આ પ્રાણીનું હૃદય એક નાની કાર જેટલું મોટું છે, એક દિવસમાં ખાઈ જાય છે હજારો માછલીઓ
વિશ્વનો સૌથી મોટુ પ્રાણી, એટલુ મોટુ કે તેની સામે હાથી પણ વામન લાગે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ આવુ એક પ્રાણી હાલમાં આ દુનિયામાં હાજર છે. આ પ્રાણી એન્ટાર્કટિક બ્લુ વ્હેલ છે. આ સસ્તન(સ્તનધારી) પ્રાણી છે જેને બચાવવા ઝડપથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે પૃથ્વી પર એકમાત્ર પ્રાણી છે જે દરેક પ્રાણીને આકારમાં પાછળ છોડી દે છે.
કારના વજન જેટલું હૃદય

બ્લૂ વ્હેલનું વજન આશરે 400,000 પાઉન્ડ છે, એટલે કે, 33 હાથીઓના વજન બરાબર હોય છે એક વ્હેલ. તેની લંબાઈ જાણીને તમારા હોશ ઉડી જશે. એક બ્લુ વ્હેલની લંબાઈ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સ્થિત ક્રાઈસ્ટ ના સ્ટેચ્યૂ બરાબર છે, એટલે કે વ્હેલની લંબાઈ 98 ફૂટ છે. ક્રાઈસ્ટ સ્ટેચ્યૂને વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તેનું હૃદય એક નાની કાર જેટલું મોટું છે.

બ્લુ વ્હેલ ફીડિંગની મોસમમાં દરરોજ 3600 નાની માછલીઓ ખાઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્લુ વ્હેલનું કદ ડાયનાસોર કરતા મોટું હોવાનું જાણવા મળ્યું છે. ડાયનાસોરના સૌથી મોટા હાડપિંજરની લંબાઈ આશરે 27 મીટરની હોવાનું કહેવાય છે, પરંતુ બ્લૂ વ્હેલનું કદ 30 મીટર અથવા તેથી વધુ મોટું હોઈ શકે છે. બ્લૂ વ્હેલની જીભનું વજન એક હાથી જેટલું છે. બ્લૂ વ્હેલની ખોપરીની લંબાઈ 5.8 મીટર માપવામાં આવી છે.
અવાજ એટલો મોટો છે કે જેટ એન્જિન પણ ફેલ
બ્લુ વ્હેલ માત્ર પૃથ્વી પરનો સૌથી મોટુ પ્રાણી જ નથી પરંતુ આ પ્રાણીનો અવાજ પણ વિશ્વનો સૌથી મોટો અવાજ છે. જેટ એન્જીન કરતા બ્લૂ વ્હેલનો અવાજ મોટો છે. જેટ એન્જિન 140 ડેસિબલ્સ સુધી અવાજ ઉત્પન્ન કરી શકે છે જ્યારે બ્લૂ વ્હેલ એક સમયે 188 ડેસિબલ્સ સુધી ધ્વની પેદા કરી શકે છે. તેનો ધીમો અવાજ પણ સેંકડો માઇલ દૂરથી સંભળાય છે.

એવું કહેવામાં આવે છે કે તે અન્ય બ્લુ વ્હેલને આકર્ષિત કરવા માટે ઓછી ફ્રિક્વેંસીમાં અવાજ કરે છે. વાદળી રંગની સાતે સાથે, અન્ય ઘણા રંગોની અસર પણ બ્લૂ વ્હેલના શરીર પર જોઇ શકાય છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર પેસિફિક ઉપરાંત, બ્લુ વ્હેલ એ દક્ષિણ સમુદ્ર, હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળતો સૌથી મોટો પ્રાણી છે.
પરંતુ આ પ્રાણી જોખમમાં છે
વર્લ્ડ વાઇલ્ડલાઇફ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુડબ્લ્યુએફ) અનુસાર, બ્લુ વ્હેલ હવે વિશ્વમાં જોખમમાં છે. એન્ટાર્કટિકા પર વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે, વ્હેલ હવે જોખમમાં છે અને તેની વસ્તી દિવસેને દિવસે ઘટી રહી છે. 1904માં દક્ષિણ એટલાન્ટિક મહાસાગર પર કમર્શિયલ વ્હેલિંગની શરૂઆત થઈ.

1960માં આંતરરાષ્ટ્રીય વ્હેલિંગ કમિશન દ્વારા કાનૂની સુરક્ષા આપવામાં આવ્યા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. ગેરકાયદેસર રીતે વ્હેલનો શિકાર 1972 સુધી ચાલુ રહ્યો. વર્ષ 1926માં, જ્યાં 125,000 બ્લુ વ્હેલ હતી, વર્ષ 2018 માં આ સંખ્યા માત્ર 3000 હતી. આ પછી પ્રાણીને સંવેદનશીલ અને જોખમમાં જાહેર કરાયું હતું.
0 Response to "આ પ્રાણીનું હૃદય એક નાની કાર જેટલું મોટું છે, એક દિવસમાં ખાઈ જાય છે હજારો માછલીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો