22 વર્ષની આ મહિલા પણ ખરેખર નસીબદાર, રસી લગાવીને બની ગઈ કરોડપતિ, આખા 7 કરોડનો મેળ પડી ગયો!
હાલમાં આખા જગતમાં ચારેકોર લોકો કોરોના કોરોના જ કરી રહ્યા છે. ત્યારે નિષ્ણાંતો એવું પણ કહી રહ્યાં છે કે કોરોના સામે લડવા માટે રસી એક અક્સર ઈલાજ છે. ત્યારે હવે રસીને લઈ એક ખુબ જ અજબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. કારણ કે એક એવી પણ જગ્યાએ છે જ્યાં રસી મૂકાવનારને લોટરી પણ લાગી રહી છે અને અમુક તો કરોડપતિ પણ બની રહ્યા છે. હાલનો જ કિસ્સો છે કે અમેરિકાના ઓહિયોમાં કોરોના રસીના લીધે એક 22 વર્ષની મહિલા કરોડોની માલકિન બની ગઇ.

જો વિગતે વાત કરીએ તો રસી લગાવનારી અને લોટરી લાગનારી આ મહિલાને સરકાર દ્વારા વેક્સીનેશનલ પ્રમોટ કરવા માટે શરૂ કરાયેલ લોટરી યોજનાની પહેલી વિજેતા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં 14 વર્ષના વિનર તરીકે પણ પસંદ કરાયા છે. એટલું જ નહીં એક 14 વર્ષના યુવકને ફૂલ સ્કોલરશિપ પણ આપવામાં આવી છે. એટલે કે કોલેજ દરમ્યાન પોતાની ફી પર એક પણ પૈસા ખર્ચ કરશે નહીં અને પોતે મફતમાં જ ભણી શકશે. જો આ રાતોરાત કરોડોની માલિકન બનનાર Abbigail Bugenske વિશે વાત કરવામાં આવે તો એને વિશ્વાસ થઇ રહ્યો નથી કે રસીનો એક ડોઝ તેને આટલું બધું અપાવી શકે છે.

આ વિશે વાત કરતાં મહિલાએ કહ્યું કે જ્યારે મને ઇનામ જીતવા અંગે ખબર પડી તો એ સમયે એક જૂની કાર ખરીદવા જઇ રહી હતી. પરંતુ હવે હું નવી કાર ખરીદી શકીશ અને પરિવાર સાથે મજા કરી શકીશ. તો વળી એ જ રીતે સ્કોલરશિપ જીતનાર છોકરાના પેરેન્ટસ પણ સરકારની આ યોજનાથી ખૂબ ખુશ છે અને પ્રશંસા કરી રહ્યાં છે.

કોરોના વાયરસ મહામારીનો સામનો આખી દુનિયા કરી રહ્યું છે અને હવે લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો પૈસા અંગે વાત કરવામાં આવે તો રિપોર્ટના મતે લોટરી જીતનારા તમામ લોકોને 10 લાખ ડોલર એટલે કે અંદાજે 7.2 કરોડ રૂપિયા મળશે.

આ સાથે જ માઇક ડેવિને આ કેસમાં સમગ્ર વાત કરતાં જણાવ્યું હતું કે અંદાજે 27 લાખ લોકોએ પહેલાં સપ્તાહની લોટરી માટે અરજી કરી દીધી છે. લોટરીના નિયમો પ્રમાણે દર સપ્તાહે પાંચ અલગ-અલગ વિજેતાઓને વિજેતા જાહેરાત કરાશે. એ જ રીટે લોટરીની જો સિસ્ટમ વિશે વાત કરવામાં આવે તો લોટરીમાં સામેલ થવા માટે બે કેટેગરી બનાવામાં આવી છે. વયસ્કો માટે 18 વર્ષથી વધુ અને ઓહિયોના મૂળ નિવાસી હોવા જોઇએ. જ્યારે 12 થી 17 વર્ષના યુવાનો માટે અલગ લોટરી સિસ્ટમ રખાઇ છે. બીજી કેટેગરીમાં કોઇ કેશ પ્રાઇઝ નહીં પરંતુ 12 થી 17 વર્ષના યુવાનોને ચાર વર્ષની સ્કોલરશિપ મળશે. તેમાં ટ્યુશન અને રૂમનો ખર્ચ પણ સામેલ થશે. ત્યારે સરકારની આ સ્કીમની પણ હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
0 Response to "22 વર્ષની આ મહિલા પણ ખરેખર નસીબદાર, રસી લગાવીને બની ગઈ કરોડપતિ, આખા 7 કરોડનો મેળ પડી ગયો!"
ટિપ્પણી પોસ્ટ કરો