શનિની વક્રી ચાલની સાથે 15 દિવસમાં 2 ગ્રહણ મચાવશે ધમાલ, જાણો અસર
વર્ષ 2020ની જેમ 2021નું વર્ષ અનેક ખગોળીય ઘટનાઓનો સાક્ષી છે. આ ખગોળીય ઘટનાઓની સાથે અનેક વિલક્ષણ સંયોગથી પણ જોડાયેલા રહે છે. હવે 26મેનું વર્ષ 2021નું પહેલુ ચંદ્રગ્રહણ લાગ્યું છે અને 10 જૂને આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ યોજાવવા જઈ રહ્યું છે. 15 દિવસમાં સતત 2 ગ્રહણનો યોગ બની રહ્યું છે. ગયા વર્ષે 2020માં એવું થયું કે જ્યારે 1 મહિનામાં 3 ગ્રહણ લાગી રહ્યા છે. 15 દિવસમાં 2 ગ્રહણનો સંયોગ બની રહ્યો હતો. ગયા વર્ષે એટલે કે 2020માં 30 દિવસના સમયમાં 3 ગ્રહણ લાગી રહ્યા હતા. અને 15 દિવસમાં 2 ગ્રહણનો સંયોગ બની રહ્યો હતો. 15 દિવસ બાદ 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ ત્રીજું ચંદ્રગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે.

જ્યોતિષમાં કહેવાયું છે કે આટલા ઓછા સમયમાં ગ્રહણને સારું માનવામાં આવતુ નથી. તે અનિષ્ટ લાવે છે. આ અનિષ્ટમાં અનેક રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. દુનિયા માટે સમસ્યાઓ વધે છે. પ્રાકૃતિક આપદાઓ કહેર વર્તાવી રહી છે. આ સિવાય અનેક વિલક્ષણ ઘટનાઓ પણ વધે છે. ભાગ્યે જ લોકોને ખબર હશે કે મહાભારત કાળમાં પણ ગ્રહણ દેવો એક દુર્લભ ખગોળીય સંયોગ બન્યો હતો. મહાભારતના 18 દિવસના યુદ્ધ સમયે ચંદ્રગ્રહણ હતું અને 13 દિવસ બાદ સૂર્ય ગ્રહણ પણ યોજાયું હતું. સૂર્ય ગ્રહણ સમયે અર્જુને જયદ્રથનો વધ કરવામાં સફળતા મેળવી હતી. જયદ્રથનો વધ ન થતો તો યુદ્ધનું પરિણામ પણ કંઈ અલગ હોઈ શકતું હતું.

હાલમાં 26મેના રોજ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ યોજાયું હતું અને આ દિવસે વૈશાખ પૂર્ણિમા એટલે કે બુધ પૂર્ણિમા હતી અને 10 જૂને આ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. આ દિવસે શનૈશ્વર અમાસ છે જેને શનિ જયંતિના રૂપમાં પણ ઉજવવામાં આવી રહી છે. શનિદેવ 23 મે 2021ના રોજ વક્રી થયા હતા અને 141 દિવસ આ વક્રી અવસ્થામાં ગોચર કરવાના છે.

શનિદેવની વક્રી ગતિ આરંભ થયાના એક મહિનામાં ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ લાગવું એટલે કે 2 ગ્રહોનો વિશેષ ખગોળીય ઘટનામાં સંયોગ બની રહ્યો છે. આ સમયે અલગ અલગ રાશિ પર જ્યોતિષના પ્રભાવની સાથે ભૌગોલિક ઘટનાક્રમ બની રહ્યો છે. આ ગ્રહણની અસર 12 રાશિની સાથે દેશ દુનિયા પર પણ પડશે. આ કારણે પ્રાકૃતિક આપદાઓ અને ભારતની સાથે સાથે વૈશ્વિક પટલ પર પણ અનેક પ્રકારના બદલાવ થઈ શકે છે. સંકેત મળી રહ્યા છે કે આ ગ્રહણથી અનેક લોકો માનસિક રીતે પરેશાન પણ રહી શકે છે.

15 દિવસમાં 2 ગ્રહણ હોવાથી પ્રાકૃતિક મુશ્કેલીઓ કે હવામાનમાં ફેરફાર આવી શકે છે. ભારે પવન, આંધી, ભૂકંપ કે લેન્ડ સ્લાઈડની શક્યતા પણ બની રહે છે. આ સિવાય સીમાઓ પર તણાવની સ્થિતિ બની રહે તે શક્ય છે. આતંકી ઘટનાઓ અને દુર્ઘટનાઓની શક્યતા બને છે. ઔદ્યોગિક વિકાસ કાર્યોમાં ઘટાડો જોવા મળી શકે છે. 10 જૂને ગુરુવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. આ સાથે તે ભારતમાં અનેક જગ્યાઓએ આંશિક રીતે જોવા મળશે.

પણ ઉત્તર પૂર્વ અમેરિકા, યૂરોપ, ઉત્તરી એશિયા અને ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં ગ્રહણ જોઈ શકાશે. આ જગ્યાઓએ ગ્રહણની અસર રહેશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 1.42 મિનિટે શરૂ થશે અને સાંજે 6.41 મિનિટે ખતમ થશે. 5 કલાકના આ ગ્રહણમાં 3 મિનિટ 48 સેકંડનો વલયાકારની સ્થિતિ બની રહેશે.
0 Response to "શનિની વક્રી ચાલની સાથે 15 દિવસમાં 2 ગ્રહણ મચાવશે ધમાલ, જાણો અસર"
ટિપ્પણી પોસ્ટ કરો