કોરોના, મ્યુકરમાઇકોસીસ પછી હવે વ્હાઇટ ફંગસનો ભોગ બની રહ્યા છે લોકો, પટનામાં આવ્યા 4 કેસ.

કોરોના અને બ્લેક ફંગસ (મ્યુકરમાઈકોસિસ)ની સાથે હવે બિહારના પટનામાં એક નવા સંક્રમિત રોગે પગપેસારો કર્યો છે. પટનામાં આ નવા રોગથી સંક્રમિત 4 દર્દીઓ મળી આવતા સનસનાટી મચી ગઇ છે

image source

‘વ્હાઈટ ફંગસ’ નામનો આ રોગ બ્લેક ફંગસ કરતા પણ વધુ ઘાતક તો છે જ પણ ખૂબ જ ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવો છે. આ રોગ દર્દીનાં શરીરનાં વિવિધ અંગો જેવા કે- ફેફસાં, ચામડી, નખ, મોઢાની અંદરનો ભાગ, પેટ, આંતરડાં, કિડની, ગુપ્તાંગ અને

મગજને પણ સંક્રમિત કરે છે.

image source

મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં એવા 4 દર્દીઓ મળી આવ્યા હતા જેમાં કોરોનાના લક્ષણો જણાઈ રહ્યા હતા, પણ જ્યારે આની વધુ તપાસ કરાઈ તો સામે આવ્યું હતું કે તેઓ ‘વ્હાઈટ ફંગસ’નાં રોગથી સંક્રમિત થઈ ચૂક્યા છે. દર્દીઓનાં કોરોનાનાં

એન્ટિજન, રેપિડ એન્ટિબોડી અને RT-PCR જેવા તમામ ટેસ્ટ નેગેટિવ હતા.

આ નવા રોગથી પીડિત દર્દીઓને જ્યારે વાઈરસ ફંગલ દવાઓનો કોર્સ કરાવવામાં આવ્યો એ પછી તેઓ સાજા થઈ ગયા હતા. આ દર્દીઓમાં એક પટનાનાં ચર્ચિત સર્જન પણ સામેલ છે, જેને કોરોના વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વધુ સારવાર અને ટેસ્ટ કરતાં સામે આવ્યું હતું કે તેઓ વ્હાઈટ ફંગસનો ભોગ બન્યા છે. એન્ટી ફંગલ દવાઓનો કોર્સ કરાવ્યા પછી એમનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાંમાં જે સંક્રમણ ફેલાય છે, તે પણ કોરોના મહામારીનાં સક્રમણ જેવું જ દેખાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓનાં રેપિડ ટેસ્ટ અને RT-PCR પણ નેગેટિવ આવે છે.

image source

એચઆરસીટીમાં કોરોના જેવા લક્ષણો (ધબ્બાઓ)ની હાજરીમાં, રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાવવું જોઈએ. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓનાં ફેફસાં પણ વ્હાઈટ ફંગસ રોગથી સંક્રમિત થઈ શકે છે. બેલ્ક ફંગસ જેવી રીતે સંક્રમણ ફેલાવે છે, તેવી જ રીતે વ્હાઈટ ફંગસ પણ માનવ શરીર પર હુમલો કરે છે.

કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક ઓછી હોય કે પછી તે ડાયાબિટીસ, એન્ટિબાયોટિક તથા સ્ટેરોઇડનું સેવન કરતી હોય તો આ રોગથી
સંક્રમિત થઈ શકે છે. મોટાભાગે કેન્સર પીડિત દર્દીઓને આ રોગનું જોખમ વધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવજાત શિશુ પણ આ રોગથી સંક્રમિત થઈ શકે છે. તેમાં ડાયપર કેન્ડિડોસિસનાં રૂપમાં આ લક્ષણ દેખાય છે. બાળકોમાં આ સફેદ ધબ્બાની જેમ દેખાય છે અને તે ઓરલ થ્રસ્ટ કરે છે. તે મહિલામાં લ્યૂકોરિયાનું મુખ્ય કારણ છે.

બ્લેક ફંગસના બુધવારે પટનામાં 19 દર્દીઓ સામે આવ્યા હતા. એમ્સમાં 8 અને IGIMSમાં 9 દર્દીઓ દાખલ કરાયા છે. IGIMSમાં બુધવારે 2 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. અહીંયા અત્યારસુધી 7 દર્દીઓની સર્જરી થઈ ચૂકી છે, જ્યારે 5ની સર્જરી હજી બાકી છે.

image source

ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

દર્દીઓનાં વેન્ટિલેટર અને ઓક્સિજનની પાઈપ જંતુ રહિત હોવી જોઇએ.

ઓક્સિજન સિલિન્ડક હ્યૂમિડિફાયરમાં સ્ટેરિલાઈઝ વોટરનો પ્રયોગ કરવો જોઈએ.

જે ઓક્સિજન દર્દીનાં ફેફસાંમાં પહોંચે છે, તે જંતુ રહિત હોવો જોઈએ.

આવા દર્દીઓનાં તમામ કોરોના ટેસ્ટ નેગેટિવ હોય અને HRCTમાં કોરોના જેવા લક્ષણો હોવા જોઈએ.

દર્દીઓનાં રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાવીની એમની લાળનો પણ મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ.

Related Posts

0 Response to "કોરોના, મ્યુકરમાઇકોસીસ પછી હવે વ્હાઇટ ફંગસનો ભોગ બની રહ્યા છે લોકો, પટનામાં આવ્યા 4 કેસ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel