બેંકમાંથી રોકડ પૈસા ઉપાડનાર માટે મોટા સમાચાર, હવે નવા નિયમો મુજબ લાગશે ટેકસ, જાણો વિગતે માહિતી
હાલમાં બેંકમાંથી મોટી રોકડ રકમ ઉપાડનારા લોકો માટે એક મહત્વનાં સમાચાર આવ્યાં છે. ફાઇનાન્સ બિલ 2019 દ્વારા સરકારે દેશમાં એક નવો નિયમ લાવ્યો છે. મળતી માહિતી મુજબ જો કોઈ વ્યક્તિ આ નિયમ હેઠળ એક જ બેંક અથવા સહકારી બેંક અને પોસ્ટ ઓફિસના તમામ ખાતાઓને જોડે છે અને ચાલુ નાણાકીય વર્ષમાં રોકડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ જો ઉપાડે છે તો તેણે ટેક્સ ભરવો પડશે. આ ટેક્સ 2 ટકા ટીડીએસ તરીકે લેવામાં આવશે. જો કે આવકવેરા રીટર્ન ફાઇલ કરનારાઓ માટે આ એક કરોડ રૂપિયાની થ્રેશોલ્ડ લિમિટ છે.

ટર્નઓવરની આવી થ્રેશોલ્ડ છે જેમાં અમુક માલ અને સેવાઓને કરમાંથી મુક્તિ આપી શકાય છે. તેને થ્રેશોલ્ડ લિમિટ કહેવામાં આવે છે. ટર્નઓવર પર ટેક્સ લાગે છે. પરંતુ જે લોકો ટર્નઓવરની થ્રેશોલ્ડ મર્યાદાથી નીચે રહે છે તે તેને લાગુ પડતું નથી. આઇટીઆર ફાઇલ ન કરનારાઓ પર ટીડીએસ લગાડવા માટેનો નિયમોમાં આદેશ છે. જાણવા મળ્યું છે કે જે લોકોએ છેલ્લા સતત ત્રણ વર્ષથી આઇટીઆર ફાઇલ નથી કર્યું તેવા લોકો પર આ નિયમ લાદવામાં આવશે.

જો કે 2020ના બજેટમાં સરકારે તેમના માટે થ્રેશોલ્ડ મર્યાદા ઘટાડીને 20 લાખ કરી દીધી હતી. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ જેણે આઇટીઆર ફાઇલ કરી નથી તેણે કોઈ પણ બેંક અથવા સહકારી બેંક અને પોસ્ટ ઓફિસના તમામ ખાતાઓ સહિત 1 નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડ કરી છે તો તેણે 2 ટકા ટીડીએસ ચૂકવવું પડશે.

આ સાથે આઇટીઆર ફાઇલિંગ માફી અંગે પણ વાત કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ જે લોકો આઇટીઆર નિયમિતપણે ફાઇલ કરે છે તેઓ એક નાણાકીય વર્ષમાં 1 કરોડથી વધુનું રોકડ ટ્રાંઝેક્શન બેંક, પોસ્ટ ઓફિસ અને સહકારી બેંક ખાતામાંથી કરી શકે છે. આ સાથે જાણવામાં આવ્યું છે કે 1 કરોડથી વધારે ટ્રાનજેકશન કરનાર ટીડીએસ નહીં ચૂકવવો પડે એટલે કે માની લો કે કોઈ વ્યક્તિનું ત્રણ જુદી જુદી બેંકોમાં ખાતું છે તો પછી કોઈ પણ ટીડીએસ વિના દરેક બેંકમાંથી એક કરોડ રૂપિયા અથવા ત્રણ કરોડની રોકડ ઉપાડી શકે છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે એક નાણાકીય વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ માટે 194 એન હેઠળ 2 ટકા ટીડીએસની જોગવાઈ છે.
એક કરોડ રૂપિયાથી વધુની ઉપાડ પર આ ટીડીએસ લાગશે અને તે પણ ફક્ત રોકડ ઉપાડ પર જ કાપવામાં આવે છે. જો કોઈએ ચેક અથવા ઓનલાઇન દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો ટીડીએસ કાપવામાં આવતો નથી. મહત્વની એક અન્ય માહિતી પણ આપવામાં આવી છે કે કેટલાક લોકોને આમાંથી છૂટ મળશે. આ વિશે જાણવા મળ્યું છે કે સેક્શન 194 એન હેઠળ કેટલાક વર્ગોને 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ટીડીએસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમાં સરકારી સંસ્થા, બેંક, સહકારી મંડળી, પોસ્ટ ઓફિસ, બેંકિંગ કંપની, સરકાર દ્વારા સૂચિત વ્યક્તિઓ શામેલ છે.
0 Response to "બેંકમાંથી રોકડ પૈસા ઉપાડનાર માટે મોટા સમાચાર, હવે નવા નિયમો મુજબ લાગશે ટેકસ, જાણો વિગતે માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો