વાહ વાહ! માનવતા મહેકી, આખા ભારતમાં શ્રી મારૂતિ કુરિયર ગ્રાહકોને દવાઓની ડિલિવરી આપશે એકદમ મફતમાં
કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ કાબુ બહાર થઇ છે. ઓક્સિજન, ઇંજેક્શન અને બેડની અછત સર્જાઈ છે. આ માટે મદદ કરવા ઘણાં લોકો હવે આગળ આવી રહયા છે ત્યારે ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર પ્રાઈવેટ લિમિટેડ પણ આ સમયે જરૂરિયાતમંદોની મદદ માટે મેદાનમાં આવી છે. મળતી માહિતી મુજબ કંપનીએ તેનાં રિટેલ ગ્રાહકો માટે ભારતમાં તેના નેટવર્કમાં દવાઓની નિઃશુલ્ક ડિલિવરી પૂરી પાડવાની જાહેરાત કરી છે.

કંપનીએ આ પહેલ લોકોને મદદ આપવાના હેતુથી કરી છે. લોકોને ઘરે બેઠાં જ દવાઓ મળી રહે અને આ સમયમાં તેમને ફ્રી ડિલિવરી આપવાથી તેમને આર્થિક રીતે મદદ મળશે. કંપનીની આ પહેલ અંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરીયા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ કોરોના મહામારી દરમિયાન લોકો માટે તેમના સ્વજનોને દવાઓ મોકલવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

આ સમયે દેશનાં નાગરિકોને મદદ પૂરી પાડવાના ઉમદા હેતુથી આ નિર્ણય કર્યો છે. સામાન્ય માણસને કુરિયર સેવાઓ પૂરી પાડવા માટે એક પહેલ હાથ ધરી જેથી આ મહામારીમાં લોકો એકબીજાને મદદ કરી શકે. હવે આ સુવિધાનો ઉપયોગ કરીને દેશનાં કોઈ પણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ તેમના સ્વજનોને દવાઓ પહોંચતી કરવા માંગતા હોય તે ભારતમાં શ્રી મારૂતિ કુરિયરની મદદથી પહોંચાડી શકશે. મળતી માહિતી મુજબ દેશભરમાં આ કંપનીનું નેટવર્ક ઘણું મોટું છે. દેશમાં 2,900 ઓફિસ કે આઉટલેટ્સ પૈકી ગમે ત્યાં દવાઓ મોકલવામાં લોકોને સહાયતા મળશે.
મળતી માહિતી પ્રમાણે હાલ આ કુરિયર કંપનીની 4600 પિનકોડ પર સેવાઓ ઉપલબ્ધ છે. શ્રી મારૂતિ કુરિયર 2,900 આઉટલેટ્સ સાથે દેશભરમાં ઘણું મોટું નેટવર્ક ધરાવે છે. આ સાથે આ કંપનીની ભારતભરમાં તેની 89 પ્રાદેશિક ઓફિસો અવિરતપણે કામગીરી કરી રહી છે. 868 શહેરો તથા નગરો સાથે આ કંપની હાલ સેવાઓ આપી રહી છે. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ દ્વારા દૈનિક 2.5 લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સની કામગીરી હાથ ધરે છે.

આ સાથે કહેવામાં આવ્યું છે કે કંપનીના સ્ટાફની સલામતી અને ડિલિવરી દરમિયાન સરકારનાં તમામ પ્રોટોકોલ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જેથી નિયમોને ધ્યાનમાં રાખીને શ્રી મારૂતિ કુરિયરની ઓફિસથી ઓફિસ ડિલિવરી કરવામાં આવશે. આ વાતની ચોખવટ થયાં બાદ લોકો પણ હવે નિશ્ચિંત થઈને આ સુવિધાનો લાભ લઇ શકશે.
કુરિયર કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની પાસે હાલ આ પહેલ દરમિયાન મળતાં ઓર્ડર પહોંચી વળવા માટે 15 હજારનો સ્ટાફ છે. જો કે શ્રી મારૂતિ કુરિયર લોકડાઉનના સમયથી સતત કાર્યશીલ રહી છે. સમયસર ડિલિવરી થઈ શકે તે માટે જ કંપની દ્વારા આટલો મોટો સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સાથે જાણવા મળ્યું છે કે કંપની આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી માટે વિવિધ સરકારી સંસ્થાઓ અને એકમો સાથે પણ કામ કરી રહી છે. જો કે છેલ્લા અનેક વર્ષોથી શ્રી મારૂતિ કુરિયરે કુરિયર્સ અને પાર્સલ્સની સમયસર ડિલિવરી માટેની નામના મેળવી છે.

આ સાથે મહત્વની વાત એ છે કે કોઈ પણ કુરિયર ચાર્જ આપ્યા વગર દવા મેળવી શકશે. જાણવા મળ્યું છે કે ગ્રાહકે દવાઓની સાથે દર્દીના આધારકાર્ડની નકલ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, મેડિકલ સ્ટોરનું બિલ આપવાનું રહેશે. આ સાથે કંપની ગ્રાહક જ્યાં દવાઓ મોકલવા માંગતા હોય તે સ્થળની નજીક આવેલા શ્રી મારૂતિ કુરિયરના આઉટલેટ પર આ દવાઓ પહોંચતી કરશે. આ પછી ગ્રાહક આ આઉટલેટ પર જઈને કોઈ પણ જાતનો કુરિયર ચાર્જ ચૂકવ્યા વિના પોતાનું પાર્સલ મેળવી શકશે જે એક સારી વાત રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વાહ વાહ! માનવતા મહેકી, આખા ભારતમાં શ્રી મારૂતિ કુરિયર ગ્રાહકોને દવાઓની ડિલિવરી આપશે એકદમ મફતમાં"
ટિપ્પણી પોસ્ટ કરો