કોરોનાના હાહાકાર વચ્ચે કપડાં વોશિંગ મશીનમાં નાંખતા પહેલા ખાસ રાખો આ સાવધાની, નહિં તો તરત જ આવી જશો કોરોનાની ઝપેટમાં
કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં દેશમાં અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે અને અનેક લોકો સંક્રમિત થયેલા છે. આ સંક્રમણને અટકાવવા માટે લોકો અને સરકાર પોતપોતાની રીતે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ તેના અને તેમના પરિવારની વધુ સતર્ક રહીને સંભાળ રાખવાની જરૂર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એક એડવાઇઝરી જાહેર કરી લોકોને આવશ્યક સાવચેતીઓ દાખવવા માટે સલાહ આપવામાં આવી હતી. જેમાં વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ હતો.

એ સિવાય એક અધ્યયનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ સપાટી, કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પર અમુક કલાકો સુધી રહી શકે છે. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ અને ઘરે પરત આવો તો બની શકે કે વાયરસ તમારા કપડાં સાથે લાગીને તમારા ઘરમાં પ્રવેશી શકો. આ માટે તમારે તમારા કપડાને લઈને પણ સાવચેત રહેવાની જરૂર.છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે કોરોના વાયરસથી આપણા કપડા કઈ રીતે સુરક્ષિત રાખવા તે બાબતે જાણીશું.

ઘરે પરત ફરતા જ જેટલું વહેલું બની શકે તેટલું વહેલું હાથ ધોવાનું કામ કરી નાખવું. ત્યારબાદ તમારા કપડાં બદલીને જુના કપડાને વહેલાસર ધોઈ નાખવા. જો તરત કપડાં ધોવાનો સમય ન મળે તો એ કપડાં અલગ રાખી દેવા જેથી એ કપડાના સંપર્કમાં અન્ય કોઈ ન આવે. જો તમે ઇચ્છો તો કપડાને વોશિંગ મશીનમાં નાખી દેવા.
ભીના હાથે કપડાં ધુઓ

જો શક્ય હોય તો થોડા સમય માટે કપડાને સર્ફ નાખીને મૂકી દો. ત્યારબાદ કપડાને સાબુ વડે ધુઓ. જો તમે ઈચ્છો તો કપડાં ધોતા સમયે હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરી શકો છો અને વોશિંગ મશીન હોય તો તેમાં જ કપડાં ધોવા. ગરમ પાણીથી કપડાં ધોવાથી કપડાં સંક્રમણથી સુરક્ષિત થઈ શકે છે. બ્રિટનના રોગ નિયંત્રણ કેન્દ્ર મુજબ કપડાને ધોવા માટે પાણીનું તાપમાન 40 થી 60 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. આ રીતે કપડાં ધોવાથી કપડાં વિસંક્રમિત થઈ જાય છે. સાથે જ તમારે સારી ગુણવત્તાનો સાબુ વાપરવો જોઈએ. જો વોશિંગ મશીન ન હોય તો ગરમ પાણીમાં જ કપડાં ધોવા.
બ્લીચ વિસંક્રમણ માટે શ્રેષ્ઠ વિકલ્પ
:max_bytes(150000):strip_icc()/how-to-use-bleach-on-clothes-2146334_08-ef2c66adaaea46538259a302287ea007.jpg)
બ્લીચને વિસંક્રમણ કરવા માટેનો એક બેસ્ટ એજન્ટ માનવામાં આવે છે. જો કે બધા કપડાઓ માટે એક જ બ્લીચનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી કપડાંની રંગત જતી રહે છે. એટલા માટે જરૂરી હોય એ કપડાંમાં જ બ્લીચનો ઉપયોગ કરવો. તમે સુરક્ષાની દ્રષ્ટિએ કપડાં ધોતા સમયે તેમાં બ્લીચ ઉમેરી શકો છો.
સામાન્ય સાવચેતી

આ બધી સાવચેતીઓ સિવાય અમુક સામાન્ય સાવચેતી રાખવાની પણ જરૂર છે. તે પૈકી એ કે કપડાં ધોતા પહેલા તેને જમીન અથવા સપાટી પર ન મુકો, કપડાને સારી રીતે ધુઓ, જો ભૂલથી તમે કપડાને સપાટી પર મૂકી દો તો ઘરને સ્વચ્છ કરો. એ બાબતનું પણ ધ્યાન રાખવું કે કપડાં ધોયા બાદ હાથને હેન્ડ વોશથી વ્યવસ્થિત રીતે ધુઓ.
0 Response to "કોરોનાના હાહાકાર વચ્ચે કપડાં વોશિંગ મશીનમાં નાંખતા પહેલા ખાસ રાખો આ સાવધાની, નહિં તો તરત જ આવી જશો કોરોનાની ઝપેટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો