કોરોના સંક્રમિત અક્ષય કુમારની તબિયત લથડી, આ હોસ્પિટલમાં થયા દાખલ, ટવિટ કરીને જણાવ્યું કે…
કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા બાદ અભિનેતા અક્ષયકુમારનું સ્વાસ્થ્ય બગડ્યું, હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ખિલાડી અક્ષય કુમારને સંબંધિત મહત્વના સમાચાર મળ્યા છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા બાદ અભિનેતા અક્ષય કુમારનું સ્વાસ્થ્ય કથળી ગયું છે. આ સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેતા અક્ષય કુમારને મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલ હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પરંતુ અભિનેતા અક્ષય કુમાર કે પછી તેમની ટીમ તરફથી અક્ષય કુમારને એડમિટ કરવાની વાતને લઈને પુષ્ટિ કરવામાં આવી નથી.

આની પહેલા અભિનેતા અક્ષય કુમાર દ્વારા પોતાના ફેંસની સાથે કોરોના વાયરસથી સંક્રમિત થયાની જાણકારી શેર કરવામાં આવી હતી. અભિનેતા અક્ષય કુમારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવવાના આવ્યું છે કે, તેઓ હાલમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે. ફેંસએ અક્ષય કુમારને આશ્વત કરતા કહ્યું છે કે, તેઓ જલ્દીજ પોતાના કામ પર પાછા આવી જશે.
🙏🏻 pic.twitter.com/w9Q7m54BUN
— Akshay Kumar (@akshaykumar) April 4, 2021
ઉપરાંત અક્ષય કુમારે પણ આગ્રહ કરતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલ તમામ લોકોએ પણ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લે.
અભિનેતા અક્ષય કુમાર દ્વારા પોતાના ફેંસને જાણકારી આપવામાં આવી.

અભિનેતા અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું આપને બધાને જાણ કરવા ઈચ્છું છું કે, મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ સવારના સમયે જ પોઝેટીવ આવ્યો છે. કોરોના વાયરસના તમામ પ્રોટોકોલનું અનુસરણ કરતા મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હું હાલમાં હોમ ક્વોરન્ટાઈન થઈ ગયો છે અને હું મારી તમામ જરૂરી આરોગ્ય સાર- સંભાળ પણ રાખી રહ્યો છે. હું આપને બધાને વિનંતી કરું છું કે, જે પણ વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ વ્યક્તિઓએ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. ટૂંક સમયમાં જ હું મારા એક્શનમાં પાછો આવીશ.’
આપને જણાવી દઈએ કે, અભિનેતા અક્ષય કુમાર હાલમાં જ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ અને નુસરત ભરૂચાની સાથે પોતાની આવનાર ફિલ્મ ‘રામસેતુ’નું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મ ‘રામસેતુ’માં અભિનેતા અક્ષય કુમાર એક પુરાતત્વવિદનું પાત્ર નિભાવતા જોવા મળી શકે છે.

અભિનેતા અક્ષય કુમારએ શનિવારના રોજ મડ અઈલેન્ડ પર ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સીને એમ્પ્લોઇઝ દ્વારા પુષ્ટિ કરી લેવામાં આવ્યા બાદ અભિનેતા અક્ષય કુમારના લીધે સોમવારના દિવસે ફિલ્મનું શુટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. સુત્રો તરફથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, ફિલ્મની ફરીથી શુટિંગ શરુ કરવા માટે ઓછામાં ઓછા ૧૩ થી ૧૪ દિવસનો સમય લાગી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોના સંક્રમિત અક્ષય કુમારની તબિયત લથડી, આ હોસ્પિટલમાં થયા દાખલ, ટવિટ કરીને જણાવ્યું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો