આપઘાતની કરૂણ ઘટનાથી હાહાકાર: પરિણીતાએ લોહીથી ‘I Love You’ લખ્યું, અને વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

બિહારના દરભંગામાં એક હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં ભાડાના મકાનમાં રહેતી એક મહિલાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તેમણે મૃતદેહ કબજે કરી તપાસ શરુ કરી હતી.

image source

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર આ ઘટના સ્થાનિક બલભદ્રપુરનો છે. અહીં એક મહિલાનો મૃતદેબ ચોથા માળે મળી આવ્યો હતો. મૃતકની ઓળખ જિલ્લા આપદા પ્રબંધન વિભાગમાં પ્રોગ્રામના પદ પર કાર્યરત કુમારી વિશાખા તરીકે થઈ હતી. 29 વર્ષીય વિશાખા ઉર્ફે નિધિએ પંખા સાથે ફંદો લટકાવી આત્મહત્યા કરી લીધી હતી.

image source

વિશાખાના લગ્ન પણ થઈ ચુક્યા હતા. વિશાખા પટનાના કદમ કુઆ વિસ્તારની રહેવાસી હતી. ગત વર્ષે તેના લગ્ન ડિસેમ્બર માસમાં પટનાના જ રહેવાસી રિતેશ દત્ત સાથે થયા હતા. વિશાખાના પતિ પટનામાં જ એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

વિશાખા ડ્યુટી માટે અહીં ભાડાના મકાનમાં રહેતી હતી. ડ્યુટી પુરી કરી તે તેના રુમ પર આવી ત્યારબાદથી તેની માતા તેનો ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી હતી. પરંતુ વારંવાર ફોન કર્યા પછી પણ વિશાખા તરફથી કોઈ જવાબ મળ્યો નહીં તો વિશાખાની માતાએ તેની સાથે કામ કરતી અન્ય યુવતીને આ વાત જણાવી અને વિશાખાની તપાસ કરવા કહ્યું. ત્યારબાદ વિશાખાની સહકર્મી વિશાખા રહેતી હતી ત્યાં તાબડતોપ પહોંચી. જ્યારે તે વિશાખાના રૂમ પર પહોંચી ત્યારે જોયું કે દરવાજો અંદરથી બંધ છે. તેણે વિશાખાને અવાજ પણ દીધો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ આસપાસના લોકો પણ એકઠા થયા અને વાત પોલીસ સુધી પહોંચી.

image source

સ્થાનિય પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો તેમણે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈ સૌની આંખો ચાર થઈ ગઈ. વિશાખાનો મૃતદેહ ફંદા સાથે લટકી રહ્યો હતો. વિશાખાએ પલંગ પર તકિયા રાખી ફંદા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી.

image source

વિશાખાનો મૃતદેહ જે હાલતમાં મળ્યો તેને જોતા પ્રાથમિક અનુમાન લગાવાયું હતું કે તે કોઈની સાથે વાત કરતાં કરતાં મોતને ભેટી છે. કારણ કે તેના કાનમાં હેન્ડસફ્રી લટકી રહ્યા હતા. આ સિવાય તેના બેડ પર એક સ્કેચ મળ્યું અને સાથે જ લોહીથી આય લવ યુ લખેલો કાગળ પણ મળ્યો. પોલીસને શંકા તો સૌથી મોટી એ જ છે કે તેણે આત્મહત્યા કરતા પહેલા કોઈ સાથે વાત કરી હતી અને તે દરમિયાન જ તેણે આત્મહત્યા કરી લીધી. હવે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

જો કે તેના સહકર્મીઓનું કહેવું છે કે વિશાખા હસમુખ યુવતી હતી. તે 2 વર્ષથી દરભંગામાં આપદા વિભાગમાં કાર્યરત હતી. તે કામ પર પણ ક્યારેય ઉદાસ જોવા મળતી નહીં. તેવામાં તેણે આવું પગલું કેમ ભર્યું તે કોઈ સમજી શકતું નથી.

Related Posts

0 Response to "આપઘાતની કરૂણ ઘટનાથી હાહાકાર: પરિણીતાએ લોહીથી ‘I Love You’ લખ્યું, અને વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel