રોડ પર હવે દેખાશે BH નંબરની ગાડીઓ, જાણી લો શુ છે એનો ફાયદો
માર્ગ પરિવહન મંત્રાલયની એક નવી નોટિફિકેશન પછી ગાડીઓના ટ્રાન્સફરની સુવિધા થવાની છે. રક્ષા કર્મીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, પીએસયુ અને પ્રાઇવેટ સેકટરની કંપનીઓ અને સંસ્થાનો જેમની ઓફીસ 4 કે પછી એ થી વધુ રાજ્યોમાં છે એના કર્મચારીઓ પોતાની અંગત ગાડીઓનું રજિસ્ટ્રેશન BH( ભારત) સિરિઝથી કરાવી શકે છે. સરકાર તરફથી અધિસૂચિત આ યોજના સ્વૈચ્છિક છે એટલે કે એને અનિવાર્ય નથી કરવામાં આવી. હાલના સમયમાં કોઈપણ વાહન માલિક પોતાની ગાડીને રજીસ્ટર્ડ રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં વધુમાં વધુ એક વર્ષ સુધી જ રાખી શકે છે. 12 મહિના ખતમ થવાની પરિસ્થિતિમાં ફરી એકવાર રજિસ્ટ્રેશન કરાવું પડે છે. BH સિરિઝને એટલા માટે શરૂ કરવામાં આવી છે જેનાથી અંગત વાહનોનું ટ્રાન્સફર ખૂબ જ સરળતાથી અને કોઈપણ તકલીફ વગર કરી શકાય.

આ એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક હશે જેમનું વારંવાર ટ્રાન્સફર થવાની સંભાવના વધુ હોય છે અને એમને એમની ગાડી બીજા રાજ્યોમાં લઈ જવાની હોય છે. BH સિરીઝ ( ભારત સિરીઝ)ના વાહનો માટે બીજા રાજ્યમાં જવા પર ફરીથી રજિસ્ટ્રેશનનું જરૂરત નહિ પડે. વાહન માલિકો પાસે BH સીરીઝનો ઓપશન હશે. આ સ્થિતિમાં એમને બે વર્ષનો રોડ ટેક્સ કે પછી એથી વધુની ચુકવણી કરવી પડશે.એમાં તમને આરટીઓ પાસે જવાની જરૂર પણ નથી. આ આખી પ્રક્રિયાને એ માટે ઓનલાઇન રાખવામાં આવી છે. એ પહેલાં મંત્રાલયે IN સીરીઝનો પ્રસ્તાવ રાખ્યો હતો. એને આ પણ પ્રસ્તાવ આપ્યો હતો કે ઓછામાં ઓછા પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓફીસ વાળા અંગત ફર્મના કર્મચારીઓ એનો ફાયદો લઈ શકશે.
In order to facilitate seamless transfer of vehicles, the Ministry has introduced a new registration mark for new vehicles i.e. “Bharat series (BH-series)”: Ministry of Road Transport & Highways (1/2) pic.twitter.com/7v5MGFlzYg
— ANI (@ANI) August 28, 2021
શુ છે એમાં ફાયદો.

છેલ્લી નોટિફિકેશનમાં INને BHમાં બદલી નાખ્યું છે. આ સમયે પ્રાઇવેટ ગાડીઓનું રજિસ્ટ્રેશન દરમિયાન 15 વર્ષનો રોડ ટેક્સની ચુકવણી કરવાની હોય છે. તો બીજા રાજ્યોમાં જવા પર એમને ફરીથી 10 કે 12 વર્ષનો રોડ ટેક્સનું ચુકવણી કરવાની હોય છે, સાથે જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી ફરીથી પસાર થવું પડે છે. એ પછી એમને પહેલા રાજ્યમાં ચૂકવેલી રકમનો દાવો કરવાની જરૂરત હોય છે જે રાજ્યમાં પહેલા વાહન રજીસ્ટર્ડ હતું. આ વ્યવસ્થાનો ઉદ્દેશ આ આખી માથાકૂટને ખતમ કરે છે..દરેક રાજ્યમાં ટેક્સનો રોડ ટેક્સનો સ્લેબ અલગ અલગ હોય છે પણ હવે બીએચ સિરીઝમાં 10 લાખ સુધીના લાગતના વાહનો માટે 8 ટકા, 10થી 20 લાખની ગાડીઓ માટે 10 ટકા, 20 લાખથી વધુની ગાડીઓ માટે 12 ટકા ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. ડીઝલ વાહનો માટે 2 ટકા ઓછો ટેક્સ લગાવવામાં આવશે. ચૌદ વર્ષ પુરા થયા પછી મોટર વાહન પર વાર્ષિક કર લગાવવામાં આવશે જે પહેલા વસુલ કરવામાં આવેલી રકમ કરતા અડધું હશે.
0 Response to "રોડ પર હવે દેખાશે BH નંબરની ગાડીઓ, જાણી લો શુ છે એનો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો