તમે હંમેશા પ્રેગનન્ટ કેમ રહો છો? યુઝર્સના સવાલો પર ભડકી આ અભિનેત્રી અને આપી દીધો એવો જવાબ કે…
તમે હંમેશા પ્રેગ્નેન્ટ કેમ રહો છો? યુઝરના સવાલ પર લિઝા હેડને આપ્યો મજેદાર જવાબ
બૉલીવુડ અભિનેત્રીઓ લિઝા હેડન હાલના દિવસોમાં એમની ત્રીજી પ્રેગ્નનસીને લઈને ચર્ચામાં બનેલી છે. આ દરમિયાન લિઝા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ સક્રિય જોવા મળી રહી છે. થોડા થોડા દિવસે એ નવી પોસ્ટ અને ફોટા શેર કરીને અપડેટ આપતી રહે છે. એકવાર ફરી લિઝા ચર્ચામાં આવી ગઈ છે.

વીતેલા દિવસોમાં લિઝાએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં એમને ઘણી બધી વાતો કહી હતી. એમને પોતાની પ્રેગ્નનસીની ડયું ડેટ વિશે પણ જણાવ્યું અને કહ્યું કે આ મહિને જુનમાં એ પોતાના ત્રીજા બાળકને જન્મ આપવાની છે. એ ઘણીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાના ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ એમને બેબી બમ્પ ફ્લોન્ટ કરતો પોતાનો એક ફોટોશૂટ કરાવ્યો છે. જેના અમુક ફોટા એમને શેર કર્યા છે. બસ પછી શું હતી લિઝાના ફોટા જોઈને લોકોએ એમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ લિઝાને એટલે સુધી પૂછી નાખ્યું છે કે શું એમને આવી રીતે રહેવું ગમે છે. લિઝાએ પણ આ ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે.
વાત જાણે એમ છે કે લિઝા હેડને બેબી બમ્પ ફ્લોન્ટ કરતા એક ફોટો શેર કર્યો છે જે એક મેગેઝીનનું કવર પેજ લાગી રહ્યું છે. યુઝર્સે આ ફોટા પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી છે. ફોટો શેર કર્યાના થોડા સમયમાં જ આ ફોટો વાયરલ થઈ ગયો. અમુક યુઝર્સે એક બાજુ જ્યાં લિઝાના ખૂબ જ વખાણ કર્યા તો અમુક લોકો એમને ટ્રોલ કરવા લાગ્યા.

એક યુઝરે લિઝાને ટ્રોલ કરતા લખ્યું કે એવું લાગે છે કે તમે દર વખતે પ્રેગ્નેન્ટ જ રહો છો, શુ તમને આવી રીતે રહેવું સારું લાગવા લાગ્યું છે? એના પર લિઝા પણ ચૂપ ન રહી અને એમને જવાબ લખ્યો કે હા મને પ્રેગ્નેન્ટ રહેવું ગમેં છે. આ એક ખૂબ જ ખાસ સમય હોય છે પણ બસ હવે વધારે નહિ. હું મારા ત્રીજા બાળકના જન્મ પછી હવે મારી જિંદગીમાં આગળ વધવા માંગુ છું

એક્ટ્રેસે પોતાની ત્રીજી પ્રેગ્નનસીની ખબર ફેન્સ સાથે એક વિડીયો દ્વારા શેર કરી હતી. લિઝા હેડને 29 ઓક્ટોબર 2016ના રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે બે બાળકોની માતા હોવા છતાં લિઝા હેડન ખૂબ જ ફિટ રહે છે અને ખુદને ખૂબ જ એક્ટિવ રાખે છે.

તમને જણાવી દઈએ કે લિઝાએ પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત ફક્ત 17 વર્ષની ઉંમરથી જ કરી દીધી હતી. લિઝા હેડન કિંગ ફિશર ગર્લ રહી છે. સાથે જ ઘણી જાણીતી મેગેઝીનની કવર ગર્લ બની પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવી ચુકી છે. એ સિવાય એ એક ટ્રેઇન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે. બોલીવુડમાં લિઝાએ આઇશાથી ડેબ્યુ કર્યું હતું. એ સિવાય એ હાઉસફુલ 3, ધ શોકીન્સ, કવીન, એ દિલ હે મુશ્કિલ જેવી ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "તમે હંમેશા પ્રેગનન્ટ કેમ રહો છો? યુઝર્સના સવાલો પર ભડકી આ અભિનેત્રી અને આપી દીધો એવો જવાબ કે…"
ટિપ્પણી પોસ્ટ કરો