ટીવી સેલિબ્રિટી કે જેમણે કરી લીધી સગાઇ પણ વાત લગ્ન સુધી પહોંચી નહિ, જાણો કોણ છે આ કલાકાર…
ટીવીના આ સેલેબ્સની થઈ ગઈ હતી સગાઈ, પણ લગ્ન થાય એ પહેલાં પૂરો કરી નાખ્યો સંબંધ
ટીવી અને ફિલ્મી દુનિયાના ઘણા એવા કલાકારો છે જેમનું દિલ સાથે કામ કરનાર પોતાના કોસ્ટાર પર આવી જાય છે. બન્ને વચ્ચે પ્રેમનો જન્મ થવા લાગે છે અને પછી બન્ને એકસાથે જિંદગી વિતાવવાનો વાયદો તો કરે છે પણ જ્યારે વારો આવે છે ત્યારે કોઈને કોઈ કારણે એમના રસ્તા અલગ થઈ જાય છે.
નાના પડદા પર એવા કલાકારો છે જેમનો પ્રેમ શરૂઆતમાં ખૂબ આસમાને ચડ્યો અને એમને સગાઈ પણ કરી લીધી પણ લગ્ન બંધનમાં બંધાતા પહેલા પોતાના સંબંધને હંમેશા હંમેશા માટે ખતમ કરી લીધો. ચાલો જાણી લઈએ ટીવીના એવા જ અમુક સેલેબ્સ વિશે જેમની સગાઈ તો થઈ પણ લગ્ન થાય એ પહેલાં એમને એકબીજા સાથે પોતાનો સંબંધ પૂરો કરી નાખ્યો.

અસ્મિત પટેલ અને મહક ચહલ.
અસ્મિત પટેલ અને મહક ચહલે લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને બન્નેએ સગાઈ પણ કરી લીધી પણ એમને વર્ષ 2020માં લગ્ન પહેલા પોતાના સંબંધને પૂરો કરો નાખ્યો. અસ્મિત અને મહક એકબીજા સાથે જ રહેતા હતા પણ રિલેશનશિપમાં રહયા પછી એમને મહેસુસ થયું કે બન્ને એકબીજા માટે પરફેક્ટ નથી એટલે એમને પોતાના રસ્તા અલગ કરી લીધા.
ચારુ અસોપા અને નીરજ માલવીય.
ચારુ અસોપા હાલ પતિ રાજીવ સેના બાળકની માતા બનવાની છે પણ રાજીવ સેન સાથે સાત ફેરા લેતા પહેલા ચારુની સગાઈ સિરિયલ મેરે અંગને મેના કોસ્ટાર નીરજ માલવીય સાથે થઈ હતી. બન્નેએ શોમાં ઓનસ્ક્રીન ભાઈ બહેનની ભૂમિકા ભજવી હતી પણ અસલ જિંદગીમાં વર્ષ 2016માં બન્નેની સગાઈ થઈ ગઈ હતી. જો કે નવેમ્બર 2017માં બન્નેએ અંગત કારણોસર પોતાની સગાઈ તોડી નાખી હતી.

શિલ્પા શિંદે અને રોમિત રાજ.
ભાભીજી ઘર પર હે ફેમ શિલ્પા શિંદેએ પણ ક્યારેક ટીવી એકટર રોમીટ રાજ સાથે સગાઈ કરી હતી અને વર્ષ 2009માં બન્ને લગ્ન કરવાના હતા પણ છેલ્લા સમયે આ લગ્ન તૂટી ગયા. કપલે કંપેટીબીલીટી મુદ્દાનો હવાલો આપતા એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો.
કરણ સિંહ ગ્રોવર અને બરખા બીષ્ટ.
કરણ સિંહ ગ્રોવર અને બરખા બિસ્ટે પણ ક્યારેક સગાઈ કરી હતી અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બન્નેની એંગેજમેન્ટ વર્ષ 2004માં થઈ હતી જ્યારે બન્નેના રસ્તા વર્ષ 2006માં એકબીજાથી અલગ થઈ ગયા. બન્નેની મુલાકાત કિતની મસ્ત હે જિંદગી શો દરમિયાન થઈ હતી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ.
રિયાલિટી શો બિગ બોસ 8માં કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની લવ સ્ટોરી શરૂ થઈ હતી પણ પછી એમનું બ્રેકઅપ થઈ ગયું. આ રિયાલિટી શોમાં બંનેની સગાઈ થઈ હતી પણ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. કપલે નચ બલિયે શોમાં પણ ભાગ લીધો હતો.
કરમ રાજપાલ અને શિવાલીકા ઓબરોય.
કરમ રાજપાલ અને શિવાલિકા ઓબરોએ ભલે સગાઈ નહોતી કરી પણ ગુપચુપ રીતે બન્નેના રોકા થઈ ગયા હતા. શિવાલિકાએ વર્ષ 2018માં નામકરણ ફેમ કરમ રાજપાલ સાથે રોકાની ઘોષણા કરી હતી પણ પોતાના બૉલીવુડ ડેબ્યુ પહેલા શિવાલિકાએ સિંગલ હોવાનો દાવો કરતા રોકાની ખબરનું ખંડન કરી દીધું અને કહ્યું કે એ ફક્ત મિત્રો છે.
રતન રાજપૂત અને અભિનવ શર્મા
રતન રાજપુતે અભિનવ શર્મા સાથે વર્ષ 2010માં મેરેજ રિયાલિટી શો રતન કા રિશ્તામાં સગાઈ કરી હતી. આ સ્વયંવરમાં રતને અભિનવ શર્માને વિજેતા પસંદ કર્યા અને એમની સાથે સગાઈ કરી લીધી. જો કે પછીથી રતને ઘણી બધી અનુકૂળતાના મુદ્દાને લઈને અલગ થવાનો નિર્ણય કર્યો.

રાખી સાવંત અને ઇલેશ પરુંજનવાલા
બોગ બોસ 14 ફેમ રાખી સાવંતની અંગત જિંદગી ઘણી જ વિવાદિત છે. રાષ્ટ્રીય ટીવી પર સ્વયંવર રચાવનારી એક્ટ્રેસે એનઆરઆઈ પ્રતિયોગી ઇલેશ પરુંજનવાલાને પોતાના પાર્ટનરના રૂપમાં પસંદ કર્યા. એમને લગ્ન ન કર્યા પણ આખા દેશને લાગ્યું હતું કે એ લગ્ન બંધનમાં જોડાશે. જો કે રાખીએ આ સગાઈને તોડીને એ વાતનો સ્વીકાર કર્યો કે એમને પૈસા માટે શો કર્યો હતો.‘
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ટીવી સેલિબ્રિટી કે જેમણે કરી લીધી સગાઇ પણ વાત લગ્ન સુધી પહોંચી નહિ, જાણો કોણ છે આ કલાકાર…"
ટિપ્પણી પોસ્ટ કરો