એશિયાટીક લાયનનું નિવાસસ્થાન ગીર હવે પ્રવાસીઓ માટે અનલોક, જાણો ક્યારથી લઈ શકાશે મુલાકાત
ગુજરાતના પ્રવાસીઓ માટે ઘણા આનંદના સમાચાર આવ્યા છે, રાજ્યની શાન સમું ગણાતું એશિયાટીક લાયન એટલે કે સિંહોનું નિવાસસ્થાન પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, અને તેના માટેના પ્રથમ પ્રવાસીઓની ટીમને રવાના પણ કરી દેવામાં આવી છે. આની પહેલા દેવળિયા પાર્કને પણ અનલોક કરી નાખવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને રાખીને પણ આ અનુમતિ આપી હોય તેવું બની શકે, હવે તહેવારોના દિવસોમાં ગીરમાં પણ સિંહોની ગર્જનાની સાથે જ પ્રવાસીઓનો કેકારવ પણ ગૂંજી ઉઠશે.

સાસણ ગીરના નાયબ વન સંરક્ષક (DCF) મોહન રામે સાસણ ગીરમાં જંગલ સફારી જીપને લીલી ઝંડી બતાવી હતી અને સિંહ દર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. એશિયાની શાન અને ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોનું વેકેશન પૂર્ણ થઇ ગયું છે. 4 મહિના બાદ ગીર અભયારણ્ય ખુલતા ડાલામથ્થાને નજીકથી જોવા પ્રવાસીઓ ઉમટ્યા હતા. એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાતના ગીર જંગલમાં જંગલ સફારી કોવિડ -19 મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી બંધ રહ્યા બાદ શનિવારે પ્રવાસીઓ માટે ફરી ખુલી છે. પ્રવાસીઓ સાવજોની ગર્જના સાંભળવા આતુર બન્યા હતા.
સાસણ ગીરના નાયબ વન સંરક્ષક (DCF) મોહન રામે સાસણ ગીરમાં જંગલ સફારી જીપને લીલી ઝંડી બતાવી હતી અને સિંહ દર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષે પ્રવાસીઓને એક અલગ અનુભવ થશે કારણ કે ચોમાસાના અંતમાં લેન્ડસ્કેપમાં કેટલાક અસામાન્ય ફેરફારો જોવા મળ્યા છે. તેમણે પ્રવાસીઓને કોરોના મહામારી અને રોગચાળાને પગલે માર્ગદર્શિકા અને SOPનું પાલન કરવાની અપીલ કરી હતી.

ગુજરાતમાં 16મી ઓક્ટોબરથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાશે. એટલે કે આવતી કાલથી સાસણ નજીકના નિયત રૂટ પર પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે.મહત્વનું છે કે, ચોમાસામાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય છે. તેમજ જંગલના રસ્તાઓ પણ કાદવ કિચડથી જઈ શકાય તેવા રહેતા નથી. આથી ચોમાસા દરમ્યાન વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પડે તે માટે 15 જૂનથી ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 16મી માર્ચથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢનું ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આજથી ફરીથી શરૂ થયું છે. જેના પગલે સાસણ સિંહસદનથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરવામાં આવી હતી. ગીર અભ્યારણ્ય શરૂ થતા જ પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ગીર અભ્યારણ્ય બંધ હતું. પ્રવાસ પ્રેમી જનતા હવે ગીરની મુલાકાત લઇ શકાશે. 16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હતું. કોરોનાની બીજી લહેર ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું. પરંતુ હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. હાલની વાત કરીએ તો હાલ તમામ ઓનલાઇન બુકીંગ ફૂલ છે. કોરોનાની ગાઇડલાઇન અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

ગીર સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે. ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે. ગીર એશિયાઇ સિંહ માટે ખૂબ પ્રચલિત છે. ચોમાસાની ઋતુમાં તેમેજ મેટિંગ સિઝન હોવાના કારણે ચાર માસ માટે ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે. દર વર્ષનો આ ક્રમ છે. જેમાં પ્રવાસી લોકો સિંહદર્શન કરી શકતા નથી. દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓ જંગલમાં વિચરતા સિંહદર્શન માટે ચોક્કસ આવતા હોય છે. સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પ્રવાસીઓને પસંદ છે. ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું.
આ વખતે પ્રવાસીઓને લઈ અનલોક થતા ગીર અભયારણ્યમાં મુલાકાતીઓએ કોવિડ-19ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. મુલાકત પહેલા મુલાકાતીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. પાર્કમાં ગણતરીના જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના લીધે ગત 16 માર્ચથી સાસણમાં સિંહ દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા અને આખું સાસણ પ્રવાસીઓ પર નભે છે ત્યારે અહીંના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો છે. ત્યારે આવતી કાલથી પ્રવાસીઓ આવવાના શરૂ થતા સ્થાનિકોમાં પણ એક આશા જાગી છે.

નોંધનીય છે કે, સામાન્ય રીતે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે, આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. પરંતુ 16 ઓક્ટોબરના રોજ ફરીથી સિંહ દર્શન માટે પ્રવાસીઓ જઇ શકે છે. મહત્ત્વનું છે કે, જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની 13 દિવસમાં 5,423 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીને લઇ 3,399 મુલાકાતીઓએ ફ્રીમાં સક્કરબાગ નિહાળવાનો લાભ લીધો હતો. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે કરાયેલા લોક ડાઉન બાદથી સક્કરબાગ પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. સરકારની ગાઇડ લાઇન બાદ 1 ઓક્ટોબરથી સક્કરબાગને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. દરમિયાન 1 થી લઇને 13 ઓક્ટોબર સુધીમાં 65 વર્ષથી નીચેના 4,808 અને 10 વર્ષથી ઉપરના 615 મળી કુલ 5,423 લોકોએ સક્કરબાગમાં પ્રવેશ મેળવ્યો હતો. અન્ય આકર્ષણો જેમ કે દેવળીયા અને આંબરડી સફારી પાર્ક બંને સિંહોનું ઘર, સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લા રહે છે. સાસણ ગીરના નાયબ વન સંરક્ષક (DCF) મોહન રામે પત્રકારોને કહ્યું, “ગીર જંગલમાં જંગલ સફારી આજથી શરૂ થઈ ગઈ છે, અને અમને 100 ટકા બુકિંગ મળી ગયું છે, બધા જ બુકિંગ ઓનલાઈન થઈ ગયા છે. તે એક સકારાત્મક શરૂઆત છે.” તેમણે કહ્યું કે દેવળીયા સફારી પાર્ક, જે આ વર્ષે 17 જૂનથી ખુલ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં 1.31 લાખથી વધુ પ્રવાસીઓ આકર્ષાયા છે.

તેમણે કહ્યું, “અમને વિશ્વાસ છે કે ગીર સફારીને પણ આવો જ પ્રતિસાદ મળશે. અમે પ્રવાસીઓ માટે માળખાગત સુવિધાને અપગ્રેડ કરી છે અને તેમને કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કરવા અને ચેપનો ફેલાવો રોકવામાં અમારી મદદ કરવા વિનંતી કરીશું.” ગયા વર્ષે હાથ ધરાયેલી વસ્તી અંદાજ કવાયત મુજબ, ગીર જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોની સંખ્યા 29 ટકા વધીને 674 થઈ છે.
0 Response to "એશિયાટીક લાયનનું નિવાસસ્થાન ગીર હવે પ્રવાસીઓ માટે અનલોક, જાણો ક્યારથી લઈ શકાશે મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો