શ્રી કૃષ્ણ સિરીયલના ભીષ્મ પિતામહ પાસે ભાડાના પણ નથી પૈસા, મકાન વેચાઈ ગયું, કોરોના કાળ બન્યો મુસીબતનો પર્વત
કોરોના મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરમાં જોરદાર ઉછાળા સાથે કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. કોવિડ -19થી થતાં મોતની સંખ્યાનો આંકડો આકાશ આંબી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને સારવાર મેળવવામાં માટે પણ મુશ્કેલી પડી રહી છે જ્યારે કેટલાક એવા છે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. લોકો કામના અભાવે અથવા લોકડાઉનમાં કામ અટકી જવાને કારણે લોકો આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. આ સમયે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ ટીવી કલાકારો પણ તેની જપેટમાં આવી રહ્યા છે. આ સમયે જાણવા મળ્યુ છે કે શ્રી કૃષ્ણ સિરીયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર અભિનેતા સુનિલ નાગરે પોતાની સ્થિતિ વિશે ખુલાસો કર્યો છે કે તે આજકાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

અભિનેતા સુનિલ નાગરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે તેની બધી બચત ખતમ થઈ ગઈ છે. હવે પરિવારનાં સભ્યોએ પણ સંબંધો તોડી નાખ્યા છે. આ સાથે કેટલીક વ્યક્તિગત સમસ્યાઓનાં કારણે તેણે પોતાનું મકાન પણ વેચવું પડ્યું હતું અને હવે તે ભાડાના મકાનમાં રહે છે. હવે તો સ્થિતિ એવી બની છે કે તે ભાડાના પૈસા ચૂકવવામાં પણ અસમર્થ થઈ ગયો છે.

સુનીલે આગળ વાત કરતા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ખબર નથી કે આ મુશ્કેલ સમયમાં કોને દોષ આપવો. હું કામ કરતો હતો તે સમયે ઘણી કમાણી કરી હતી. મેં ઘણાં હિટ શો કર્યા અને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. તે સમયે તો લોકોને મારું કામ પણ ખૂબ ગમ્યું હતુ. મારી પાસે કામની કોઈ જ અછત નહોતી પરંતુ આજે મારા માટે કોઈ કામ નથી.

નાના-મોટુ કઈ પણ કામ મળવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે. આથી આગળ વાત કરતા સુનીલ કહે છે કે હું એક પ્રશિક્ષિત ગાયક પણ છું. જેના કારણે થોડા દિવસો પહેલા મને રેસ્ટોરન્ટમાં ગાવાની ઓફર મળી હતી.

આ કામથી મારા રોજિંદા ખર્ચ નીકળી જતો હતો પરંતુ તે પછી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી અને બધી રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી જેથી વધારે હાલત ખરાબ થઈ ગઈ હતી. હું છેલ્લા કેટલાક મહિનાથી મારા મકાનનુ ભાડુ ચૂકવવામાં અસમર્થ છું.

સુનિલે વધુમાં જણાવ્યું કે તેણે આ સમસ્યા વિશે વાત એક મિત્રને કર્યો હતો ત્યારબાદ તેણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવાનું નક્કી કર્યું. સુનીલ કહે છે તે પછી સિન્ટાએ મારો સંપર્ક કર્યો અને તેઓએ મને ખાતરી આપી કે તેઓ મને મદદ કરશે પરંતુ મને ખબર નથી કે તે કેટલો સમય લેશે.
0 Response to "શ્રી કૃષ્ણ સિરીયલના ભીષ્મ પિતામહ પાસે ભાડાના પણ નથી પૈસા, મકાન વેચાઈ ગયું, કોરોના કાળ બન્યો મુસીબતનો પર્વત"
ટિપ્પણી પોસ્ટ કરો