અમિતાભની બાજુમાં આ એક્ટરે 60 કરોડમાં ખરીદ્યો આલિશાન બંગલો, જાણો કોણ છે
અમિતાભના પડોશી બની ગયા અજય દેવગન, 60 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો આલિશાન બંગલો.
બોલીવુડના કલાકારો હાલના દિવસોમાં નવી પ્રોપર્ટી અને આલિશાન ઘર ખરીદવાને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બોલિવુડના સિંઘમ અજય દેવગને પણ એક બંગલો ખરીદ્યો છે. આ બંગલાની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે અજય દેવગનનો આ બંગલો એ જ લાઈનમાં છે જ્યાં એમનો પહેલાનો બંગલો શક્તિ છે. અજય દેવગન અને કાજોલનું આ નવું ઘર કાપોલે કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. તમને જણાવી દઈએ કે ફિલ્મી કલાકારો હાલના દિવસોમાં પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટમાં લાગેલા છે.

અજય દેવગન કરતા પહેલા હાલમાં જ અમિતાભ બચ્ચન, સની લિયોની, અર્જુન કપૂર, આનંદ એલ રાયે પણ નવું ઘર ખરીદ્યું છે. અજય દેવગનના પર્વકતાએ પણ અભિનેતા તરફથી બંગલો ખરીદવાની પુષ્ટિ કરી દીધી છે. જો કે બંગલાની કિંમતનો ખુલાસો અભિનેતાના પ્રવક્તાએ નથી કર્યો પણ રિયલ એસ્ટેટ્ સૂત્રોએ આ કિંમતનો દાવો કર્યો છે ખબરો અનુસાર તો આ બંગલાની કિંમત 65 થી 70 કરોડની આસપાસ હતી પણ મહામારીના કારણે રેટમાં મળેલા ડિસ્કાઉન્ટથી આ બંગલો ખરીદવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે 26 ઓગસ્ટ 2020ના રોજ મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીને 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો જેથી રિયલ એસ્ટેટને સ્પોર્ટ મળી શકે. આ છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી આપવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 સુધી એને વધારીને 3 ટકા કરી દેવામાં આવી હતી. જો કે પછી સરકારે નિર્ણય કર્યો કે 31 માર્ચ પછી પણ સ્ટેમ્પ ડ્યુટી નહિ વધારવામાં આવે.

તમને જણાવી દઈએ કે 590 સ્કેવર ફૂટમાં વિસ્તરેલો આ બંગલો પહેલા પુષ્પા વાલીયાના નામ પર હતો. એ પછી 7 મેના રોજ વીરેન્દ્ર દેવગન અને અજય દેવગનને નામે સોંપી દેવામાં આવ્યો. હવે અજય દેવગન અને કાજોલને આ આ ડિલ પહેલાની સરખામણીએ સસ્તામાં મળી ગઈ છે.

તમને જણાવી દઈએ કે અજય દેવગન અને કાજોલ લગભગ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં પોતાના માટે અન્ય એક ઘરની શોધ કરી રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં બંગલાની વાતચીત શરૂ કરવામા આવી. તો 7 મેના રોજ આ બંગલો અભિનેતાના નામે સોંપી દેવામાં આવ્યો. આ બંગલો જુહુના સૌથી પોઝ એરિયામાં છે. એમને રીનોવેશનનું કામ પણ શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે આ બંગલાની સાથે જ એ બોલિવુડના બીજા કલાકારોના પડોશી બની ગયા છે. એમની આસપાસ જ ઋત્વિક રોશન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને અક્ષય કુમાર સહિત ઘણા સેલેબ્સના ઘર છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગન ખૂબ જ જલ્દી ફિલ્મ આરઆરઆરમાં દેખાવાના છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અમિતાભની બાજુમાં આ એક્ટરે 60 કરોડમાં ખરીદ્યો આલિશાન બંગલો, જાણો કોણ છે"
ટિપ્પણી પોસ્ટ કરો