સાયકલ લઈને જતી છોકરીને રસ્તા પર અચાનક દેખાયાં બે મગરો, પછી થઈ જોયા જેવી, વીડિયો ધડાધડ વાયરલ
સામાન્ય રીતે રસ્તાઓ પર વાહનો જોવા મળતાં હોય છે અને જો કોઈ ગામડાઓનો વિસ્તાર હોય તો ક્યારેક ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ પણ નજરે પડે છે. પરંતુ અહીં જે ઘટના વિશે વાત થઈ રહી છે તે ખુબ જ ચોંકાવનારી છે. મળતી માહિતી મુજબ એક છોકરી અમેરિકામાં સાયકલ ચલાવી રહી હતી ત્યારે અચાનક જ બે મગર સામે આવી ગયાં હતાં. આ છોકરી ડરથી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. હવે આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જો તમે સાયકલ ચલાવતા હોય અને અચાનક સામેથી ખતરનાક પ્રાણી આવે તો શું થાય છે. સ્વાભાવિક છે કે તમે ડરી જશો અને ભાગવાનો પ્રયત્ન કરશો. પરંતુ જ્યારે અમેરિકામાં એક છોકરી સાયકલ ચલાવી રહી હતી ત્યારે અચાનક જ બે મગર સામે આવ્યાં અને તે છોકરી ડરથી ત્યાં ઉભી રહી ગઈ. આ ઘટનાં અંગે સ્ટેલરના જણાવ્યા મુજબ તે ડરી ગઈ હતી પરંતુ ગભરાઈ નહીં. તેણે કહ્યું હતું કે હું કાં તો મોબાઈલ બંધ કરી અને ત્યાંથી નીકળી શકતી હતી અથવા હું ત્યાં ઉભી રહી અને તેના ત્યાંથી પસાર થવાની રાહ જોઈ શકતી હતી.
આ અંગે એફજીસીયુના પર્યાવરણીય અધ્યયનના પ્રોફેસર ડૉક્ટર વિન અવ્રાહમના જણાવ્યા અનુસાર પગેરું પર મળેલ એલીગેટર્સ નિર્દોષ હોય છે. ફ્લોરિડામાં બ્રેન્ડા સ્ટેલ્ઝર તેની બાઇક પર નેપલ્સના બર્ડ રૂકી સ્વેમ્પ પાસે હતી. તે સમયે તેણે કેમેરામાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેની સાથે જ્યારે તે સાયકલ ચલાવી રહી હતી ત્યારે બે મગરોએ અચાનક તેમનો રસ્તો અવરોધિત કર્યો. તેણે ત્યાં જ અટકીને જોયું કે મગરની એક મગરની પુછડી રસ્તો રોકી રહી હતી જ્યારે અન્ય મગર નજીકમાં જ આરામ કરી રહ્યો છે. તેનાં ત્યાં આવતાં જ તરત મગરો ત્યાંથી ભાગીને નદીમાં ચાલ્યાં ગયાં હતાં.
ઘણાં લોકોએ હવે આ વિડીયો જોઈને ડરી ગયા હતા. આ વીડિયોમાં લોકો કમેન્ટ આપી રહ્યા છે જેમાં એક યુઝર્સએ લખ્યું હતું કે તમે કેમ ઉભા છો તે સમજાતું નથી સાયકલ લઈને ત્યાંથી તરત જ નીકળી જવું જોઈએ. તો અન્ય એકે કટાક્ષમાં લખ્યું હતું કે તે મગર પોતાનો જીવ બચાવવા ભાગ્યાં હતાં. આ સિવાય મગર ઘણીવાર ફ્લોરિડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. આવો જ એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં મગરો અને વ્હેલ નદીમાં એક સાથે તરતા જોવા મળ્યા હતા. તે વીડિયો ફેસબુક પર પણ ઘણો વાયરલ થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સાયકલ લઈને જતી છોકરીને રસ્તા પર અચાનક દેખાયાં બે મગરો, પછી થઈ જોયા જેવી, વીડિયો ધડાધડ વાયરલ"
ટિપ્પણી પોસ્ટ કરો