માતા-પુત્રએ મળીને આ રીતે પિતાનું કર્યુ ગ્રાન્ડ વેલકમ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW, લેટેસ્ટ આઇડિયા પર કરી લો એક નજર
વર્ષ ૨૦૧૩માં અર્જુન બિજલાની અને નેહાના લગ્ન થયા હતા. બંનેને એક દીકરો અયાન છે. અયાન ૭ વર્ષનો છે. અર્જુન મોટાભાગે પોતાના દીકરાની સાથે એ એક્ટીવીટીઝ કરતા ફોટોસ અને વિડીયો શેર કરે છે. અર્જુન બિજલાનીએ કેપટાઉનથી પણ તેમણે પોતાના દીકરાને યાદ કરતા પોસ્ટ શેર કરી હતી.

-રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’ની શુટિંગ થઈ પૂરી.
-અર્જુન બિજલાની પહોચ્યા ઘરે.
-ઘરે કરવામાં આવ્યું શાનદાર વેલકમ.
ટીવી અભિનેતા અર્જુન બિજલાની રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’ની શુટિંગ પૂરી કરીને હવે ઘરે પાછા આવી ગયા છે. અભિનેતા અર્જુન બિજલાનીનું ઘરે ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું છે. અર્જુન બિજલાનીના પત્ની નેહા અને દીકરા અયાનએ અર્જુનનું ખાસ રીતે સ્વાગત કર્યું છે.

નેહા અને અયાનએ આખા ઘરને બલુનની મદદથી સજાવ્યું છે. નેહાએ ડેકોરેશનના ફોટોસ અને વિડિયોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેમણે ડેકોરેશનમાં Welcome Papa પણ લખવામાં આવ્યું છે.
કેપ ટાઉનમાં થઈ શોની શુટિંગ.
આપને જણાવી દઈએ કે, રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી ૧૧’ની શુટિંગ કેપ ટાઉન, સાઉથ આફ્રિકામાં ચાલી રહી હતી અને હવે શુટિંગ પૂરી થઈ ગઈ છે અને તમામ કન્ટેસ્ટંટ ભારત પાછા આવી ગયા છે. તમામ કન્ટેસ્ટંટને પોતાના ઘરે જતા પહેલા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૩માં અર્જુન બિજલાની અને નેહાના લગ્ન થયા હતા. બંનેને એક દીકરો અયાન છે. અયાન ૭ વર્ષની ઉમર ધરાવે છે. અર્જુન બિજલાની મોટાભાગે દીકરાની સાથે આવી એક્ટીવીટીઝ કરતા ફોટોસ અને વિડીયો શેર કરે છે.
કેપટાઉનથી પણ અર્જુન બિજલાનીએ દીકરાને યાદ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી હતી.
રીયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’ વિષે વાત કરીએ તો આ જલ્દી જ શરુ થવાનો છે. એના કેટલાક પ્રોમો પણ સામે આવી ગયા છે.

શોમાં શ્વેતા તિવારી, દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈધ, વરુણ સુદ, નિક્કી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ, અનુષ્કા સેન જેવા સ્ટાર્સ જોવા મળશે. શુટિંગ દરમિયાન શોના તમામ કન્ટેસ્ટંટ ફોટોસ અને વિડિયોઝ શેર કરતા જોવા મળ્યા હતા.
તાજેતરમાં જ અભિનેત્રી રાખી સાવંતનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રાખી સાવંત શો ‘ખતરો કે ખિલાડી ૧૧’ના વિનરના નામને લઈને હિંટ આપતા જોવા મળી રહી હતી. તેમણે કહ્યું હતું કે, અર્જુન બિજલાની શો ‘ખતરો કે ખિલાડી’ જીતી ગયા છે. હવે આ ખબર કેટલી સાચી છે એ તો સમય આવશે ત્યારે દર્શકો જાણી લેશે.
0 Response to "માતા-પુત્રએ મળીને આ રીતે પિતાનું કર્યુ ગ્રાન્ડ વેલકમ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW, લેટેસ્ટ આઇડિયા પર કરી લો એક નજર"
ટિપ્પણી પોસ્ટ કરો