પ્રીપેડ હોય કે પોસ્ટ પેઇડ, તમે તમારા મોબાઇલ નંબરને માત્ર એક ઓટીપી દ્વારા કરો ચેન્જ
દૂરસંચાર વિભાગે મોબાઇલ ફોન ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. જો તમે પ્રીપેડ કનેક્શનના સબસ્ક્રાઇબર છો, અને પોસ્ટ પેઇડમાં રૂપાંતરિત કરવા માંગો છો તો તે ફક્ત એક ઓટીપી દ્વારા સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે સિમ કાર્ડ કે બીજા કોઈ પણ પ્રકારનું કેવાયસી બદલવાની જરૂર નહીં પડે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ અંગે દૂર સંચાર વિભાગ પાસેથી મંજૂરી માંગી હતી. તમને જણાવી દઈએ કે એસોસિએશને ૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગને પ્રિપેઇડ થી પોસ્ટ પેઇડ અને પોસ્ટ પેઇડ થી પ્રીપેઇડમાં પત્ર વ્યવહાર દ્વારા પ્રિપેઇડમાં રૂપાંતરિત કરવાની પરવાનગી માંગી હતી.

આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, કેવાયસી ને બદલે વન ટાઇમ પાસવર્ડ આધારિત ઓથેન્ટિકેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગના એડીજીએ ૨૧ મે ના રોજ કહ્યું હતું કે, ” પ્રિપેઇડને પોસ્ટપેઇડ અને પોસ્ટ પેઇડને પ્રીપેડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કંપનીઓ દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર લાગુ કરી શકાય છે. તેના માટે માત્ર મૂલ્યાંકનની જરૂર છે, જે પછી આ અંગે અંતિમ નિર્ણય લઈ શકાય છે.

એ નોંધ માં એમ પણ કહેવામાં આવ્યું છે કે “તાજેતરના સમયમાં ઓટીપી આધારિત સત્તાધિકરણનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે, અને લગભગ દરેક ક્ષેત્રમાં તેનો સારી રીતે ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તે સંપર્ક વિનાની સેવાઓ માટે ખૂબ ઉપયોગી સાધન છે, અને આપણા વ્યવસાય કરવાનું પણ સરળ બનાવે છે. નેટવર્ક ને રૂપાંતરિત કરવા માટે તેનો સરળતાથી ઉપયોગ પણ કરી શકાય છે.

સૂચિત પ્રક્રિયા હેઠળ, જો કોઈ ગ્રાહક તેના હાલના મોબાઇલ કનેક્શન ને પ્રીપેડ થી પોસ્ટ પેઇડ અથવા પોસ્ટ પેઇડ થી પ્રીપેડમાં રૂપાંતરિત કરવા માંગે છે, તો તેણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ગ્રાહકે તેની સેવાઓ બદલવા માટે એસએમએસ, આઇવીઆરએસ, વેબસાઇટ અથવા અધિકૃત એપ્લિકેશન મારફતે પોતાનું નેટવર્ક પ્રદાન કરનાર કંપનીને વિનંતી મોકલવી પડશે.

વિનંતી મોકલ્યા પછી ગ્રાહકના મોબાઇલ નંબર પર એક સંદેશ દેખાશે. આ મેસેજમાં જ એક યુનિક ટ્રાન્ઝેક્શન આઇડી અને વન ટાઇમ પાસવર્ડ હશે. અહીં નોંધનિય છે કે આ ઓટીપી માત્ર દસ મિનિટ માટે જ માન્ય રહેશે. ત્યાર બાદ તે સમાપ્ત થઈ જશે. કંપની દ્વારા નિર્દેશિત પ્રક્રિયા મુજબ ગ્રાહકો આ ઓટીપીનો ઉપયોગ કરીને તેમના સિમ કાર્ડને પ્રીપેડ અથવા પોસ્ટ પેઇડમાં રૂપાંતરિત કરી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પ્રીપેડ હોય કે પોસ્ટ પેઇડ, તમે તમારા મોબાઇલ નંબરને માત્ર એક ઓટીપી દ્વારા કરો ચેન્જ"
ટિપ્પણી પોસ્ટ કરો