ભાગ્યે જ જાણતા હશો આ ખાસ ચાર્જિસ વિશે જે બેંક તમારી પાસેથી વસૂલે છે, જાણો કામની વાત
શું આપ જાણો છો કે, બેંક પોતાના ગ્રાહકો પાસેથી એક જ નહી પરંતુ કેટલાક પ્રકારના ચાર્જ નિયમિત રીતે લેતી હોય છે, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. અહિયાં સુધી કે, જો આપ એટીએમમાં ખોટી રીતે પૈસા ભરી દો છો તો આપને ચાર્જ આપવાનો હોય છે.
જયારે આપ બેંકમાં ખાતુ ખોલાવો છો તો બેંક તરફથી આપને કેટલાક પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. આપ પણ આ સર્વિસનો ઉપયોગ કરીને ઘણા ખુશ થાવ છો, પરંતુ શું આપ જાણો છો કે, બેંક તરફથી આ સર્વિસના ફાયદા લેવાથી ચાર્જ પણ લેવામાં આવે છે. કેટલાક લોકોને એના વિષે જાણકારી પણ હોતી છે નહી અને એમના એકાઉન્ટ માંથી પૈસા કપાતા રહે છે. એવામાં જાણીશું કે, અંતે ક્યાં ક્યાં ચાર્જ છે, જે બેંક તરફથી લેવામાં આવે છે.
કેશ ટ્રાંજેક્શન પર લાગે છે ચાર્જ-

બેંક તરફથી મર્યાદિત કેશ ટ્રાંજેક્શનની પરવાનગી હોય છે. એવામાં આપ એક મહિનામાં નક્કી કરવામાં આવેલ નિયમો મુજબ ૪- ૫ ટ્રાંજેક્શન કરી શકો છો. જો આપ એના પછી પણ ટ્રાંજેક્શન કરો છો તો આપને ફીસ આપવાની રહે છે. ત્યાર બાદ દરેક બેંકના નિયમો મુજબ ચાર્જ આપવાનો હોય છે. સરકારી બેંક સામાન્ય રીતે ૨૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધી ચાર્જ લે છે.
એટીએમ ચાર્જ-

બેંક આપની પાસેથી ATM ટ્રાંજેક્શન કરવા પર પણ ચાર્જ વસુલ કરે છે. જો આપ મર્યાદિત સંખ્યા કરતા વધારે એટીએમથી ટ્રાંજેક્શન કરી લો છો તો આપને ચાર્જ આપવો પડે છે. આ દરેક બેંક મુજબ અલગ અલગ હોય છે અને ટ્રાંજેક્શનની સંખ્યા પણ અલગ અલગ નક્કી કરવામાં આવી હોય છે. એના સિવાય એટીએમ કાર્ડને મેન્ટેનન્સને લઈને પણ દર વર્ષે બેંક અંદાજીત ૧૫૦ રૂપિયા ચાર્જ લે છે.
ન્યુનતમ બેલેન્સનો પણ લાગે છે ચાર્જ-

બેંક હવે ન્યુનતમ બેલેન્સ નહી રાખવા પર ગ્રાહક પાસેથી ચાર્જ વસુલ કરે છે. મેટ્રો, સેમી- અર્બન અને રૂરલ શાખાઓની અલગ અલગ ન્યુનતમ બેલેન્સ લિમિટ હોય છે. સામાન્ય રીતે આ ૫ હજાર રૂપિયા, ૨૫૦૦ રૂપિયા અને ૧ હજાર રૂપિયા છે. સામાન્ય રીતે બેંક મિનિમમ બેલેન્સ નહી રાખવા પર ૧૦૦ રૂપિયા અને GST ચાર્જ કરે છે. એટલા માટે બેંક એકાઉન્ટમાં ન્યુનતમ બેલેન્સ જરૂરથી રાખો.
ખોટા ટ્રાંજેક્શન કરવાથી પણ આપવો પડે ચાર્જ-

માની લે કે, આપ એટીએમમાં જાવ છો અને આપના એકાઉન્ટમાં ફક્ત ૫ હજાર રૂપિયા હતા અને પછી આપે પૈસા ઉપાડવા માટે ૬ હજાર રૂપિયાની રીક્વેસ્ટ કરો છો તો આપના ટ્રાંજેક્શન ફેલ થઈ જશે. જો આવું થાય છે તો બેંક આપની પાસેથી ૨૦ થી ૨૫ રૂપિયા ચાર્જ વસુલ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં આપે પહેલા બેલેન્સ ચેક કરી લેવું અને ત્યાર બાદ જ પૈસા ઉપાડવા.
IMPS ફંડ ટ્રાન્સફર-

NEFT અને RTGS હવે તમામ ગ્રાહકો માટે ફ્રી છે. પરંતુ IMPS ટ્રાંજેક્શન પર આપને ચાર્જ આપવો પડે છે. એની ર લગાવવામાં આવતો ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવતી રકમ પર આધારિત હોય છે. આ સામાન્ય રીતે ૫ રૂપિયાથી ૨૫ રૂપિયાની વચ્ચે હોય છે.
0 Response to "ભાગ્યે જ જાણતા હશો આ ખાસ ચાર્જિસ વિશે જે બેંક તમારી પાસેથી વસૂલે છે, જાણો કામની વાત"
ટિપ્પણી પોસ્ટ કરો