોટા પ્રમાણમાં બરફ પણ નાખવામા આવે છે જેના કારણે તેને બબલ ટી કહેવાય છે. આ બબલટીએ એક 14 વર્ષિય કીશોરીને હોસ્પિટલ પહોંચાડી દીધી છે.

ચીનની એક કીશોરીને આ બબલ ટીની લત લાગી ગઈ હતી. તેણી રોજના 3થી 4 કપ બબલ ટી પીતી હતી. પણ એક સવારે આ કીશોરીના પેટમાં ભયંકર પીડા થવા લાગી હતી અને તેણીની સ્થિતિ એટલી બગડી ગઈ કે તેના પરિવારે તેણીને તરત જ હોસ્પિટલમા લઈ જવી પડી હતી. જ્યાં ડોક્ટરને પણ તેણીની પીડાનું કારણ નહોતું સમજાયું. ડોક્ટરે જ્યારે છોકરીનો સીટી સ્કેન કર્યો ત્યારે કીશોરીના પેટમાં ઇંડા આકારનુ કંઈક જોવા મળ્યું.

જ્યારે છોકરીને તેના ખાવા-પિવા વિષે પુછવામા આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેણીએ એક કપ બબલ ટી પીધી હતી પણ ડોક્ટરને તેની વાત પર વિશ્વાસ નહોતો થતો. કારણ કે તેના પેટમાં તો 100 કરતા પણ વધારે બબલ ટી બોલ્સ ભેગા થઈ ગયા હતા. ડોક્ટરના માનવા પ્રમાણે તે છોકરી રોજ 3થી 4 કપ બબલ ટી પીતી હશે. નહીંતર તેના પેટમાં આટલા બધા બોલ્સ જમા કેવી રીતે થઈ શકે.

હાલ તો ડોક્ટરોએ ઓપરેશન કરીને આ છોકરીના પેટમાંથી બધા જ બોલ્સ કાઢી લીધા છે. હવે છોકરી સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ છે. તેણીને હવે બબલ ટીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ છોકરીને પેટમાં થતો હતો ભયંકર દુખાવો, X-Rayમાં જોવા મળ્યુ ઇંડા આકારનું કંઇક એવું કે..તમને પણ આ ચા પીવાની આદત હોય તો કરી દેજો બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો