માતા-પિતા ગુમાવનાર બાળકોને કોલેજ સુધી મળવું જોઈએ મફત શિક્ષણ, સોનુ સૂદે વીડિયો દ્વારા કરી સરકારને ખાસ અપીલ
કોરોના વાયરસની બીજી લહેરે વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. આ સમયે ભારતમાં પણ સ્થિતિ કાબુ બહાર થઇ છે. હોસ્પિટલોની આખી સિસ્ટમ ખોરવાઈ રહી છે. આખા દેશના લોકો ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ થવા માટે મદદ માંગતા જોવા મળે છે.
આવી સ્થિતિમાં અભિનેતા સોનુ સૂદ જેણે દરિયાદિલી દેખાડી અને લોકોની અનેક રીતે મદદ કરી છે. સમાજ સેવક સોનુ સૂદે તાજેતરમાં સરકારને એક ઉમદા અપીલ કરી છે. મળતી માહિતી મુજબ સોનુ સૂદે એક વીડિયો દ્વારા સરકારને કોરોનાની આ બીજી લહેર દરમિયાન માતા-પિતા કે બંનેને ગુમાવ્યા હોય તેવા બધાં જ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવા માટે અપીલ કરી છે.

સોનુ સૂદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તે તમામ સંસ્થાઓને અપીલ કરી છે જે આ રોગચાળા દરમિયાન એક વ્યક્તિ બીજી વ્યક્તિને મદદ કરી કરતો થયો છે. સોનુએ આ વીડિયોનાં કેપ્શનમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિ કે જેણે તેમની નજીકના કે પ્રિય વ્યક્તિને ગુમાવ્યા છે તેવાં લોકોની મદદ કરવાની આપણે જરૂર છે. અભિનેતાઓ આ વીડિયોમાં કહેતા નજરે પડે છે કે હેલો, હું આજે સરકાર તે તેવા લોકો જે આ સમયે મદદ માટે આગળ આવ્યાં છે તેને વિનંતી કરવા માંગુ છું.

આપણે જોયું છે કે કોરોનાની આ બીજી લહેરમાં ઘણા લોકોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. ઘણા એવા બાળકો છે જેમણે મા ગુમાવી છે તો કોઈએ બે જ દિવસમાં તેના પિતાને પણ ગુમાવ્યાં હોય. એવાં પણ ઘણાં લોકો છે જેમણે તેના માતાપિતા બંનેને ગુમાવી દીધા છે અને તે બાળકો ખૂબ જ નાના છે.
જેમાંથી કેટલાક તો માત્ર 10 વર્ષ અને કેટલાક 8 વર્ષના છે. આવી સ્થિતિ જોઈને થાય છે કે તેમનું ભવિષ્ય શું હશે? આથી જ હું સરકારને અપીલ કરું છું કે એક નિયમ બનાવવો જોઈએ કે આ દરમિયાન જે લોકોએ તેમના કુટુંબના સભ્યો ગુમાવ્યા છે તેવાં બાળકોને શાળાથી કોલેજ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે અને ભલે તે સરકારી શાળામાં હોય કે ખાનગી તેમનો આખો અભ્યાસ મફત થઈ શકે તે માટે પગલાં લેવા જોઈએ.

ભલે તેઓ એન્જિનિયરિંગ અથવા મેડિકલનો અભ્યાસ કરવા માંગતા હોય તેમનો અભ્યાસ મફત હોવો જોઈએ. આ પરિવારોએ તેમની કમાણી કરનાર વ્યક્તિ ગુમાવી દીધી છે તેથી તેમની મદદ થવી જોઈએ.
મળતી માહિતી મુજબ સોનુ સૂદ તાજેતરમાં જ કોરોનાથી સ્વસ્થ થયો છે અને આ કોરોનાકાળ દરમિયાન સતત લોકોને મદદ કરવા માટે આગળ આવ્યો છે. ગયા વર્ષે સોનુએ સેંકડો મજૂર કામદારો અને જરૂરિયાતમંદ લોકોને તેમના શહેરોમાં લાવવાનું કામ કર્યું હતું જેની પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી પણ સોનુ સૂદ ઘણાં લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે કહેલી આ વાતને લોકો ઘણી પસંદ કરી રહ્યાં છે. આ મુદ્દે હવે સરકારને લોકો પણ અપીલ કરી રહ્યાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "માતા-પિતા ગુમાવનાર બાળકોને કોલેજ સુધી મળવું જોઈએ મફત શિક્ષણ, સોનુ સૂદે વીડિયો દ્વારા કરી સરકારને ખાસ અપીલ"
ટિપ્પણી પોસ્ટ કરો