તમે પણ આજે જોઇલો ‘બોલીવુડના ખેલાડી’ અક્ષય કુમાર ના મુંબઈ વાળા ઘરની આલીશાન તસવીરો..
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર છેલ્લા 30 વર્ષથી બોલિવૂડ પર રાજ કરે છે. અક્ષય કુમારે વર્ષ 1991 માં ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ હતી. એક સમયે સામાન્ય છોકરા રહિ ચુકેલા અક્ષય કુમાર પછી તેની એક્ટિંગને કારણે કરોડો રૂપિયાના માલિક બની ગયા છે.
અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967 માં પંજાબના અમૃતસરમાં થયો હતો. અક્ષય કુમારનું નામ આજે આખી દુનિયામાં ઓળખાય છે. અક્ષય કુમારે દરેક પાત્રથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. આજે તેની ગણતરી હિન્દી સિનેમાના સૌથી વ્યસ્ત કલાકાર તેમજ સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી સફળ કલાકારમાં કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમારની સંપત્તિ 2400 કરોડથી વધુ છે.
અક્ષય કુમારના કેનેડા, ગોવા, લંડન જેવી ઘણી સુદર જગ્યાઓ પર સુંદર ઘર છે. અક્ષય કુમાર તેના પરિવાર સાથે મુંબઇના દરિયા કિનારે આવેલા એક સુંદર ઘરમાં રહે છે. અક્ષય કુમારનું આ ઘર ફાઈવ સ્ટાર હોટલ જેવું લાગે છે. તેમાં એશ-ઓ-આરામની દરેક ચીજો હાજર છે. ચાલો આજે અમે તમને ‘બોલીવુડના ખેલાડી’ ના મુંબઈ વાળા ઘરની તસવીરો બતાવીએ.
અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બે બાળકો, પુત્રી નિતારા અને આરવ સાથે, મુંબઈના ‘પ્રાઇમ બીચ’ જુહુના લક્ઝરી બંગલામાં રહે છે. આ ઘર પરથી સમુદ્ર સ્પષ્ટ દેખાય છે. આ દ્રશ્ય મનને મોહિત કરનારું છે. અક્ષય કુમારના ઘરનો ગાર્ડન એરિયા પણ ખૂબ જ સુંદર છે. તમે જોઈ શકો છો કે, અક્ષય અને ટ્વિંકલે તેમના ઘરમાં હરિયાળીને ખૂબ જગ્યા આપી છે.
અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી-લેખક ટ્વિંકલ ખન્નાએ ઘરનું ઈંટીરિયર કર્યું છે. મળતી માહિતી મુજબ ગ્રાઉંડ ફ્લોર પર લિવિંગ એરિયાર, ડાઈનિંગ એરિયા, કિચન, હોમ થિયેટર અને અક્ષય કુમારનો ક્લોઝેટ બનેલો છે.
આ છે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના ઘરની અંદરનો નજારો. ઘર બહારથી જેટલું સુંદર છે તેટલું જ અંદરથી પણ છે. ઘરની દિવાલો પર સુંદર તસવીરો લગાવવામાં આવી છે, જ્યારે ઘરનો સોફા સેટ પણ ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.
અક્ષય અને ટ્વિંકલના આ ઘરમાં સ્વીમિંગ પૂલને પણ જગ્યા આપવામાં આવી છે. ઘરમાં સર્સ્ટ ફ્લોર પર બેડરૂમ, પેન્ટ્રી, ટ્વિંકલ ખન્નાની ઓફિસ અને બાલ્કની છે. મોટે ભાગે આખો પરિવાર અહીં એક સાથે સમય પસાર કરે છે અને બધા લુડો અને અન્ય ઇન્ડોર ગેમ્સનો આનંદ માણે છે.
અક્ષય કુમાર એક વર્ષમાં અબજો રૂપિયાની કમાણી કરે છે. તેઓ ફિલ્મોની સાથે જાહેરાતોથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. મળતી માહિતી મુજબ અક્ષય એક એડ માટે લગભગ 5 થી 7 કરોડ રૂપિયા લે છે.
અક્ષય અને ટ્વિંકલે ઘણા કૂતરાઓને પણ પાળીને રાખ્યા છે. ટ્વિંકલ ખન્ના એક પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે, જ્યારે હવે તે લેખક બની ગઈ છે. તેમને લખવાનો ખૂબ શોખ છે, જ્યારે તેમને પુસ્તકો વાંચવાનો પણ ખૂબ શોખ છે.
આ તસવીરમાં જોઇ શકાય છે કે એક તરફ અક્ષય અને ટ્વિંકલ ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહ્યા છે, તો બીજી તરફ તેમનો કૂતરો આરામ કરી રહ્યો છે.
જણાવી દઈએ કે, અક્ષય કુમાર તાજેતરમાં કોરોનાને હરાવીને ઘરે આવ્યા છે. કોરોના થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ક્ષણે તેઓ તેમના ઘરે આરામ કરી રહ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષયની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ સૂર્યવંશી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે જ સમયે, તેમની પાસે બેલ બોટમ, રક્ષા બંધન, અત્રંગી રે, પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અડધો ડઝનથી વધુ ફિલ્મો પણ છે. લગભગ બધી ફિલ્મો સતત ચર્ચામાં રહે છે
0 Response to "તમે પણ આજે જોઇલો ‘બોલીવુડના ખેલાડી’ અક્ષય કુમાર ના મુંબઈ વાળા ઘરની આલીશાન તસવીરો.."
ટિપ્પણી પોસ્ટ કરો