ઉનાળામાં રાખો તમારા આહારમા સંભાળ, અપનાવી આ ડાયટ ચાર્ટ….

વધતી જતી ગરમીનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે, જેનાથી દર વર્ષે ઉનાળામાં તાપમાન વધતું જાય છે. ઉનાળાની ઋતુ નું આગમન થઇ ચૂક્યું છે,ત્યારે તમારે પહેલેથી જ તમારા આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
જો તમે ઉનાળા દરમિયાન બેદરકારી દાખવશો તો તમારા સ્વાસ્થ્ય ઉપર એની માઠી અસર થઈ શકે છે. ઉનાળા દરમિયાન વાતાવરણમાં ગરમી વધવા લાગે છે.
આવી પરિસ્થિતિમાં, તાપમાન એટલું ઊંચું થઈ જાય છે કે તે આપણા શરીરના તાપમાનને પણ વધારી દે છે. તાપમાન ના વધારા થી શરીરની ઊર્જા પણ ઘટવા લાગે છે. આથી તમારે આવા સમયે તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવાની જરૂર છે.
સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે, સૌ પ્રથમ તમારે તમારા ખોરાકની સંભાળ રાખવી મહત્વની છે.જો તમારા આહાર નો ચાર્ટ ઉનાળાની માફક આવે તેવો છે, તો તમે ગરમીની અસરોને ટાળી શકો છો.
● ઉનાળામાં રાખો તમારા આહારની સંભાળ…
ઉનાળાની ઋતુ દરમિયાન તમારે તમારા આહારની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. ઉનાળામાં મસાલેદાર અને તળેલા ખોરાક ખાવાનું ટાળો કારણ કે તે તમારા શરીરમાં આળસને વધારે છે અને આ પ્રકારના ખોરાકને સરળતાથી પચાવી શકાતો પણ નથી. તમારા ખોરાકમાં સલાડ અને લીલા શાકભાજી ને ઉમેરો, તેની સાથેજ પ્રવાહી ખોરાક પણ લો. ગરમી ની સીઝન માં ફુદીનો, ડુંગળી અને છાસનું સેવન ઘણું લાભદાયક છે.
● મોસમી ફળો ને પણ Diet Chart માં કરો શામેલ..
ઉનાળામાં રસદાર ફળો નું સેવન કરવું એ ખૂબ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં પાણીની માત્રાને જાળવી રાખે છે. ઉનાળામાં, તરબૂચ, લીચી, તરબૂચ, નારંગી, દ્રાક્ષ અને કાકડી જેવા મોસમી ફળો પણ મળે છે. આવા ફળોનું સેવન એ શરીર માટે ખૂબ લાભદાયી છે. ઉનાળાની ઋતુ દરમિયાન કેરી ખુબજ ફાયદાકારક છે. આ મોસમી ફળો તમે તમારા આહાર માં શામેલ કરી શકો છો.
● પ્રવાહી પદાર્થો નું પણ કરો સેવન..
ગરમીની અસરોને ટાળવા માટે નારિયેળનું પાણી ખૂબ ફાયદાકારક છે. સાથે જ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા લિંબુુ શરબત, શેરડીનો રસ વગેરે પણ લઈ શકીયે છીએ. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જળવાઈ રહેવાથી પર્યાપ્ત ખનિજો અને વિટામિન્સ મળે છે. ઉનાળામાં ચા અને કોફી નું સેવન ના કરવું તેના કારણે ડીહાઈડ્રેશન થાય છે.
0 Response to "ઉનાળામાં રાખો તમારા આહારમા સંભાળ, અપનાવી આ ડાયટ ચાર્ટ…."
ટિપ્પણી પોસ્ટ કરો