હિના ખાનની આ સિક્રેટ ટિપ્સ તમે ફોલો કરશો તો તમારી સ્કિન થઇ જશે ગોરી-ગોરી
મિત્રો, હાલ આ દિવસોમા સોશિયલ મીડિયા પર ટીવી અભિનેત્રી હિના ખાનના યોગા કરતી હોય તેવા ફોટા ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ ફોટામા તેમની સુંદરતાને જોઇને લોકોએ તેમના ભરપૂર વખાણ કર્યા છે અને લોકો એ પણ જાણવા ખુબ જ આતુર છે કે, તે પોતાની ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે શું-શું કરે છે? આજે આ લેખમા અમે તમને હીનાની ફિટનેસ અને ચમકતી ત્વચા અંગેનુ રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

હાલ, થોડા સમય પહેલા મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, આપણે જે ખાઈએ છીએ તે આપણા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે. આપણો ચહેરો આપણી આંતરિક વ્યવસ્થાનો અરીસો છે. હુ દિવસમા કમ સે કમ ૧૨ ગ્લાસ પાણી પીઉ છુ. જે મારી સંપૂર્ણ સિસ્ટમને સાફ કરે છે.

આ ઉપરાંત દર બે દિવસ નાળિયેર પાણીનુ સેવન કરુ છુ, જે આપણુ પાચન મજબુત બનાવે છે. આ સિવાય નિયમિત ભોજન સાથે એક વાટકી દહી ખાવુ પણ જરૂરી છે. વધુમા તે જણાવે છે કે, તે શાકાહારી અને માંસાહારી બંને ખોરાક ખાય છે પરંતુ, તે બંને ભોજન વચ્ચે એક સંતુલન જાળવી રાખે છે. તેમનુ માનવુ એવુ છે કે, સંતુલન એ જ તંદુરસ્ત શરીરની ચાવી છે. જો તમારુ શરીર સ્વસ્થ હોય તો તમારી ત્વચા પરની ચમક એકાએક વધી જાય છે.

તે બજારમા મળતા રાસાયણિક ઉત્પાદનોને બદલે ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરે છે અને પોતાની ત્વચાની સાર-સંભાળ રાખે છે. પોતાના ચહેરા પર તાજગી જાળવી રાખવા માટે તે ટામેટાના ફેસ પેકનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે ક્યારેક ચહેરાને મુલાયમ બનાવવા માટે અને ચહેરા પરની શુષ્કતા દૂર કરવા માટે મલાઈનો પણ ઉપયોગ કરે છે.

આ સિવાય ત્વચાને નરમ બનાવવા માટે તે ઘણીવાર બાષ્પનો પણ સહારો લે છે. આ સિવાય તે ચહેરા પર દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને પણ લગાવે છે, જેથી તેની ત્વચા સુંદર અને આકર્ષક બને. સૂકા નારંગીની છાલના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને લગાવે છે તથા સ્ટ્રોબેરી, મધ અને દહીં મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબિંગ કરે છે, જેથી તેમના ચહેરાનુ સૌન્દર્ય જળવાઈ રહે છે.

આ ઉપરાંત તે અમુક રૂટીન ફોલો કરે છે જેમકે, મહિનામાં કમ સે કમ એકવાર બદામનું તેલ અને ઓલિવ ઓઇલ વાળમા લગાવવુ. વાળમા દહીં અને લીંબુનો રસ ઉમેરો અમે પછી શેમ્પૂ કરો. મહિનામાં બે વાર વાળમાં મહેંદી લગાવો. કન્ડિશનરનો ઉપયોગ ના કરો. દર ૧૫ દિવસ ચહેરાને સાફ કરો.

આ સિવાય મહિનામાં એકવાર સંપૂર્ણ બોડી સ્પા ટ્રીટમેન્ટ લો. દરરોજ સવારે ચહેરાને ગુલાબજળથી ધોઈ લો. શક્ય તેટલું તમે મેકઅપથી દૂર રહો છો. બસ આ બધી નાની-નાની બાબતો અંગે કાળજી લઈને અને અમુક ટીપ્સ ઉપયોગમા લઈને તમે પણ તમારી ત્વચાને સુંદર અને આકર્ષક બનાવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "હિના ખાનની આ સિક્રેટ ટિપ્સ તમે ફોલો કરશો તો તમારી સ્કિન થઇ જશે ગોરી-ગોરી"
ટિપ્પણી પોસ્ટ કરો