આ સેલેબ્સે ગુસ્સામાં પાર કરી છે તમામ હદો…કોઈએ ફેન્સને થપ્પડ મારી તો કોઈએ તોડી નાખ્યો કેમેરો
ફેન્સ પર આવી રીતે વરસ્યો છે બૉલીવુડ સ્ટાર્સનો ગુસ્સો, કોઈએ મારી થપ્પડ તો કોઈએ તોડી નાખ્યો કેમેરો.
બોલિવુડના સ્ટાર્સના લાખો ફેન્સ હોય છે.ઘણીવાર આ ફેન્સ એમના ફેવરિટ સ્ટારની એક ઝલક જોવા માટે કે એમની સાથે એક સેલ્ફી લેવા માટે બધી હદો પાર કરી દે છે તો ઘણીવાર સ્ટાર્સને પણ ગુસ્સામાં હદ પાર કરતા જોવામાં આવ્યા છે. ઘણા તો ગુસ્સામાં પોતાના ફેન્સને ધુલાઈ પણ કરી ચુક્યા છે.
સલમાન ખાન

બોલિવુડના ભાઈજાન સલમાન ખાન તો પોતાના ગુસ્સા માટે બદનામ છે જ, એમનો આ ગુસ્સો એમના ફેન્સ પર પણ વરસી ચુક્યો છે. એકવાર એમના ફેને કારમા બેઠેલા સલમાનનો પોતાના ફોનથી ફોટો ક્લિક કરી લીધો. આ જોતા જ સલમાન ખાનને ગુસ્સો આવી ગયો અને એમને ગાડીનો કાચ ખોલ્યો અને ફેનના ફોનને નીચે ફેંકી દીધો, એ ફેનનો ફોન ખરાબ રીતે તૂટી ગયો હતો.
પ્રિયંકા ચોપરા.

આમ તો પ્રિયંકા ચોપરા હંમેશા કુલ રહે છે અને ફેન્સ સાથે પણ ખૂબ જ પ્રેમથી વર્તે છે પણ એકવાર એક ફેન પર એમનો ગુસ્સો પણ ઉતરી ચુક્યો છે. જય ગંગાજલના ટ્રેલર લોન્ચ પર પ્રિયંકા ચોપરાને ત્યારે ગુસ્સો આવ્યો જ્યારે એક ફેને એમનો હાથ પકડીને સેલ્ફી આપવા માટે કહ્યું. એમને ગુસ્સામાં એને થપ્પડ મારી દીધી અને ત્યાંથી જતી રહી. એમનું કહેવું હતું કે એ ફેન એમની સાથે ગેરવર્તન કરી રહ્યો હતો.
અક્ષય કુમાર.

એક ઇવેન્ટ દરમિયાન એક ફેન જબરદસ્તી અક્ષય કુમારની નજીક જવાનો પ્રયત્ન કરી રહયી હતો. એમના બોડીગાર્ડે એને રોકવાની કોશિશ કરી તો એ બોડીગાર્ડ સાથે જ માથાજીક કરવા લાગ્યો. આ જોઈને અક્ષય કુમારને ગુસ્સો આવી ગયો. એ જાતે જ એ બન્ને પાસે ગયા અને એમને ગુસ્સામાં ફેનને થપ્પડ મારી દીધો.
જોન અબ્રાહમ.

આમ તો જોન અબ્રાહમ પોતાના શાંત સ્વભાવ અને કુલ એટીટ્યુડ માટે જાણીતા છે. પણ જોન અબ્રાહમેં એકવાર પોતાની એક ફિમેલ ફેનને થપ્પડ મારી દીધો હતો. મેંગ્લોર વિઝીટ દરમિયાન જોનની એક ક્રેઝી ફિમેલ ફેન એમની પાછળ પડી ગઈ અને એક્સાઇટમેન્ટમાં જોરથી જોનના હાથ પર બચકું ભરી લીધું. જોનને અચાનક કઈ સુજ્યું નહિ અને એમને એ સ્ત્રીને જોરથી થપ્પડ મારી દીધો.
ઋષિ કપૂર.

અભિનેતા ઋષિ કપૂર એમના ગુસ્સા અને એમની બિન્દાસ ટિપ્પણી માટે જાણીતા હતા. એમના ગુસ્સાનો શિકાર એમના ફેન્સ ઘણીવાર રહી ચૂક્યા છે. એકવાર ગણેશ વિસર્જનના અવસર પર એમને એક પત્રકારને થપ્પડ પણ મારી દીધો હતો. એકવાર તો ચીંટુ એમની પત્ની નીતુ, દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમાં કપૂર સાથે ડિનર કરવા ગયા હતા. ત્યાં એક યુવતીએ નીતુ અને રણબીર સાથે ફોટો પડાવ્યો પણ જ્યારે એ ઋષિ કપૂર સાથે સેલ્ફી લેવા પહોંચી તો એ નારાજ થઈ ગયા અને ખૂબ જ ખરાબ રીતે બુમો પાડવા લાગ્યા. એકવાર ઋષિ કપૂર એક ઇવેન્ટમાં ગયા હતા જ્યાં ઘણીવાર સુધી બેઠા પછી એ ટોયલેટ ગયા જ્યાં એક ફેને એમનો ઓટોગ્રાફ માંગ્યો તો એમને એને ગાળો આપીને બહાર કઢાવી મુક્યો.
ગોવિંદા.

જાણીતા એકટર ગોવિંદા દ્વારા થપ્પડ મારવાની બાબત તો કોર્ટ કચેરી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટના ફિલ્મ મની હે તો હની હેના સેટની છે. બિહારમાં રહેતો સંતોષ રાય ગોવિંદાને મળવા માટે મુંબઈ આવ્યો હતો, ફિલ્મ મની હે તો હની હેના શૂટિંગ દરમિયાન ગોવિંદા જ્યારે એમનો શોટ પૂરો કરીને પરત આવ્યા તો એમની ખુરસીની પાછળ ઉભેલા આ સંતોષ નામના વ્યક્તિને એમને પૂછ્યું “શુ છે?તો સંતોષે કહ્યું કઈ નહિ સર, શૂટિંગ જોઈ રહ્યો છું. પછી અચાનક જ ગોવિંદા ઉઠ્યો અને એ વ્યક્તિને એમને થપ્પડ મારી દીધો. પછી ગોવિંદાએ એ ફેનની ન ફક્ત માફી માંગવી પડી હતી પણ 5 લાખ રૂપિયા પણ આપવા પડ્યા હતા.
અનુષ્કા શર્મા..

અનુષ્કા શર્માનો એક ફેન પણ એમના ગુસ્સાનો શિકાર થઈ ચૂક્યો છે.આ ઘટના એક એવોર્ડ ફંક્શન દરમિયાન બની હતી. અનુષ્કાએ એક માણસને ધક્કો મારી દીધો હતો. પછીથી આ વિશે પૂછતાં ખબર પડી કે એ વ્યક્તિ ઘણા દિવસથી એમનો પીછો કરી રહ્યો હતો. એ પોતાને અનુષ્કાનો ફેન કહેતો હતો અને એમને અમુક આપત્તિજનક સવાલ પણ પૂછી લીધા હતા. એની સાથે કડકાઇથી વર્તવું જરૂરી હતું એટલે અનુષ્કાએ એ રીતનું વર્તન કર્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ સેલેબ્સે ગુસ્સામાં પાર કરી છે તમામ હદો…કોઈએ ફેન્સને થપ્પડ મારી તો કોઈએ તોડી નાખ્યો કેમેરો"
ટિપ્પણી પોસ્ટ કરો