આ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી, તમારે આદત છે તો આજે જ છોડી દો…
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને સંપત્તિની દેવી કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મી અને કુબેરજીને સાચા મનથી યાદ કરે છે અને તેના નામના જાપ કરે છે, તો મહાલક્ષ્મી તેના જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે.
આ ઉપરાંત જો બ્રહ્મવૈવર્તપુરાણ વાંચવમાં આવે તો તમને તેમાં ઘણી બધી વાતો મળશે, જેને અપનાવવાથી તમારું નસીબ ચમકી શકે છે. ઘણી વખત લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ચક્કરમાં તેમનું દિલ દુખાવી બેસે છે.
આવી સ્થિતિમાં માતા લક્ષ્મી તે વ્યક્તિથી ગુસ્સે થઈ જાય છે અને બદલામાં તેને પૈસાની અછતનો શ્રાપ આપે છે. આટલું જ નહીં ઘણીવખત તમારી ભુલનું પરિણામ તમારા પરિવારના સભ્યો અને બાળકોને પણ ભોગવવું પડી શકે છે.
આજની આ પોસ્ટ દ્વારા અમે તમને મનુષ્યની એવી જ 8 આદત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માતા લક્ષ્મીને બિલકુલ પસંદ નથી. જો તમારા માં પણ આ આદતોમાંથી કોઈ એક આદત છે, તો આજે જ તે આદતને છોડી દો.
આ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી:
ઘણી વાર તમે જોયું હશે કે પૂજા દરમિયાન, ઘણા લોકો ભગવાનની મૂર્તિઓ અને પૂજાની સામગ્રી જમીન પર મૂકે છે. જો કે ધરતી માતા ખૂબ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ છતા પણ પૂજા સાથે સંબંધિત કોઈપણ મૂર્તિઓ અને પૂજાની સામગ્રીને જમીન પર ન રાખો. જો તમે તે મૂર્તિને જમીન પર રાખવા ઈચ્છો છો તો જમીન પર પહેલા ચાદર અથવા સ્વચ્છ કાપડ પાથરો.
જણાવી દઈએ કે ઢળતો સૂર્ય અને ચંદ્રને જોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી માત્ર મનુષ્યનું સ્વાસ્થ્ય જ બગડતું નથી પરંતુ તેના ઘરે પૈસાની અછત પણ થવા લાગે છે.
રવિવારના દિવસે ભૂલથી પણ કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. કાંસાના વાસણ રવિવારે અશુભ માનવામાં આવે છે, તેથી તે તમારા ઘર પરિવારની પ્રગતિ અને સમ્માનને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે પણ તમે બહારથી ઘરે પરત ફરો છો, ત્યારે તમારા પગને સ્વચ્છ પાણીથી જરૂર ધોઈ લો. કારણ કે તેનાથી બહારની બધી ખરાબ શક્તિઓ નાશ પામે છે અને તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં.
શારીરિક સંબંધો બનાવવી એ સૌની અગત્યની જરૂરિયાત છે. પરંતુ સૂર્યાસ્ત અથવા દિવસ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો અશુભ માનવામાં આવે છે. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને પરિવારને પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે.
ઘણા છોકરાઓને છોકરીઓને જોવાની ટેવ હોય છે. પરંતુ જણાવી દઈએ કે કોઈ પણ પુરુષે ક્યારેય પારકી સ્ત્રી તરફ નજર ન નાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આવા પુરુષોને રાક્ષસ માનવામાં આવે છે અને તેમને માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય મળતા નથી.
દિકરીઓ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે, આવી સ્થિતિમાં જે ઘરમાં છોકરીઓ અથવા મહિલાઓ અશાંતિ ફેલવે છે અથવ કોઈ ઝઘડાનું કારણ બને છે ત્યાં ગરીબી વાસ કરે છે અને પૈસાની અછત રહે છે.
વડીલોને ભગવાનની જેમ માન આપવું જોઈએ. પરંતુ જે ઘરમાં વૃદ્ધો, મહિલાઓ અથવા અતિથિઓની નિંદા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી વાસ કરતા નથી
0 Response to "આ આદતોથી નારાજ થાય છે માતા લક્ષ્મી, તમારે આદત છે તો આજે જ છોડી દો…"
ટિપ્પણી પોસ્ટ કરો