તમને પણ નખ ન વધવાની ફરિયાદ છે તો આજથી કરી લો આ ઉપાય, જલ્દી મળશે સુંદર પરિણામ
કેટલાક લોકોને બાળપણથી નખ ચાવવાની આદત હોય છે જેનાથી બાદમાં તેને બંધ કરવાનું મુશ્કેલ બને છે અને જો તેઓની આદત છૂટી પણ જાય છે તો તેમને ફરીથી નખ વધારવા માટે અનેક ગણી મહેનત કરવી પડે છે. આ માટે તેઓ અનેક ઘરેલૂ ઉપાયને અજમાવતા હોય છે. તો તમે પણ જાણો આ ખાસ આદતો અને આજથી જ કરો ફોલો. તમારા નખ મજબૂત અને લાંબા બનશે.
સુંદરત નખ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ખાસ કરીને છોકરીઓની કેમકે બાળપણમાં નખ ચાવવાની આદતના કારણે અનેક યુવતીઓના નખ નાના રહી જાય છે. અને સાથે લાખ કોશિશ કરવા છતાં પણ તે વધતા નથી. એવામાં તમે ઈચ્છો તો પણ નેલ આર્ટ અને નેલ પેન્ટનો પ્રયોગ કરી શકતા નથી. આજકાલ નેલ આર્ટ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે . જેના કારણે તમે અન્યના સુંદર નખને જોઈને જેલેસી ફિલ કરો તે પણ શક્ય છે. ક્યારેક તમને અન્યના નખને જોઈને અફસોસ પણ થાય છે. તો આ આર્ટિકલમાં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જે તમારા માટે કામની છે. અમે અહીં કેટલાક ઘરેલૂ ઉપાયોને બતાવી રહ્યા છીએ જેની મદદથી દાદી કે નાનીના જમાનાથી મહિલાઓ પોતાના નખને સુંદર બનાવી રહી છે. તો તમે પણ જાણી લો અને ફટાફટ ટ્રાય કરી લો.
લસણ અને એપ્પલ સાઈડર વિનેગરનો પેક

એક ચમચી પીસેલા લસણમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર મિક્સ કરી લો અને તેને પોતાના નખ પર 10 મિનિટ લગાવીને રહેવા દો. આ પછી હાથને ઠંડા પાણીથી સાફ કરી લો. આ પેસ્ટને નખ પર અઠવાડિયામાં 2 વાર લગાવો. નખને પૂરતું પોષણ મળી રહેશે.
દૂધ અને ઈંડાનો પેક

દૂધ અને ઈંડાને હાડકાને મજબૂત બનાવવામાં મદદગાર માનવામાં આવે છે. તેના સેવનથી નખની મજબૂતી વધે છે. એક ઈંડાના સફેદ ભાગમાં દૂધ ફેંટી લો અને 5 મિનિટ માટે નખને તેમાં ડૂબાડીને રાખો. અઠવાડિયામાં 2-3 વાર આવું કરવાથી તમારા નખ મજબૂત બનશે અને તેનો ગ્રોથ પણ વધશે.
નારંગીનો રસ

નખને વધારવા માટે વિટામિન સી જરૂરી હોય છે. તેના માટે તમે નારંગીના રસમાં ઓછામાં ઓછા 10 મિનિટ માટે નખને ડૂબાડી રાખો. તેના બાદ નખને સામાન્ય ગરમ પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવી લો.
લીંબુ અને ઓલિવ ઓઈલ પેક

એક ચમચી લીંબુના રસમાં 3 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને થોડું ગરમ કરો. 10 મિનિટ માટે નખને તેમાં ડુબાડીને રાખો. રોજ આવું કરવાથી નખ પર તેની અસર જોવા મળશે.
સરસિયાના તેલની માલિશ

નખને માટે સરસિયાનું તેલ ઉત્તમ માનવામાં આવે છે. તેની માલિશ પણ અસરકારક રહે છે. અઠવાડિયામાં એક દિવસ 15-20 મિનિટ સુધી નખ પર તેના તેલની માલિશ કરવાથી નખનો ગ્રોથ પણ ઝડપથી વધે છે.
બદામના તેલની માલિશ

બદામનું તેલ પણ નખને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેના તેલથી નખની માલિશ કરવાથી તેને સારું પોષણ મળે છે. આમ કરવાથી આસપાસનુ બ્લડ સક્યુલેશન લેવલ વધે છે. તેનાથી નખનો ગ્રોથ પણ ઝડપથી વધે છે. રાતના સમયે રોજ બદામના તેલથી નખની માલિશ કરવાની આદત રાખશો તો લાભ થશે.
ટામેટા અને ઓલિવ ઓઈલ
અડધો કપ ટામેટાના રસમા 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો અને આ મિશ્રણમાં નખને 10 મિનિટ સુધી ડુબાડી રાખો.
નારિયેળ તેલ અને રોજમેરી ઓઈલ

નારિયેળનું તેલ નખ માટે ફાયદો કરે છે. 4 ચમચી નારિયેળ તેલમાં તેટલા પ્રમાણમાં મધ અને 2 ટીપાં રોઝમેરી ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણને સામાન્ય ગરમ કરો. તેને નખ પર 15-20 મિનિટ સુધી લગાવીને રાખો. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરો. તમને અસર જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "તમને પણ નખ ન વધવાની ફરિયાદ છે તો આજથી કરી લો આ ઉપાય, જલ્દી મળશે સુંદર પરિણામ"
ટિપ્પણી પોસ્ટ કરો