આનંદ મહિન્દ્રાએ શેર કર્યો કોકાકોલાની એડનો વીડિયો, કોરોના કાળમાં જગાવી રહ્યો છે નવી આશાના કિરણો
કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી લહેરમા આંકડાઓ ખુબ જ તેજીથી વધી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં માણસ બધું બરાબર થઈ જશે તેવી અપેક્ષા સાથે દિવસો પસાર કરી રહ્યાં છે. ગયા વર્ષે પણ જ્યારે કોરોના વાયરસના કેસોમાં વધારો થયો હતો ત્યારે લોકો એકબીજાને મદદ કરવા માટે આગળ આવ્યાં હતાં. આ સમયે સોફ્ટ ડ્રિંક કંપની કોકાકોલા (કોકા-કોલા એડવર્ટાઇઝમેન્ટ)ની એક જાહેરાત ઝડપથી વાયરલ થઈ રહી છે. જે લોકોને આ સમયમાં નવી આશાના કિરણો સેવતાં રહેવું તેવી રીતે પ્રેજન્સ કરવામાં આવી છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે લોકો એકબીજાને કેવી રીતે મદદ કરે છે. આ માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આશાવાદ વ્યક્ત કરવા બદલ કોકાકોલાનો આભાર માન્યો છે. ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર પછી આ વીડિયો જારી કરવામાં આવ્યો હતો.

તે એડ હવેનાં સમયમાં પણ એટલી જ અનુરૂપ સાબિત થઈ રહી છે કે કઈ રીતે લોકો એકબીજાને મદદ માટે આગળ આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ 4 બે મિનિટ અને 14 સેકન્ડનો આ વીડિયો “માનવતાના નાયકો” માટેના સંદેશ સાથે સમાપ્ત થાય છે. તેમણે લખ્યું હતુ કે દયા અને આશાથી ગ્લાસ ભરવા બદલ આભાર..

આ એડને શેર કર્યા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે આશાવાદ. એક સાર્વત્રિક ધર્મ કે જે આપણા સૌનો હોઈ શકે છે… આભાર કોકાકોલા. આ વીડિયો તેણે 29 એપ્રિલે શેર કર્યો છે જેના પર અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. આ સાથે આ વીડિયો પર એક હજારથી વધુ લાઈક્સ અને 300 થી વધુ રિ-ટ્વીટ્સ થઈ ચૂકી છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. આવેલી કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે આ વીડિયો જોયા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા.
Optimism. A universal religion we can all belong to… Thank you Coca Cola pic.twitter.com/IAen8i4tCl
— anand mahindra (@anandmahindra) April 29, 2021
ભારતમાં આ સમયે જ્યારે પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધારે ઘાતકી સાબિત થઈ રહી છે તેવા સમયમાં આ વીડિયો એડમાં બતાવેલ આશાવાદને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ સાથે ડોક્ટરોનુ પણ કહેવુ છે કે આ સમયે હિંમત ન હારતાં એકબીજાને હુંફ આપી અને પોઝિટિવ થીંકિંગ કરનારા ઘણા લોકોને સાજા થતા તેમણે જોયા છે. આ સમયે આ એડને લોકો શેર અને લાઇક કરી રહ્યા છે.
0 Response to "આનંદ મહિન્દ્રાએ શેર કર્યો કોકાકોલાની એડનો વીડિયો, કોરોના કાળમાં જગાવી રહ્યો છે નવી આશાના કિરણો"
ટિપ્પણી પોસ્ટ કરો